સિંગતેલ, કપાસિયા અને પામતેલની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કપાસિયા તેમજ પામતેલની કિંમત ઐતિહાસીક સપાટી પર પહોંચી છે. કપાસિયા તેલ ડબ્બો પહેલી વખત રૂ.૧૬૦૦ની અને પામતેલ રૂ.૧૪૯૦ની સપાટી પર પહોંચ્યો છે. ડુંગળી, લસણ, દૂધ, પેટ્રોલ કે ગેસના સિલિન્ડરના ભાવો બાદ હવે ખાદ્ય તેલના ભાવોમાં પણ આગ ઝરતો વધારો જોવા મળે છે.રાજકોટમાં સિંગતેલ ડબ્બાના ભાવ ૧,૯૩૦ થી ૧,૯૫૦ રૂપિયા થયા છે. સિંગતેલના ભાવમાં ફરી એક વાર ભાવ વધતા હવે સીંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા ૨,૦૦૦ની નજીક પહોંચી ગયો છે. સિંગતેલની તેજીનું મુખ્ય કારણ દેશમાંથી સિંગતેલની નિકાસ ત્રણ ગણી વધી છે. ગુજરાતમાં ૩૦-૩૨ લાખ ટન મગફળીના ઉત્પાદનમાંથી સરેરાશ ૪.૫ થી ૫ લાખ ટન સિંગતેલનું ઉત્પાદન થાય તેવો અંદાજ છે. જે અગાઉના વર્ષે ૩.૭૫-૪.૦ લાખ ટન વચ્ચે સિંગતેલનું ઉત્પાદન હતું.સિંગતેલની સાથે કપાસિયા તેલમાં પણ ભાવ વધારો યથાવત રહ્યો છે. કપાસના ઉત્પાદનમાં કાપ આવશે તેવી દહેશતના કારણે પણ તેના ભાવોમાં વધારો થઈ રહ્યો છે. જો કે હાલ ખાદ્યતેલોમાં ઘટાડાના સંકેતો જણાતા નથી. કેન્દ્ર સરકારે તાજેતરમાં આસિયાન દેશો સાથે થયેલા કરાર હેઠળ ડ્યૂટીમાં ઘટાડો કરવાની ફરજ પડી છે જેના પરિણામે રિફાઈન્ડ પામોલિન પરની આયાત ડ્યુટી ૫૦ ટકાથી ઘટાડીને ૪૫ ટકા કરી દીધી છે, જ્યારે ક્રૂડ પામ ઓઇલ (સીપીઓ) પર ૪૦ ટકાથી વધીને ૩૭.૫ ટકા કરાઈ છે. આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
ઓક્ટોબર 2018માં શું હતું
કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1420થી ઘટીને 1370 રૂપિયા ઇમ્પોર્ટ ડ્યૂટી 20 ટકાથી વધીને 47.5 ટકા થઇ તેલની સંગ્રહખોરી જવાબદાર જોકે સામે કપાસિયાના ભાવમાં નજીવો ઘટાડો થયો છે. એક ઓક્ટોબરના રોજ 15 કીલો કપાસિયા તેલના ડબાનો ભાવ 1420 હતો જે ઘટીને 1370 થયો છે. કપાસિયા તેલની સીઝન હોવાથી તેના ભાવમા ઘટાડો થયો છે. આ ઉપરાંત ઈમ્પોર્ટ ડ્યુટી 20 ટકાથી વધીને 47.5 ટકા થઈ હોવાથી તેલનો ભાવ વધ્યો છે. આ ઉપરાંત સંગ્રહખોરી પણ એટલી જ જવાબદાર છે. ગુજરાતમાં ખાદ્યતેલના વપરાશમાં સૌથી વધુ કપાસિયા તેલનો ઉપયોગ થાય છે. ત્યારબાદ સીંગતેલ.. પામોલીન અને અન્ય તેલનો વપરાશ થાય છે. એક અંદાજ મુજબ ગુજરાતમા વર્ષે 12 લાખ ટન તેલની માંગ રહે છે. ઘણીવાર એવી સ્થિતિ સર્જાતી હોય છે કે કપાસિયા અને સીંગતેલના ભાવમા બહુ ઝાઝો ફેર રહેતો નથી ત્યારે કપાસિયા તેલ લેનારા સીંગતેલનો પણ વપરાશ કરે છે .