કાંટા સાથે આહારમાં લઈ શકાય તેમ હોય તો તે છે ફક્ત “કંકોડા”.કંકોડા ને કંટોલા પણ કહેવામાં આવે છે. શક્તિ વર્ધક,કૃમિ- શ્વાસ-ઉધરસ-દુઃખાવો-પ્રમેહ અને હૃદયની પીડામાં હિતકર છે. કંકોડાનું શાક લસણ સાથે ખાવાથી વાયુ વધતો નથી. ચોમાસા દરમિયાન શરીરમાં નબળાઈ ખૂબજ આવતી હોય છે. કંકોડા ખૂબજ શક્તિ આપતી શાકભાજી છે.કંકોડામાં મીટ કરતા 50 ગણું પ્રોટીન આવેલું છે.
ચોમાસામાં કબજિયાત થતી હોય છે. કંકોડામાં ફાઇબર વધુ હોય છે તેથી કબજિયાત માં લાભ કરે છે. આનાથી શરીરમાં ફાઈટો કેમિકલ્સ વધે છે જેથી શરીર સ્વચ્છ રાખે છે
એન્ટી ઓક્સિડન્ટ છે. તેમાં રહેલ મોમોરડીસીન અને ફાઇબર શરીર માટે રામબાણ છે. હાઈ બીપી, હાઈ કોલેસ્ટ્રોલમાં લાભ થાય છે. લ્યુટેન અને કેરોટીનોઈડલ આંખના રોગોમાં લાભ કરે છે. હૃદયરોગ અને કેન્સરમાં ની સારવારમાં રક્ષણ આપે છે. તેમાં રહેલા એન્ટી એલર્જીન અને analgesic ગુણ ને લીધે શરદી,ઉધરસ અને દુખાવામાં રાહત આપે છે. તેમાં રહેલા આલ્ફા કેરોટિન અને બીટા કેરોટિન ત્વચાને સુંદર અને ચમકીલી રાખે છે.