ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમની અમદાવાદમાં સ્થાપના કરી તેનો ઉદ્દેશ જગતહિતની અવિરોધ એવી દેશસેવા કરવાની કેળવણી લેવી ને એવી દેશસેવા કરવાનો સતત પ્રયત્ન કરવો એ આશ્રમનો ઉદ્દેશ છે એવું ગાંધીજીએ લખ્યું છે. તેના 12 નિયમો જાહેર કર્યા હતા. જેમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્વાદ, અસ્તેય, અપરિગ્રહ, સ્વદેશી, અભય, અસ્પૃશ્યતા, વર્ણાશ્રમ, સહિષ્ણુતા નિયમો હતો.
જેમાં અસ્તેય નિયમ અંગે ગાંધીજીએ લખ્યું હતું કે, “બીજાની વસ્તુ તેની રજા વિના ન લેવી એટલું જ આ વ્રતના પાલન સારુ બસ નથી. જે વસ્તુ જે ઉપયોગને સારુ આપણને મળી હોય તેનાથી તેનો બીજો ઉપયોગ કરવો કે જે મુદત લગી ઉપયોગ કરવો તે પણ ચોરી છે, આ વ્રતના મૂળમાં સૂક્ષ્મ સત્ય તો એ રહ્યું છે કે પરમાત્મા પ્રાણીઓને સારૂં નિત્યની આવશ્યક વસ્તુ જ નિત્ય ઉત્પન્ન કરતો નથી. તેથી પોતાની ઓછામાં ઓછી આવશ્યકતા ઉપરાંત જે કંઈ પણ મનુષ્ય લે છે તે ચોરી છે.”
ગાંધીજીના આ સિદ્ધાંતની વિરૃદ્ધ સાબરમતી આશ્રમમાં અનેક દુષ્કૃત્ય થયા છે.
હ્રદય કુંજમાં બનાવટી લાકડી અને નકલી ચપલ મૂકીને વર્ષો સુધી મુલાકાતીઓને છેતરવામાં આવતાં રહ્યાં હતા. પછી આ વસ્તુઓ નકલી હોવાનું બહાર આવતાં સંચાલકો સામે વિરોધ થયા બાદ તે એકાએક હઠાવી લેવામાં આવી હતી.
ગાંધીજીને શ્રદ્ધાથી માનતાં લોકો જ્યારે આશ્રમ મુલાકાતે આવતાં ત્યારે ગાંધીજી જે ચપલ પહેરતાં હતા તેને પાદુકા માનીને પ્રણામ કરતાં હતા. બે હાથ જોડી માથુ નમાવી નમન કરતાં હતા. પણ તેમને એ ખબર ન હતી કે આ વસ્તુઓ ગાંધીજીની નથી. નકલી પાદુકા અને નકલી લાકડી મૂકી દેવામાં આવી હતી. પાછળથી કિશનભાઈએ આ બાબતની કબુલાત કરી હતી અને કહ્યું હતું કે ગાંધીજીના જીવનને તાદ્રશ્ય કરવા માટે આ ચીજ ઉમેરવામાં આવી હતી.
ગાંધીજીએ 1930માં દાંડી કૂચ કરી ત્યારે આશ્રમ છોડ્યો હતો. પછી 20 વર્ષ સુધી આશ્રમ મોટા ભાગે નિર્જીવ થઈ ગયો હતો. 1950માં ફરીથી આશ્રમ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ 20 વર્ષમાં તો લોકોએ ગાંધીજીની અનેક વસ્તુઓ રફેદફે કરી નાંખી હતી. 1950 પછી જે બચી હતી તેમાં નકલી બનાવીને અસલી તરીકે બતાવી મુલાકાતીઓને મુર્ખ બનાવવામાં આવતાં હતા. 1950થી 1962 સુધી નકલી વસ્તુ બતાવવાનો લાગણીઓનો ધંધો કરવામાં આવ્યો હતો. 1962માં ગુજરાત અલગ રાજ્ય બન્યું પછી ગાંધી આશ્રમમાં સંગ્રહાલયને નવા બનેલા આધુનિક મકાનમાં અલગ કરાયું હતું. 1950થી 1962 સુધી ગાંધીજીની મૂળ વસ્તુઓ હ્રદય કુંજમાં બતાવવામાં આવતી હતી. જે વસ્તુઓ પછીથી સંગ્રહાલયમાં ખસેડવામાં આવી હતી. એટલે કે હ્રદય કુંજ પોતે મ્યુઝીયમ બની ગયું હતું. આમ 12 વર્ષ સુધી અહીં ગાંધીના નામે છેતરપીંડી ચાલી હતી. ત્યાર પછી પણ કેટલીક નકલી વસ્તુને અસલી તરીકે બતાવવામાં આવતી હતી. જેમાં ગાંધીજીની લાડકી અને ચપલ હતા. બીજી પણ કેટલીક વસ્તુઓ હતી.
22 જૂન 1970માં અમદાવાદના સમાચાર પત્રમાં એક અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જેમાં લાડકી અને ચપલની તસવીર પ્રસિદ્ધ કરીને આ નકલી વસ્તું હોવાનો ઘટસ્ફોટ કરાયો હતો. પછી આ બન્ને વસ્તુ જ્યાં મૂકેલી હતી તેની પાસે એક નોંધ મૂકી દેવામાં આવી હતી કે આ પ્રતિકૃતિ છે. મતલબ કે 30 વર્ષ સુધી અહીં ગાંધીજીને જે લોકો સમજવા આવતાં હતા તેમને મુર્ખ બનાવવામાં આવતાં હતા. આ 30 વર્ષમાં 20 લાખ લોકો આવીને અહીંથી ગયા હતા. બીજી અનેક વસ્તુઓ ત્યારે પણ હ્રદય કૂંજમાં હતી. ત્યાં કોઈ એવી નોંધ ન હતી કે તે પ્રતિકૃતિ છે. તેનો મતલબ કે તે અસલી હતી. આ બે વસ્તુ જ નકલી મૂકવામાં આવી હતી.
12 માર્ચ 1930માં ગાંધી હાથમાં એક લાકડી લઈને દાંડી કૂચ કરી હતી અને સમગ્ર દેશને આઝાદી માટે જાગૃત કર્યો હતો. આ સમયે તેમના હાથમાં લાકડી હતી તેના જેવી જ નકલી એ લાકડી હ્રદય કુંજમાં મૂકવામાં આવી હતી. ગાંધીજીના સૌથી પાવન સ્થળ હ્રદય કૂંજમાં તેના સંચાલકો જ ગાંધીજીના સિદ્ધાંતો સાથે ખેલી રહ્યાં હતા. સત્યને સત્ય તરીકે જ રજુ કરવું જોઈએ એવી ગાંધીજીની સનાતન વાતને તેના જ આશ્રમના સંચાલકો અસત્યને સત્ય તરીકે બતાવી રહ્યાં હતા. અહીં આવનાર લોકોને ગાંધીજીના એ ઐતિહાસિક બાબતો ત્રાદ્રશ્ય થતી હોય છે. દેશના પ્રત્યેક લોકો ગાંધીજીની એ લાકડીથી જોડાયેલાં હતા. હવે એ લાકડીને જ અસલી બતાવીને લોકો સાથે છેડછાડ કરવામાં આવતી હતી. જે વસ્તુ જોઈને લોકો ભાવવિભોર બની જતાં રહ્યાં હતા તે જ નકલી હતી. તે લાકડી આશ્રમના એક સફાઈ કામદારના ઝાડુની હતી તે મૂકી દેવામાં આવી હતી.
અગાઉ લાકડી કે ચપલ હ્રદય કુંજમાં ન હતી. તે એકાએક કઈ રીતે આવી ગઈ. પાછળથી લોકોને ભ્રમિત કરવા માટે આ વસ્તુઓ ચૂપચાપ મૂકી દેવામાં આવી હતી. મોઓ માનતા કે ક્રાંતિ તો બંદુકના નાળચામાંથી આવે છે. પણ ગાંધીએ તો હાથમાં લાકડી રાખીને ક્રાંતિ કરી હતી. હાથે બનાવેલા ચપલ પહેરીને તેઓ દાંડી યાત્રા પર નિકળી ગયા હતા અને ક્રાંતિ કરી હતી.
ગાંધીજી અને ચપલ
ગાંધીજીએ તેમની આત્મકથામાં લાડડીનો એક પણ જગ્યાએ ઉલ્લેખ કર્યો નથી. પણ ચપલ અંગે તેમણે લખ્યું છે.
તેઓએ દક્ષિણ આફ્રિકામાં ટોસ્ટોય આશ્રમ સ્થાપેલો તે વેળા ચપલ અંગે લખે છે કે,
ટૉલ્સ્ટૉય આશ્રમમાં આશ્રમમાં નોકરો તો નહોતા જ. પાયખાનાથી માંડીને રસોઈ સુધીનાં બધાં કામો આશ્રમવાસીઓને જ કરવાનાં હતાં. ફળઝાડો પુષ્કળ હતાં. નવું વાવેતર કરવાનું જ હતું. મિ. કૅલનબૅકને ખેતીનો શોખ હતો. પોતે સરકારી આદર્શ વાડીઓમાં થોડો વખત શીખી આવ્યા હતા. રોજ અમુક સમય નાનામોટા બધા જે રસોડાના કામમાં ન રોકાયા હોય તેમને બગીચામાં કામ કરવું જ પડતું. આમાં બાળકનો મોટો હિસ્સો હતો. મોટા ખાડા ખોદવા, ઝાડો કાપવાં, બોજા ઊંચકી જવા, વગેરે કામમાં તેમનાં શરીર સારી પેઠે કસાતાં. તેમાં તેમને આનંદ આવતો, ને તેથી બીજી કસરતની કે રમતની તેમને જરૂર નહોતી રહેતી. કામ કરવામાં કેટલાક અથવા કોઈ વાર બધા વિદ્યાર્થીઓ નખરાં કરતા, આળસ કરતા. ઘણી વેળા આની સામે હું આંખ મીંચતો. કેટલીક વેળા તેમની પાસેથી સખતીથી કામ લેતો. જ્યારે સખતી કરતો ત્યારે તેઓ કંટાળતા એમ પણ હું જોતો. છતાં સખતીનો વિરોધ બાળકોએ કર્યો હોય એવું મને યાદ નથી. જ્યારે જ્યારે સખતી કરતો ત્યાર ત્યારે તેમને સમજાવતો અને તેમની પાસે જ કબૂલ કરાવતો કે કામની વખતે રમત એ સારી ટેવ ન ગણાય. તેઓ તે ક્ષણે સમજે, બીજી ક્ષણે ભૂલે, એમ ગાડું ચાલતું. પણ તેમનાં શરીર ઘડાયે જતાં હતાં.
આશ્રમમાં માંદગી ભાગ્યે જ આવતી. તેમાં હવાપાણીનો અને સારા ને નિયમિત ખોરાકનો પણ મોટો હિસ્સો હતો એ કહેવું જોઈએ. શારીરિક કેળવણીના સંબંધમાં જ શારીરિક ધંધાની કેળવણી ગણાવી જાઉં. સહુને કંઈક ઉપયોગી ધંધો શીખવવો એ ઇરાદો હતો. તેથિ મિ. કૅલનબૅક ટ્રેપિસ્ટ મઠમાં ચંપલ બનાવવાનું શીખી આવ્યા. તેમની પાસેથી હું શીખ્યો, ને મેં જે બાળકો એ ધંધો શીખવા તૈયાર થયા તેમને શીખવ્યો. મિ. કૅલનબૅકને સુતારકામનો થોડો અનુભવ હતો, અને આશ્રમમાં સુતારકામ જાણનાર એક સાથી હતો, તેથી તે કામ પણ થોડે અંશે શીખવવામાં આવતું. રસોઈ તો લગભગ બધાં બાળકો શીખી ગયાં.
ગાંધીજીના એ લાકડી ખેંચતા બાળકની ઐતિહાસિક તસવીર
કનુ ગાંધી ગાંધીજીના પૌત્ર હતા. તેઓનું 7 નવેમ્બર 2016માં સુરતની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું હતું. જુહુ બીચ પર ગાંધીજી નિકળેલા ત્યારે એક બાળક પોતાના માથા પર લાકડી લઈને ગાંધીજીને કેંચીને લઈ જાય છે તે દ્રશ્ય તસવીરમાં જોવા મળે છે તે કનુ ગાંધી છે. જોકે આ બાળક પોતે હોવાનું ગાંધી કથા કરનારા નારણ દેસાઈએ જાહેર કર્યું હતું. પણ ખરેખર તો તે કનુ ગાંધી છે. આ ભાંડો પણ કનુ ગાંધીએ આ લેખકે જ્યારે કનુ ગાંધીની ગાંધી આશ્રમ ખાતે મુલાકાત લીધી હતી ત્યારે સૌ પ્રથમ ફોડ્યો હતો અને તેના સમાચાર આ લેખકે અમદાવાદના અખબારમાં પ્રકાશિત કર્યા હતા. વ્યકિતાના નામે પણ છેતરપીંડી આચરવામાં આવતી હતી. તે પણ ગાંધીજીની કથા કરનારા લોકો દ્વારા. કનુ ગાંધીને ગાંધીજી કહાનદાસ કહેતા હતા. અમેરિકા થઈને તેઓ MITE સંસ્થાથી નાસા સુધી વૈજ્ઞાનિક તરીકે પહોંચીને 17 વર્ષ સુધી રહ્યાં હતા. તેઓ 2014માં ભારત આવી થોડો સમય વિદ્યાપીઠના બોચાસણ આશ્રમમાં પત્ની સાથે રહ્યાં હતા. તેઓ દર દર ભટકી રહ્યાં હતા.
લાડકીથી ઓળખાતાં પૌત્ર કનુને અન્યાય
ગાંધીજીના બધા સંતાનો કરતાં કનુ સૌથી વધું ગાંધીજી સાથે રહ્યાં હતા. મુંબઈના જુહુના દરિયા કાંઠે કનુ ગાંધી બાળપણમાં ગાંધીજીની લાકડી પકડીને દોડતાં હોય એવું દ્રશ્ય જે તસવીરમાં જોવા મળે છે તે કનુ ગાંધી જ્યારે ગાંધી આશ્રમમાં રહેવા માટે આવ્યા ત્યારે તેમને થોડો સમય રહેવા માટે મકાન આપ્યું હતું. પણ પછી તેઓ ગાંધી આશ્રમ છોડીને જતાં રહે તે માટે ગાંધીઆશ્રમના નિયામક ત્રિદીપ સુહૃદે તેમને આશ્રમના મકાનમાંથી દૂર કાઢી મુક્યા હતા. ગાંધીજીની લાકડી ખેંચી મુંબઈના જુહુ પર લઈ જતાં વિશ્વ વિખ્યાત તસવીરમાં રહેલાં બાળકની છેલ્લાં વર્ષોમાં ખરાબ હાલત હતી. તેઓનું અવસાન સુરત ખાતે થયું હતું. તેમની અંતિમ ઈચ્છા હતી કે તેમનું મૃત્યું સાબરમતી આશ્રમમાં થાય. તે પણ ગાંધી આશ્રમના સંચાલક ત્રિદીપ સુહ્રદે પૂરું થવા દીધું ન હતી. આમ ગાંધીજીના એક કુટુંબી જનને પણ આશ્રમમાં અન્યાય કરાયો હતો.
2 નવેમ્બર 2016ના દિવસે સામાજિક લડવૈયા હાર્દિક પટેલે પોતાના ફેસબુક પર જાહેર કર્યું હતું કે, “ગાંધીજીની લાકડી ખેંચીને મુંબઈ જુહુ પર લઈ જતાં વિશ્વ વિખ્યાત તસવીરના બાળક કનુ ગાંધીના છેલ્લાં દિવસો પસાર થઈ રહ્યા છે. સુરતના રાધાકૃષ્ણ મંદિરે ગાંધીજીના પૌત્ર કનુભાઇ ગાંધીને ઘોડદોડ રોડ પરની શિવજ્યોત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે. તેમનું મગજ કામ કરતું બંધ થયું છે હ્રદય 25% કામ કરે છે. વેન્ટિલેટર પર છે. તેઓ દિલ્હી હતાં ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતરી આપી હતી. પણ કનુભાઈ ગાંધીની ખબર કાઢવા કે સારવાર માટે ભાજપના કોઈ નેતા સુરતમાં ગયા નથી. કોંગ્રેસના તુષાર ચૌધરી સિવાય કોઈ રાજકીય લોકો દેખાયા નથી. કોઈ ગાંધીયન પણ ન દેખાયા .ગાંધીઆશ્રમથી એકમાત્ર ધીમંત બઢીયા બે વખત મદદ માટે આવેલા હતા. તેઓ અમદાવાદમાં રહેવા આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે મારૂ મોત ગાંધીઆશ્રમમાં જ થાય તેવી મારી ઈચ્છા છે. પણ ગાંધીઆશ્રમના સંચાલક ત્રીદીપે જ બહાર ધકેલી દીધા હતા. સમયસર સારવાર નહીં મળે કે મદદ નહીં મળે તો કનુભાઈ ને બચાવવા મુશ્કેલ છે. કનુભાઇ અમેરિકાની નાસામાં વિજ્ઞાની હતા. પણ પાંચ વર્ષથી આર્થિક હાલત ખરાબ થઈ જતાં દ્વારેદ્વારે ભટકી રહ્યા છે.”
ખાનગી વ્યક્તિ પાસે અસલી વસ્તુ
ગાંધીજીના જીવન સાથે સંકળાયેલી દુર્લભ વસ્તુઓ, ચરખો, સુતર, લાકડી, 30 દેશ દ્વારા બહાર પડાયેલ ટિકિટ, પુસ્તકો, બાપુની તસવીરો, પોસ્ટકાર્ડ, જુના સિક્કાઓ જેવી એન્ટિક ચીજોનો 25 વર્ષથી સંગ્રહ કરીને વલસાડના તિથલ રોડ પર આર્કીટેક ધનસુખભાઈ મિસ્ત્રીએ ગાંધી સંગ્રહાલય પોતાના ઘરે બે ખેડમાં બનાવ્યું છે. દિલ્હીના બિરલા ભવન અને અમદાવાદના ગાંધી આશ્રમની યાદ તાજી કરાવે છે. જો એક ખાનગી વ્યક્તિ આટલી વસ્તુઓ એકઠી કરી શકતાં હોય તો સાબરમતી આશ્રમ પાસે આ વસ્તુ કેમ નથી, એ એક સવાલ છે.
છેલ્લાં દિવસે ચપ્પલ અને લાકડી
અંતિમ દિવસ 30 જાન્યુઆરી 1948માં ગાંધીજી દિલ્હીના બિરલા હાઉસમાં બહાર નિકળ્યા ત્યારે ચપ્પલ પહેરી, ડાબો હાથ મનુબહેનના અને જમણો હાથ આભાબહેનના ખભા પર મૂકીને પ્રાર્થનાસભા માટે ચાલવા લાગ્યા હતા. ત્યારે તેમની લાકડી આભ અને મનુ હતા.