બોગસ કોલ સેન્ટરોમાંથી લોકો સાથે કોઇને કોઇ રીતે છેતરપિંડી કરવાનો સિલસિલો ચાલુ જ છે, ક્રેડિટ કાર્ડના નામે કે પછી લોન આપવાના બહાને બોગસ કોલ સેન્ટર નાગરિકોને છેતરી રહ્યાં છે અને આવું જ એક કોલ સેન્ટર દિલ્હીથી પકડાયું છે. ગુજરાત સાઇબર ક્રાઇમની ટીમે આ કાર્યવાહી કરીને 16 આરોપીઓને પકડી લીધા છે. મોબાઇલ, લેપટોપ સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સાયબર ક્રાઇમે આ ઘટના વિશે વધુમાં જણાવ્યું છે કે, દિલ્હીના એક બોગસ કોલ સેન્ટરમાંથી ગિફ્ટ વાઉચરની લાલચ આપીને ગુજરાતના એક ગ્રાહકની બેંક ડિટેલ્સ મેળવી લેવામાં આવી હતી અને તેમની સાથે ઠગાઇ કરવામાં આવી હતી. જેની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી અને આ બોગસ કોલ સેન્ટર દિલ્હીમાં હોવાનું જાણવા મળ્યું હતુ. જેમાં સાઇબર ક્રાઇમની ટીમે દરોડા પાડીને આ કાર્યવાહી કરી છે. હજુ આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે આ ઠગ ટોળકીએ કેટલા લોકોને પોતાના શિકાર બનાવ્યાં છે. તેની માહિતી સામે આવશે.