સીસ્ટર સ્ટેટ ગુજ-રાજ – ખાસ અહેવાલ
(દિલીપ પટેલ)
રાજસ્થાનના ગુજરાત સરહદ પર પક્ષ વિભાજન
રાજસ્થાન વિધાસભાના 199 ધારાસભ્યોમાંથી 25 ધારાસભ્યો ગુજરાતની સરહદ પરના પાંચ જિલ્લા જાલૌર, સિરોહી, ઉદયપુર, ડુંગરપુર, બંસવાડાની 25 વિધાનસભા બેઠક પર ભાજપ 15 બેઠક જીત્યો છે અને કોંગ્રેસ 7 બેઠક પર જીતી છે, જ્યારે BTP અને 2 અપક્ષ ધારાસભ્યો ચૂંટાયા છે. આમ ગુજરાતની સરહદ પર આદિવાસી અને ડુંગરાળ પ્રદેશના પટ્ટા પરની ભાજપે 60 ટકા બેઠકો જીતી છે. પાંચ જિલ્લા કે જે સીધા ગુજરાત સાથે વેપાર, સંસ્કૃતિ, રોટી અને બેટી સાથે જોડાયેલા હોય એવા છે. રાજસ્થાનમાં કોંગ્રેસને પ્રજાએ સત્તા સોંપી છે. આ પરિણામો બતાવી રહ્યા છે કે, દેશમાં હવા બદલાઈ રહી છે. પણ ગુજરાત સરહદ પર અરવલ્લીના પર્વતોને પેલે પાર હવા બદલાઈ નથી.
સરહદ ટચ 10 બેઠક કોંગ્રેસ અને ભાજપને 50-50
ગુજરાતની સરહદ સાથે સીધી સ્પર્શતી હોય એવી રાજસ્થાનની 10 વિધાનસભા આવે છે. જેમાં 4 કોંગ્રેસ, 4 ભાજપ, એક અપક્ષ અને BPTના ધારાસભ્ય ચૂંટાયા છે. જેમાં ડુંગરપુર, ઝાલોદ, તુશાલગ્રહ, બાગીદોરા, ચોરાસી, ખેરવારા, પીંડવારા-આબુ, રેઓદર, રનીવારાનો સમાવેશ થાય છે. આમ
આદિવાસી પટ્ટામાં ભાજપની પક્કડ
સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, 25 બેઠકમાંથી 15 બેઠક આદિવાસી અનામત બેઠક છે. જેમાં BTP કાઠું કાઢી રહ્યો છે. જેનો પગપેસારો ગુજરાતમાં પણ થયો છે. ગુજરાતની આદિવાસી પહાડી પટ્ટી પર ભલે કોંગ્રેસનું પ્રભુત્વ હોય પણ રાજસ્થાનમાં 60 ટકા પક્કડ ભાજપની છે. આમ કોંગ્રેસ આદિવાસી પટ્ટામાં 4 બેઠક લઈ ગઈ છે, જ્યારે ભાજપ 8 બેઠક, 2 BTP અને 1 અપક્ષ પાસે આદિવાસી બેઠક ગઈ છે.
જિલ્લા પ્રમાણે પક્ષ, ધારાસભ્ય અને તેને મળેલા મતની સરસાઈની વિગતો
જાલૌર જિલ્લાની વિધાનસભા બેઠક
અહોર – ભાજપ – છગનસીંગ – 31 હજારની સરસાઈ
ભીનમાલ – ભાજપ – પુરારામ ચૌધરી – 9 હજાર
જાલૌર SC – ભાજપ – જોગેશ્વર ગર્ગ 35 હજારની લીડ
રાનીવારા – ભાજપ – નારાયણ સીંગ ગેવાલ – 3 હજાર
સાંચોર – કોંગ્રેસ – સુખરામ – 26 હજાર
સિરોહી જિલાની વિધાનસભા બેઠક
પિંડવારા-આબુ ST – ભાજપ – સામા રામ ગરાસિયા – 27 હજાર
રેઓદર – ભાજપ – જગસી રામ – 15 હજાર
સિરોહી – અપક્ષ – સનીયામ લોહા – 10 હજાર
ઉદયપુર જિલ્લાની વિધાનસભા
ગોજુન્ડા ST – ભાજપ – પ્રતાપ લાલ ભીલ – 4 હજાર
જાદોલ ST – ભાજપ – બાબુ લાલ – 13 હજાર
ખેરવારા ST – કોંગ્રેસ – દયારામ પરમાર – 25 હજાર
માવલી – ભાજપ – ધારમનારાયણ જોષી – 27 હજાર
સલુમ્બેર ST – ભાજપ અમ્રિત લાલ મીના – 22 હજાર
ઉદયપુર – ભાજપ – ગુલાવ કટારીયા – 9 હજાર
ઉદયપુર ગ્રામ્ય ST – ભાજપ – ફુલ સિંહ મીના – 19 હજાર
વલ્લભનગર – કોંગ્રેસ – ગજેન્દ્ર સિંહ સેખાવત – 4 હજાર
ડુંગરપુર જિલ્લાની વિધાનસભા
અસ્પુર ST – ભાજપ – ગોપી ચંદ મીના – 5 હજાર
ચોરાસી ST – BTP – 5 હજાર
ડુંગરપુર ST – કોંગ્રેસ – ગણેશ ઘોગરા – 28 હજાર
સાગવારા ST – BTP – રામપ્રસાદ – 54 હજાર
બંસવાડા જિલ્લાની વિધાનસભા બેઠક
બગીદોરા ST – કોંગ્રેસ – મહેન્દ્રજીત સિંહ માલવિયા – 21 હજાર
બંસવારા ST – કોંગ્રેસ – અર્જુન સિંગ – 18 હજાર
ગ્રહી ST – ભાજપ – કૈલાશ મીના – 24 હજાર
ઘાતોલ ST – ભાજપ – હરેન્દ્ર નીમામા – 4 હજાર
કુસાલગ્રહ ST – અપક્ષ – રમિલા ખાડીયા – 19 હજાર
ગુજરાતમાં પરપ્રાંતિ પ્રજા 40 લાખ, જેમાં 21 લાખ રાજસ્થાની
ગુજરાતમાં 35થી 40 લાખ લોકો ૫રપ્રાંતના છે. જેમાં રાજસ્થાની લોકો સારું ગુજરાતી બોલે છે. રાજસ્થાનમાંથી રોજગારી મેળવવા 21 લાખ લોકો ગુજરાતમાં આવીને વસેલાં છે. 10થી 12 લાખ સુરતમાં અને 7થી 8 લાખ અમદાવાદમાં અને 1 લાખ ઉત્તર ગુજરાત તથા બીજા વિસ્તારોમાં રાજસ્થાની પ્રજા વસે છે. જે મોટા ભાગે આ પાંચ જિલ્લાઓમાંથી આવે છે. તેઓ ગુજરાતના શાસનથી પ્રભાવિત થઈને પોતાના વિસ્તારમાં રાજકીય પ્રભાવ ઊભો કરતાં રહ્યાં છે.
તેની સામે ગુજરાતના 4 લાખ લોકો રાજસ્થાનમાં જઈને વસેલા હોવાનો અંદાજ છે.
જોકે હવે રાજસ્થાનમાં રાજકીય પરિવર્તન થયું છે તેની સીધી અસર ગુજરાતના રાજકારણ પર પણ પડી શકે છે. રાજસ્થાનના 21 લાખ લોકો હવે કોંગ્રેસ શાસનની વાતો અહીં કરે તો તે ભાજપની વિપરીત જઈ શકે તેમ છે. તેમ થાય તો લોકસભામાં પણ તેની અસર થશે.
રાજસ્થાન મતદારોને લઈ જવાયા
7 ડિસેમ્બર 2018ના દિવસે રાજસ્થાન વિધાનસભામાં મતદાન થવાનું હતું, તેના એક દિવસે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં વસતા લોકોને ભાજપ અને કોંગ્રેસ દ્વારા રાજસ્થાનના આ 5 જિલ્લામાં પોતાના પક્ષને મત આપવા માટે લઈ ગયા હતા. અમદાવાદમાંથી વધારાની 150 બસ ભરીને મતદારોને ભાજપ લઈ ગયો હતો. જે 10 હજાર જેટલાં મતદાર થવા જાય છે. વસતી પ્રમાણે ઓછામાં ઓછા 5 લાખ મતદાર રાજસ્થાનમાં નોંધાયેલા હોઈ શકે છે. જેઓ મતદાન કરવા માટે ગયા ન હતા. જેમના રાજસ્થાનના પરિવાર સાથે ગણવામાં આવે તો 25 હજાર મતદારો આ રીતે પ્રભાવિત થયા હતા. અમદાવાદમાં શાહિબાગમાં પૈસાદાર મારવાડી પ્રજા રહે છે. જ્યારે રાંદખેડા, વાડજ, તમામ ઔદ્યોગિક વિસ્તાર, મણિનગર વિસ્તારમાં રાજસ્થાની શ્રમજીવી વસતી વસે છે.
ગુજરાતમાંથી રાજસ્થાની મતદારોને મોટા પ્રમાણમાં લઈ જવાનું ભાજપે પડતું મૂક્યું હતું. મતદારોને લઈ જવા કોંગ્રેસ પાસે આવી બહુ વ્યવસ્થા ન હતી.
ગુજરાત સરકારે રાજસ્થાનમાં મતદારોને મતદાન કરવા માટે ખાનગી અને સરકાર કચેરીઓ માટે રજા જાહેર કરી હતી. પણ પછી અચાનક દિલ્હીથી ચોક્કસ વ્યક્તિની સૂચના આવી તેથી ભાજપે વધુ બસ મૂકી ન હતી. તેમ છતાં સરહદ પર ભાજપને 60 ટકા બેઠક મળી છે. સૂત્રો કહે છે, કે રાજસ્થાનમાં વસુંધરા હારે તેમાં દિલ્હીના એક નેતાનો પ્લાન હતો તેથી રાજસ્થાની મતદારોને લઈ જવાયા ન હતા.
ગુજરાતમાંથી રાજસ્થાન દારુ ન જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી.
ગુજરાતમાંથી ભાજપાના બે હજાર આગેવાનો અને કાર્યકરો રાજસ્થાન અને મધ્ય પ્રદેશ ચૂંટણી પ્રચાર માટે ગયા હતા.
ગુજરાતના રાજકારણમાં રાજસ્થાની નેતા
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અશોક ગેહલોતને ગુજરાતની સંપૂર્ણ જવાબદારી કોંગ્રેસે આપી હતી અને 77 બેઠકો મેળવી શક્યા હતા. પણ તેઓ કોંગ્રેસને સત્તા અપાવી શક્યા ન હતા.
2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રાજસ્થાનના નેતાઓને ગુજરાતની જવાબદારી સોંપી હતી. જેમાં ઓમ માથુર મુખ્ય હતા. કોંગ્રેસના ગુજરાતના પ્રભારી મોહન પ્રકાશ, ગુજરાતની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા માટે નિયુકત સ્ક્રિનિંગ કમિટીમાં સી.પી.જોશીને નિયુક્ત કર્યા હતા તેઓ રાજસ્થાની છે.
જનતા દળ (યુ)ના ગુજરાતના પ્રભારી ચંદ્રરાજ સિંઘવી પણ રાજસ્થાની છે.
ગુજરાતી અને રાજસ્થાની ભાષા એક
સિદ્ધરાજે અડધા રાજસ્થાન પર કબજો કર્યો હતો. વર્ષો સુધી ગુજરાતી રાજાઓનું રાજ રાજસ્થાન પર હતું. પછી ગુજરાતના પૂર્વ રજવાડાઓ ગુજરાતના ઓછા પણ રાજસ્થાનના વધું હતા. તેથી બન્નેની સંસ્કૃતિ અને ભાષા મોટા ભાગે મળતી આવે છે. સંસ્કૃત પરથી રાજસ્થાની ભાષા આવી. જેમાં ઇ.સ.1100 થી 1500માં રાજસ્થાન પ્રજામાંથી અ૫ભ્રંશ થતા 400 વર્ષમાં જૂની ગુજરાતી ભાષા રચાઈ હતી. આધુનિક ગુજરાતી ભાષા સિદ્ધરાજના સમયમાં બની છે. જેને ગુજરાતી કવિ પ્રેમાનંદે ઈ.સ.1600માં વિકસિત કરી હતી. આજે 12 ડિસેમ્બર 2018માં પણ રાજસ્થાનના ગુજરાત સરહદ પરની પ્રજા ગુજરાતી ભાષા જેવી જ ભાષા બોલે છે. ગુજરાતના વેપારી લોકોએ પછી પોતાની અલગ લિપિ વિકસાવી હતી. તેના જેવી સરળ લિપિ બીજી એક પણ ભાષાની નથી.
ગુજરાત રાજસ્થાની પ્રજા કેમ આવે છે
2014માં આજીવિકા બ્યૂરો નામની સંસ્થાએ રાજસ્થાનમાં સરવે કર્યો હતો. જેમાં એવું બહાર આવ્યું હતું કે, દક્ષિણ (ઉદયપુર અને ડુંગરપુર), દક્ષિણ-પૂર્વ (ચિત્તોડગઢ અને બારન), ઉત્તર-પશ્ચિમ (અજમેર અને ટોંક), પૂર્વ (જોધપુર અને બારમેર), ઉત્તર (નાગૌર અને ઝુંઝનું) જેવા વિસ્તારોનાં ગામોના લોકો ગુજરાત તરફ વધું હિજરત કરી રહ્યાં છે. રાજસ્થાનનાં ગામડાઓમાં 46 ટકા ઘરમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ કમાવા માટે ગુજરાત કે મુંબઈ ગઈ હતી. જેમાંથી 60 ટકા લોકો તો માત્ર ગુજરાતમાં આવે છે. જેમાં 78 ટકા પુરૂષો એકલા રોજગારી મેળવવા માટે ગુજરાત આવે છે. જે ગુજરાતમાંથી કમાઈને રાજસ્થાનમાં પોતાના ઘરનું પુરું કરે છે.
વર્ષે 20 હજાર કરોડ રૂપિયા ગુજરાતમાંથી કમાઈને રાજસ્થાન મોકલીને તેઓ પોતાનું કુટુંબ ચલાવે છે.
રાજસ્થાન છોડીને જતાં લોકોમાંથી 20 ટકા પ્રજા અમાદાવાદમાં સસ્તા દરે કામ કરવા આવે છે. રાજસ્થાનનાં ડુંગરપુર, ઉદયપુર, બારમેર, અજમેર, જોધપુર, ચિત્તોડગઢ, નાગૌર, અને ઝુઝનું જિલ્લાના સ્થળાંતરિત લોકો અમદાવાદ અને સુરતમાં ઓછી રકમ માટે કામ કરવા માટે આવે છે. આમાંથી મોટાભાગના લોકો ઘરઘાટી, રસોડાના કામ, બિલ્ડીંગ ઉદ્યોગ, ખેત મજૂર, શાકભાજી અને અનાજ કરીયાણાના વેપાર અને કારખાનામાં કામ કરવા માટે અમદાવાદ આવે છે.
સીસ્ટર સ્ટેટ
વેપારમાં ગુજરાતીઓને મારવાડી પ્રજાએ પછાડી દીધા છે અને મોટા ભાગની બજારો પર કબજો મારવાડી વેપારીઓએ લઈ લીધો છે. તેવી રીતે અધિકારીઓએ પણ ગુજરાત સરકાર પર કબજો લીધો છે. ગુજરાતના વહીવટી વડા એટલે કે ચીફ સેક્રેટરીની પોસ્ટ પર રહી ચૂકેલા ગંગારામ અલોરિયા રાજસ્થાનની છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના રહસ્ય સચિવ અજય ભાદુ, અમદાવાદના જિલ્લા કલેક્ટર રાજકુમાર બેનીવાલ, વહીવટ વિભાગના ધનંજ્ય દ્વિવેદી, ગૃહ વિભાગના અધિક અગ્રસચિવ, હમણાં સુધી રાજસ્થાનના વતની એવા 10 અધિકારીઓ અત્યંત મહત્વની જગ્યા પર રહ્યાં હતા. ગુજરાતમાં જો કે રાજસ્થાનના વતની હોય તેવા રાજ્યપાલ સૌથી વધુ નિયુક્ત થયા છે. એક રીતે જોઇએ તો ગુજરાત અને રાજસ્થાન વચ્ચે સ્ટેટ જેવો વ્યવહાર છે. ગુજરાતમાં રાજસ્થાની ફૂડ મળે છે. મોટા ભાગની હોટેલો અને કેટરીંગ વ્યવસાય પર રાજસ્થાને કબજો લઈ લીધો છે.