પંતજલિ પર જોખમ લેવા બેન્કોનો ઈનકાર

બાબા રામદેવની પતંજલિને ધિરાણ આપવા બેંકોના ઠાગાઠૈયા

પતંજલિને 3700 કરોડની લોનની આવશ્યકતા

નવી દિલ્હી

યોગગુરૂ બાબા રામદેવની કંપની પતંજલિને ધિરાણ આપવા બાબતે હવે બેંકો પણ સો વાર વિચાર કરી રહીહ છે. હાલમાં જ એસબીઆઇએ પણ પોતાનું પંતજલિ મામલે વલણ સ્પષ્ટ કરીને અન્ય બેંકોને પણ સંકેત આપ્યાં છે.

રુચિ સોયાને ખરીદવા ઇચ્છતી પતંજલિ આયુર્વેદના ત્યારે ધક્કો લાગ્યો જ્યારે  ભારતીય સ્ટેટ બેંકે  આ સોદા માટે પતંજલિ આયુર્વેદને એકલપંડે લોન આપવાનો ઇન્કાર કરી દીધી હતો. સુત્રોના જણાવ્યા અનુસાર આ સોદામાં બેંક દ્વારા 3700 કરોડ રૂપિયાની લોન આપવાની હતી. બેન્કો પતંજલિ મામલે કોઇ જોખમ લેવા માંગતી નથી એસબીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે નિર્ણય લીધો છે કે આ સોદાથી લાભ મેળવનારી અન્ય બેંકોએ પણ આ લોનમાં પોતાનો હિસ્સો આપે. એસબીઆઇ એકલા સંપૂર્ણ લોન આપશે નહીં. પતંજલિ બહુરાષ્ટ્રીય કંપની નથી અને તેની આર્થિક સ્થિતિની બહુ જાણકારી પણ નથી. બેંક આ સમયે જોખમ લેવાની સ્થિતિમાં નથી. એસબીઆઈના આ નિર્ણય પછી, પતંજલિ હવે ફંડની વ્યવસ્થા કરવા માટે અન્ય વૈકલ્પિક પગલાઓ પર વિચાર કરી રહી છે. ઉલ્લેખનીય છ કે કંપનીની આ ડીલ 4,350 કરોડ રૂપિયાની છે. પતંજલી. આમાં બેન્કો પાસેથી 3,700 કરોડ રૂપિયાથી વધુની લોન લેવા માંગે છે અને 600 કરોડ રૂપિયાની પંતજલિ જોગવાઈ કરશે.

કંપની  દેવાના ડુંગર તળે

કંપની પર પહેલાથી જ દેવાના બોજામાં છે. કંપનીનું સેન્ટ્રલ બેંક ઇન્ડિયાનું 816 કરોડ, પંજાબ નેશનલ બેંકનું 743 કરોડ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકનું 608 કરોડ અને ડીબીએસનું 243 કરોડનું દેવું છે. બાબા રામદેવની કંપની પતંજલિ કર્સોટીયમ એક્વિઝિશન પ્રા.લિ.એ દેવામાં ડુબેલી રૂચી સોયાને ખરીદવા માટે 4325 કરોડની બોલી લગાવી હતી. પતંજલિને બીડ વખતે ભંડોળની વ્યવસ્થા કરવાની હતી સરકારી બેંકના અધિકારીના કહેવા પ્રમાણે, ‘આ સોદા માટે એસબીઆઇ અન્ય બેન્કોને લોન દબાણ કરી શકશે નહીં. આ વ્યાપારીક નિર્ણય છે. દરેક બેંક તેના હિતો નક્કી કરશે. એ દિવસો ગયા જ્યારે અન્ય બેન્કો એસબીઆઈ જેવી લીડ બેન્કોને જોઈને નિર્ણય લેતી અને લોન આપતી. હવે દરેક બેન્ક પોતાનો નિર્ણય લઈ રહ્યા છે. પતંજલિએ રૂચિ સોયાને બીડ આપતી વખતે જ ભંડોળની વ્યવસ્થા કરવાની હતી, પરંતુ તેમણે તે કર્યું નહીં. જો આ સોદા પર વાટાઘાટો કરવામાં નહીં આવે, તો બેન્કો કંપની દ્વારા આપવામાં આવેલી બાંયધરી પર ફરી વિચારી કરી શકે છે.