છેલ્લા સાડા ત્રણ વર્ષથી પાટીદાર સમાજને શિક્ષણ અને સરકારી નોકરીમાં થઇ રહેલા અન્યાય સામે અનામત આંદોલન ની લડત લડી રહેલ છે. 25 ઓગસ્ટ 2015ના રોજ રાત્રે ગાંધીચિંધ્યા માર્ગે ધરણા પર બેઠેલ પાટીદારો ઉપર ભાજપ સરકારે અંધારું કરીને અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવેલો અને બીજા દિવસે પાટીદારો ઉપર પોલીસ દ્વારા ગોળીબાર કરેલો અને તેમાં 9 યુવાનોના મૃત્યુ થયેલા હતા. સરકાર સાથે અવારનવાર ન્યાયિક તપાસની રજૂઆત કરેલી હતી. 2017ની વિધાનસભા પૂર્વે સરકારે પાટીદારોની નારાજગી ન વહોરવી પડે તે હેતુથી તટસ્થ ન્યાયિક તપાસ પંચ નીમવાનું સરકારે વચન આપેલું હતું.
ત્યારબાદ સરકાર દ્વારા પોલીસ દમન અંગે ન્યાયિક તપાસ માટે હાઈકોર્ટના રીટાયર્ડ જજ કે.એ.પુજને તપાસ પંચના અધ્યક્ષ નિમેલ છે. પરંતુ અમે અન્યાય નિવારણ સમિતિ દ્વારા તપાસપંચના આયોગના અધ્યક્ષ નામદાર ન્યાયમૂર્તિ કે.એ.પુજ ની નિમણુંક અંગે નીચેના કારણોસર પ્રશ્ન ઉઠાવીએ છીએ.
નામદાર ન્યાયમૂર્તિ કે.એ.પુજ વિરુદ્ધ
૧) અમદાવાદ ગ્રામ્ય કોર્ટ માં ફોજદારી કેસો પડેલા હોય,
૨) હાઈકોર્ટ ની અવમાનનાનો કેસ પડેલ હોય,
૩) ફોજદારી કાર્યવાહી કરવા રાષ્ટ્રપતિની પરવાનગી માંગેલ હોય,
૪) તેઓ વિરુદ્ધ સી.બી.આઈ.કોર્ટમાં તપાસ ની માગણી કરેલ હોય.
તો આવા અગત્યના અને ગંભીર તપાસપંચ ના અધ્યક્ષ સ્થાને તેમની નિમણુંક કરવી કેટલા અંશે યોગ્ય ગણાય? જાણીતા એડવોકેટ દેવેશભાઈ ભટ્ટ દ્વારા ગુજરાત લોકાયુક્ત સમક્ષ ફરિયાદ કરીને આ બાબાતે સરકારની નિષ્ક્રિયતા માટે સરકારને જવાબદાર બનાવવાની ફરિયાદ કરેલી છે. અન્યાય નિવારણ સમિતિએ આ ફરિયાદમાં પક્ષકાર તરીકે જોડાવ્વા ગુજરાત લોકાયુક્તને અરજી કરેલી છે.
સમિતિએ એક સોગંધનામુ કરીને લોકાયુક્ત સમક્ષ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ન્યાયમૂર્તિ કે.એ.પુજને તપાસનું કામ સ્થગિત કરવા વિનંતી કરેલ છે. તેમ પાસના આગેવાનો અતુલ જે.પટેલ, પીયુષ એસ.પટેલ તથા રૂપેશ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
આ શિવાય પાટીદારોની ધાર્મિક તથા સામાજિક સંસ્થાઓએ પાટીદાર સમાજ અને ખેડૂતો ના દેવામાફી માટે સરકારને રજૂઆત કરવા વચન આપેલું હતુ અને આમરણાંત ઉપવાસ પર બેઠેલા આંદોલનકારીઓને પારણા કરાવેલા હતા. રાજદ્રોહમાં અલ્પેશ કથીરિયા જેલમાંથી મુક્ત કરવા મધ્યસ્થી બની સરકારને વિનંતી કરવા વચન આપેલ. પરંતુ આજ દિન સુધી કોઈ નિવારણ આવેલુ નથી.
ઉપરથી બીજા યુવાનોને જેલમાં પુરાવામાં આવેલા છે.
1) ભરત કાકડિયા
2)પાર્થ બાલધા
૩) યોગેશ બેલડીયા
4) હિરેન નાકરાણી
5)ઝાકીર શેખ
6) સૌરભ હિરાણી સહીતના યુવાનોને જેલમાં પુરેલ છે.
મધ્યસ્થીઓને અને સરકારને વિનંતી કે યોગ્ય પગલા લે, નહી તો ગાંધી ચિંધ્યા માર્ગે જંતર મંતર ખાતે આંદોલન લઇ જવામાં આવશે., કારણ કે ગુજરાતમાં ગાંધી માર્ગે ચાલનાર ને કોઈ સ્થાન નથી.
તેમ અતુલ પટેલ (પૂર્વ પાસ કન્વીનર) , રૂપેશ પટેલ, અને ભાવિન પટેલે જણાવ્યું હતું.