ભાજપના દેખાડવાના દાંત – દરેકને કામ, કૃષિ કલ્યાણ, પર્યાવરણ બચાવો એક પણ સિદ્ધ નહીં થાય

રાજયના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઇ પટલ વિધાનસભા ખાતે વર્ષ ૨૦૧૯-૨૦નુ અંદાજપત્ર રજૂ કરાય
¤ પાણીદાર બજેટ જળ સંચય અભિયાન, પાણી બચાવો અભિયાન માટે વોટર ગ્રીડ યોજના ૧૩ હજાર ગામોને પાણી
¤ નળથી પાણી યોજના હેઠળ ૨૦૨૦ સુધી નળ દ્વારા શુધ્ધ પીવાનુ પાણી તમામ વિસ્તારને પહોચાડશુ 20 હજાર કરોડ ખર્ચાશે: 4500 કરોડની જોગવાઇ
¤ દરિયાકાઠા મા 8 ડીસેલીનેશન પ્લાન્ટ સ્થપાશે ગંદા પાણીને ટ્રીટ કરીને પુનઃઉપયોગ 300એમ.એલ.ડી ના પ્રોજેકટ સ્થપાશે
¤ માઇક્રો ઈરીગેશન વ્યાપ વધારાશે 18 લાખ હેકટર વિસ્તાર આવરી લેવાશે ૧૧.૩૪ લાખ ખેડૂતોને લાભ
*ગ્રીન એન્ડ કલીન એનર્જી*
¤ ગુજરાત રીન્યુએબલ એનર્જી સ્થાપિત કરવા ૨૦૨૨ સુધીમા 30 હજાર મેગાવોટ લઇ જવાશે
¤ નવી સોલર રૂફટોપ યોજના જાહેરઃ 3 કિલોવોટ નો પ્લાન્ટ બેસાડનાર પરિવારને 40ટકા સબસીડી, 3 થી 10 ટકા માટે 20 ટકા સબસીડી રૂ.1000 કરોડની જોગવાઇ:2 લાખ પરિવારોને લાભ
*પર્યાવરણના જતન સાથે વિકાસ*
¤ઉધ્યોગોના પ્રદુષિત પાણીને શુધ્ધ કરી તે પાણી ઉડા દરિયામા નિકાલ માટે પીપીપી ધોરણે પાઇપ લાઇન માટે2275 કરોડ ખર્ચાશે આ વર્ષે 500 કરોડની જોગવાઈ
*જગતના તાત પડખે સરકાર*
¤આવતી અષાઢી બીજ સુધીમા પડતર 1.25 લાખ કિસાનોને નવા વીજ કનેકશન અપાશે
¤માછીમારોની આવક બમણી કરાશે
*હર હાથ કો કામ*
¤ આગામી 3 વર્ષમા નવા 60 હજાર કર્મચારીઓની ભરતી કરાશે
‍¤ નવા70 હજાર  સખી મંડળો નિર્માણ કરાશે 700 કરોડ ધિરાણ અપાશે
¤ મુખ્યમંત્રી એપ્રેન્ટીશીપ યોજના સહિત વિવીધ રોજગાર યોજનાઓનો 15  લાખ યુવાનોને લાભઃ આગામી 3 વર્ષમા મુદ્રા યોજના  હેઠળ 50 લાખ લાભાર્થીઓને લાભ
¤ છેલ્લા સોળ વર્ષમા એક પણ વાર ઓવર ડ્રાફટ લીધો નથી
¤  7 મુ અંદાજ પત્ર 2,04,815 કરોડનુ બજેટ
*કૃષિ ખેડૂત કલ્યાણ*
¤ ખેડુત યોજનાના અમલ ભાટે 2771 નવી જગ્યાઓ ભરાશે: આ વર્ષે 1121 ભરાશે
¤ ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકા દરે પાક ધિરાણ ખેડૂત વ્યાજ સહાય આપવા રૂ 952 કરોડની જોગવાઇ
¤ પ્રધાન મત્રી ફસલ વીમા યોજના હેઠળ 18 લાખ ખેડૂતૉ ને આવરી લેવાશે: 1073 કરોડની જોગવાઇ
¤રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે 299 કરોડ, ફાર્મ મીકેનાઇઝેશન માટે 235 કરોડ, ફુડ પ્રોસેસીગ માટે 34 કરોડ
¤ રાસા.ખાતર માટે 25 કરોડ, સેટેલાઇટ ઇમેજ ડ્રોન ફોટોગ્રાફી માટે 25 કરોડ
¤ બાગાયત વિકાસ માટે સેન્ટર ઓફ એકસેલન્સ માટે 8 કરોડ
¤ પશુપાલન4000 ડેરી ફાર્મ સ્થાપવા 134 કરોડની જોગવાઇ, 460 ફરતા પશુ દવાખાના માટે 47 કરોડ, મુખ્યમંત્રી નિશુલ્ક પશુ સારવાર યોજના માટે 28 કરોડ
¤ ડેરી વિકાસ પશુ પાલકોને સાધન સહાય માટે 36 કરોડ, ગૌ સેવા વિકાસ માટે 38 કરોડ
¤ સહકાર કિસાન કલ્પ વૃક્ષ યોજના માટે 33 કરોડ, ગોડાઉન બાધકામ માટે 11 કરોડ
¤ મત્સ્યોદ્યોગ માગરોળ, નવાબંદર, વેરાવળ, માઢવાડ, પોરબંદર, સૂત્રાપાડા મત્સ્ય બંદર વિકાસ માટે 210 કરોડ
¤ફીશીગ બોટ ડીઝલ વપરાશ માટે વેટ સહાય આપવા 150 કરોડ, કેરોસીન સહાય માટે 18 કરોડ
¤ નર્મદાના કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈને આગામી અષાઢી બીજથી ખેતી માટે પાણી અપાશે -નાયબ મુખ્યમંત્રી
શ્રીનીતિનભાઈ  પટેલ
 નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અંદાજપત્ર  રજુ કરતા  વિધાનસભા ગૃહમાં  જાહેરાત કરી હતી કે, નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોની માંગણીને ધ્યાને લઈને આ વિસ્તારમાં કૃષિ સિંચાઈ માટે  આગામી અષાઢી બીજ એટલે કે રથયાત્રાના દિવસથી નર્મદાનું પાણી આપવામાં આવશે.
 નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્યશ્રીઓ અને ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈને રાજ્ય સરકાર  દ્વારા ખેડૂતોના  હિતમાં પાણી છોડવાનો  આ નિર્ણય કરવામાં આવ્યો છે  તેમ નાયબ મુખ્યમંત્રીશ્રી અને નર્મદા મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે વિધાનસભાગૃહમાં  જણાવ્યું હતું.
*જળ સંપત્તિ*
¤જળ સંપત્તિ માટે 7157 કરોડઃ બંધ જાળવણી, નહેર માળખા સુધારણા, સહબાગી સિચાઇ યોજના માટે
¤સૌની યોજના ત્રીજા તબક્કાના 2258 કરોડના કામો પ્રગતિમા: 1880કરોડની જોગવાઇ
¤ થરાદ થી સીપુ ડેમ પાઇપ લાઇન માટે 100 કરોડ , 6000 ગામોને લાભ
¤ આદિજાતિ વિસ્તારમા  27600 વિસ્તાર સિચાઇ માટે 962 કરોડ, તાપી કરજણ લીક પાઇપલાઇન માટે 720 કરોડ, અંબીકા નદી પર રીચાર્જ પ્રોજેકટ માટે 372 કરોડ,
¤ સુરત જિલ્લા ના 23 હજાર ખેડૂતો માટે 245 કરોડ, કરજણ જળાશય માટે 220 કરોઠ, કડાણા જળાશય માટે 380 કરોડ,