મગફળી કૌભાંડમાં 6 દિવસ વિતવા છતાંય કોઇ કાર્યવાહી નહીં, ભાજપની વિજય રૂપાણીની સરકાર આ કૌભાંડને દબાવવા માંગે છે. કૃષિ પ્રધાન રણછોડ ફળદુ મગફળી કૌભાંડ અંગે કંઈ કરવા તૈયાર નથી. જે બતાવે છે કે, 3500 કરોડના મગફળી કૌભાંડમાં ભાજપના નેતાઓ બચાવ કરે છે. તેથી ખેડૂતોએ નનામી કાઢીને સરકારને મૃત્યુ જાહેર કરી છે.
વર્ષ 2017-18માં રાજ્ય સરકાર -કેન્દ્ર સરકાર દ્વારા નાફેડના માધ્યમથી રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ (ગુજકોટ, ગુજકો માર્શોલ, બનાસડેરી, સાબરડેરી વગેરે) દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી સહકારી મંડળી દ્વારા ખેડૂતો પાસેથી બધા જ નિતિ નિયમ નુ પાલન કરી ગુણવત્તા સભર મગફળીની ખરીદી કરવામા આવી હતી ખેડુતો પાસેથી ખરીદાયેલી સોના જેવી મગફળી માં ધુળ, ઢેફા, કાંકરા, ફોફા, કાંધુ, પથ્થર ભેળવી સરકારના રાજ્ય વખાર નિગમ હસ્તકની વખારો માં જથ્થાને સંગ્રહ કરવામાં આવ્યો હતો 2017-18 માં જ કોંગ્રેસ પક્ષ દ્વારા આ કૌભાંડ બહાર લાવવા માં આવ્યુ હતુ પરંતુ રાજ્ય સરકારે સતાના જોર આ કૌભાંડ દબાવવા પ્રયાસો કર્યા હતા
ગાંધીધામ સ્થિતિ કિરણ એચ પુંજ કંપની ના વિનાયક 3 ગોડાઉન પર કિસાન કોંગ્રેસ, સૌરાષ્ટ્ર માર્કેટીંગ યાર્ડ વેપારી એસોસીએશન, ખેડુત આગેવાનો દ્વારા જાહેર માધ્યમોને સાથે રાખી ગત શુક્રવાર 21/06/2019 ના રોજ જનતા રેડ કરવામાં આવી હતી ત્યારે તે ગોડાઉન માં પડેલી બધી જ ગુણીઓમાં મગફળી સાથે ધુળ, ઢેફા, કાંકરા, ફોફા કાંધુ, પથ્થર હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો
શુક્રવારે સાંજે ના સમયે જ આ કૌભાંડ બાબતે અંજાર પ્રાંત અધિકારીને ટેલિફોનીક જાણ કરવામા આવી હતી સનિવારે ગાંધીધામ બી. ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીએ શનિવારે કહ્યુ કે આ બાબતે તપાસનો આદેશ આપ્યો છે, પોલીસ ફરિયાદ નોંધાઇ ગઈ છે, કૃષિમંત્રી શ્રી કહે છે અમારી જવાબદારી જ નથી આ નાફેડની જવાબદારી છે ત્યારે પ્રશ્ન એ છે કે આ જનતાના નાણાનો દુરૃપયોગ થયો છે જવાબદારી રાજ્ય સરકારની હોય કે કેન્દ્ર સરકારની હોય કે કોઈ પણ એજન્સીઓની હોય છેલ્લે કોઈ એ તો જવાબદારી લેવી જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ પરંતુ દુઃખની વાત એ છે કે જીલ્લા તંત્ર દ્વારા, સરકાર દ્વારા કે નાફેડ દ્વારા આજે 6 દિવસ પુરા થવા છતાંય કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી કાર્યવાહી ના નામે ગોડાઉનમાં માત્ર તાળુ મારવા માં આવ્યુ છે
આટલા ગંભીર મુદ્દે રાજ્ય સરકાર દ્વારા છ – છ દિવસ વિતવા છતાં કોઈ નક્કર પગલા ભરવાની વાત તો દુર રહી કોઈ પણ અધિકારી દ્વારા કાયદેસર કાર્યવાહી કરવાની બાહેંધરી પણ આપવામાં આવતી ન કોંગ્રેસ દ્વારા આજે જયુબિલી ચોક ભુજ ખાતે થી કલેક્ટર કચેરી સુધી મગફળીની નનામી કાઢી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો
અધિક કલેક્ટર દ્વારા કોઈ જ નકકર જવાબ ન અપાતા તેમની કચેરીમાં જ બેસી જઈ રામધુન બોલાવી વિરોધ કરવામા આવ્યો હતો.






