યારશાગુંબા જડીબુટ્ટી કીડા પર ઊગે છે

હિમાલયના ઊંચાઈ વાળા વિસ્તારોમાં એક અમૂલ્ય જડીબુટ્ટી મળે છે જેનું નામ છે યારશાગુંબા જેનો ઊપયોગ ભારતમાં તો નથી થતો પરંતુ પાડોશી દેશ ચીનમાં તેનો ઊપયોગ પ્રાકૃતિક સ્ટીરોયડના રૂપે કરવામાં આવે છે. શક્તિ વધારવાની તેની અનોખી ક્ષમતાને કારણે ચીનમાં આ જડીબુટ્ટી ખેલાડીઓને ખાસ કરીને એથલીટોને દેવામાં આવે છે. પિથોરાગઢ અને ધારચૂલાના વિસ્તારોના લોકો મોટા પ્રમાણમાં તેની તસ્કરી કરી ચીનમાં વેંચી રહ્યા છે, કારણ કે ચીનમાં આ જડીબુટ્ટીની કિંમત ખૂબ વધારે છે. આ પ્રકારની જડીબુટ્ટીના વ્યાપારમાં સામેલ લોકો વચ્ચે લોહીયાળ સંઘર્ષ હોવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે અને કુમાઊંમાં હત્યાના બે કેસ દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે આવા છુપા વ્યાપારની ખબર સરકાર અને વૈજ્ઞાનિકોના કાને પડી ત્યારે બધાં જાગ્યા અને નિક્ળી પડ્યા બરફથી છવાયેલ ચોટીયોંની તરફ. જેને ગુજરાતના બહુવર્ષા વિસ્તારોમાં ઉગાડી શકાય તેમ છે કે કેમ તેની ચકાસણી કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહી છે.

કીડાજડી : 3500 મીટરની ઊંચાઈવાળા વિસ્તારોમાં જોવા મળે છે

સામાન્ય રીતે સમજીએ તો આ એ પ્રકારની જંગલી મશરૂમ છે જે ખાસ કીડાના કૈટરપિલર્સને મારી તેની ઊપર સ્થાયી થાય છે. આ જડીનું વૈજ્ઞાનિક નામ છે કાર્ડિસેપ્સ સાઈનેસિસ અને જે કીડા પર ઊગે છે તેનું નામ છે હૈપિલસ ફૈબ્રિક્સ. સ્થાનિક લોકો તેને કીડાજડી કહે છે. અને ચીન-તિબેટમાં યારશાગુંબા તરીકે ઓળખવામાં આવે છે. દહેરાદૂનમાં આવેલ ભારતીય વન અનુસંધાન સંસ્થા અને એફઆરઆઈની ટીમ તાજેતરમાં જ એક અભ્યાસ કરી પાછી ફરી છે. એફઆરઆઈ ખાતેના ફોરેસ્ટ પેથોલોજી વિભાગના વડા ડૉ.નિર્મલ સુધીર હર્ષે કહ્યું કે,આ જડીબુટ્ટી 3500 મીટરની ઊંચાઈવાળા વિસ્તારોમાં જોવા મળે છે કે જ્યાં ઝાડ ઉગવાના બંધ થઈ જાય છે. મે થી જુલાઈમાં જ્યારે બરફ પીગળે છે ત્યારે તેનું વૃદ્ધિ ચક્ર શરૂ થાય છે.

કરામાતી બુટ્ટીને ઓળખવી ખૂબ જ મુશ્કેલ

કરામાતી બુટ્ટી શોધવી સરળ નથી. એફઆરઆઈની ટીમએ તેના માટે દુર્ગમ વિસ્તારોને ઓળખી કાઢ્યા છે અને તેના સંશોધન સહયોગી કુમાર ખનેજાએ પોતાનો અનુભવ બતાવતા કહ્યું કે, ”ધારચુલાથી 10-દિવસની મુસાફરી પછી, અમે ખુબ મુશ્કેલીથી ત્યાં પહોંચ્યા પરંતુ સ્થાનિક લોકોએ ત્યાં પહેલેથી જમાવડો કરી રાખ્યો હતો. તે લાવવા માટે તેવા લોકોને મોકલવામાં આવે છે કે જેની નજરતીક્ષ્ણ હોય કારણ કે તે નરમ ઘાસની અંદર છુપાયેલું હોય છે અને તેને ઓળખવું ખૂબ જ મુશ્કેલ હોય છે.”

ડોપિંગ પરીક્ષણોમાં તેઓ પકડાતા નથી

વનસ્પતિશાસ્ત્રી ડૉ.એએન શુક્લા કહે છે કે આ ફૂગમાં પ્રોટીન, પેપટાઈસ, એમિનો એસિડ, વિટામીન બી-1,બી-2 અને બી-12 જેવાં પોષકતત્વો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. તેઓ તાત્કાલીક તાકાત આપે છે અને ખેલાડીઓ પર કરવામાં આવતા ડોપિંગ પરીક્ષણોમાં તેઓ પકડાતા નથી.ચીની-તિબેટી પરંપરાગત દવાઓમાં તેના અન્ય ઉપયોગો પણ કરે છે. દેહરાદૂનના બૌદ્ધ મઠના પુજારી પ્રેમા લામા કહે છે કે, “ફેફસાં અને કિડનીની સારવારમાં તેને જીવન બચાવવાની દવા માનવામાં આવે છે.”

હિમાલયની જૈવવિવિધતાને નુકસાન

કીડાજડીથી યોન ઊત્તેજના વધારવાના ટોનિક પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેની માંગ ખૂબ વધારે છે. આ બધાં કારણોને કારણે તેનો છુપો વ્યવસાય થઈ રહ્યો છે. ઉત્તરાખંડના મુખ્ય વન સંરક્ષક એસએસ રાવતે કહ્યું કે, તેના વ્યવસાયને કાયદેસર બનાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જંગલ વિભાગ પોતે તેનો સંગ્રહ કરશે, પરંતુ તેમાં એટલા પૈસા શામેલ છે કે જેને કારણે ગેરકાયદેસર સંગ્રહ અને દાણચોરી થઈ રહી છે. બીજી તરફ વૈજ્ઞાનિકો અને પર્યાવરણવાદીઓની ચિંતા એ છે કે તે કાયદેસર હોય કે ગેરકાયદેસર પણ તેનો અનિશ્ચિત ઊપયોગને કારણે હિમાલયની જૈવવિવિધતાને નુકસાન થઈ રહ્યું છે.