નવી દિલ્હી, ભારતીય રેલવે ટુંક સમયમાં જ રેલવે ટ્રેક ઉપર નજર રાખવા માટે ડ્રોનની મદદ લે તેવી શક્યતા છે. યાત્રીઓની સુરક્ષાને વધારવા અને ટ્રેનોમાં હુમલાને રોકવા એક દરખાસ્ત રજુ કરી દેવાઈ છે. ટેલિકોમ ઈન્ડસ્ટ્રી અને રેલવેની નવી પહેલ હેઠળ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (રૂરકી) દ્વારા આ વિશેષ પ્રકારના ડ્રોન વિકસિત કરવામાં આવ્યા છે જેના ટ્રેકની આસપાસ નજર રાખવા માટે પરિક્ષણ કરવામાં આવી રહ્યા છે.
ટેકનોલોજી ડેલવપમેન્ટ રૂરકી દ્વારા નવી પહેલ કરવામાં આવી રહી છે. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીના અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક તબક્કામાં કામગીરી ચાલી રહી છે. ટ્રેક ઉપર નજર રાખવા માટે પાયલોટ પ્રોજેક્ટ સૌથી પહેલા ઉત્તરાખંડમાં અમલી કરવામાં આવી રહ્યો છે. રેલ ટેલ કોર્પોરેશન જે રેલવેના એક ભાગ તરીકે છે. આઈઆઈટી રૂરકી દ્વારા રેલવે ટ્રેક ઉપર આ ડ્રોન મારફતે નજર રાખવાની પ્રક્રિયા સફળ રહ્યા બાદ પ્રોજેક્ટના આગામી તબક્કાના ભાગરૂપે આ પ્રકારના સાધનોનો ઉપયોગ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે પણ કરવામાં આવનાર છે.
આઈઆઈટી રૂરકીના કહેવા મુજબ યુએવી આધારિત આ મોનિટર સિસ્ટમ ખર્ચને લઈને પણ અસરકાર રહેશે. સરળતાથી તેનો ઉપયોગ કરી શકાશે. સિસ્ટમના લીધે ડ્રોનનો ઉપયોગ થઈ શકશે. આ ડ્રોન વીડિયોની સાથે સાથે ફોટા પણ પાડી શકશે.