રેલવેને પ્લેટફોર્મ ટિકિટથી ૧૩૯ કરોડની કમાણી

ભારતીય રેલવે તેની આરામદાયક મુસાફરી નહિ પરંતુ, ચોતરફ મળતી સેવાને કારણે પ્રખ્યાત છે. દેશના ખૂણે-ખૂણે રેલવેનો વ્યાપ છે. રેલવેના ખાનગીકરણ પર સરકાર હાલ ભાર મુકી રહી છે.

રેલવે એ ગત નાણાંકીય વર્ષમાં માત્ર પ્લેટફોર્મ ટીકિટને કારણે જ ૧૩૯ કરોડની આવક રળી છે. રેલવે મંત્રાલયે સંસદ ના શિયાળુ સત્રમાં માહિતી આપતા કહ્યું કે વર્ષ ૨૦૧૮-૧૯માં રેલવેને પ્લેટફોર્મ ટીકિટને કારણે ૧૩૯.૨૦ કરોડ રૂપિયા ની આવક થઈ છે. રૂ વર્ષે સપ્ટેમ્બર માસ સુધીમા આ આંકડો ૭૮.૫૦ કરોડ રૂપિયાને પાર પહોંચ્યો છે.

રેલવે મંત્રી પીયૂષ ગોયલે લોકસભામાં સવાલનો જવાબ આપતા આ માહિતી આપી હતી. પ્લેટફોર્મ ટીકિટ સિવાય પ્લેટફોર્મ પરની એડવર્ટાઈઝમેન્ટ અને દુકાનના ભાડા પેટે પણ ૨૩૦.૪૭ કરોડ મેળવ્યા છે.