લંડનમાં પાકિસ્તાનના નેતાઓ પર ઇંડા અને ચપ્પલનો વરસાદ, કાશ્મીર મામલે ઉશ્કેરણી કરવા ગયા હતા

કાશ્મીર મામલે લંડનમાં વિરોધ પ્રદર્શન કરવા ગયેલા અને લોકોની ઉશ્કેરણી કરવા ગયેલા પાકિસ્તાનના નેતાઓ પર ઇંડા અને ચપ્પલ ફેંકવામા આવ્યાં છે, આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનના નેતાઓ ભારતને બદનામ કરવા તમામ પ્રકારના પ્રયાસ કરી રહ્યાં છે, લંડનમાં ભારતીય દૂતાવાસ બહાર પણ હુમલો કરવામાં આવ્યો હતો, પાકિસ્તાનના કેટલાક નેતાઓ લંડન પહોંચીને કાશ્મીરીઓ અને પાકિસ્તાની લોકોને ઉશ્કેરી રહ્યાં છે, તેઓ જ્યારે ભારત વિરોધી પ્રદર્શનમાં ભાગે લેવા પહોંચ્યાં હતા, ત્યારે જ તેમના ઉપર ઇંડા અને ચપ્પલ ફેંકવામાં આવ્યાં હતા, આ કામ કરનારા લોકોનું કહેવું છે કે પાકિસ્તાન કાશ્મીરના લોકોના નામે દુનિયામાં અશાંતિ ઉભી કરવા માંગ છે અને તેમના નેતાઓ આ ગોળકધંધા કરી રહ્યાં છે, જેથી અને તેમનો વિરોધ કરીએ છીએ.

અલગાવવાદી યાસીન મલિકની જમ્મૂ-કાશ્મીર લિબ્રેશન ફ્રંટ પાર્ટી દ્રારા લંડનમાં કાશ્મીર ફ્રીડમ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 10 હજાર કાશ્મીરીઓ, બ્રિટિશ પાકિસ્તાની અને ખાલિસ્તાન સમર્થક શિખોએ ભાગ લઇને ભારત સામે વિરોધ દર્શાવ્યો હતો. જેમાં ભાષણ કરવા આવેલા પાક.ના નેતાઓનો કાશ્મીરીઓએ જ ઇંડા અને ચપ્પલ ફેંકીને વિરોધ કર્યો હતો. જેમાં ઇમરાન ખાન સરકારના સુલ્તાન મહબૂબ ચૌધરીએ ત્યાંથી ભાગવું પડ્યું હતુ, તેઓ પીઓકેમાં તહરિક-એ-ઇન્સાન પાર્ટીના અધ્યક્ષ છે, તેમની સાથે આવેલા રાજા ફારૂક હૈદર અને શાહ ગુલામ કાદિરને પણ લોકોએ ચપ્પલ અને ઇંડા માર્યા હતા.