મરી મસાલામાં 28 ટકા હિસ્સો સૂકા મરચાનો છે. જેની કિંમત દેશમાં રૂ.2400 કરોડ થવા જાય છે. જેમાં દર વર્ષે 100 કરોડનો વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં 2013-14માં રૂ.738 કરોડનું મરચું થયું હતું. જે આજે રૂ.950 કરોડની આસપાસ હોઈ શકે છે. મરચું પકવવામાં ગુજરાતનો ક્રમ 7મો આવે છે. શિયાળો આવતાંની સાથે જ મોળા અને સ્વાદ ધરાવતાં વઢવાણી મરચાની મોસમ શરૂ થઈ છે.
ગુજરાતમાં આઝાદી સમયે 11700 હેક્ટરમાં 5400 મે.ટન થતી હતી. એક હેક્ટરે ઉત્પાદન 462 કિલો હતું. 1954-55માં 24000 હેક્ટરમાં 7700 ટન મરચા પાક્યા હતા અને 321 કિલો એક હેક્ટરે ઉત્પાદન હતું. જે 1998-98માં 27800 હેક્ટર હતું. 32700 ટન મરચા પેદા થવા લાગ્યા હતા. એક હેક્ટરે સરેરાશ ઉત્પાદન 1176 કિલો પર આવીને ઊભી હતી. જે ગુજરાતે કૃષિ ક્ષેત્રે કરેલી એક ક્રાંતિ હતી.
મચરાની ખેતીમાં વળાંક 2004-2005થી આવ્યો હતો. વાવેતર વિસ્તાર સાવ તળીએ 6400 હેક્ટર અને 5700 મે.ટન ઉત્પાદન થઈ ગયું હતું. ઉત્પાદકતા 891 કિલો થઈ હતી.
ત્યારથી ગુજરાતમાં પડતી થઈ હતી. વાવેતર, ઉત્પાદન અને ઉત્પાદકતા સતત નીચે આવી રહી છે. આજે માંડ 7000 હેક્ટરમાં વાવેતર થાય છે.
મરીમસાલાનું કૂલ 2.58 લાખ હેક્ટરમાં 3.63 મે.ટન ઉત્પાદન થાય છે. જેમાં હવે મરચાનો હિસ્સો ઘટી ગયો છે.
પણ, સુરેન્દ્રનગરના મરચાં આજે અવ્વલ છે.
સુરેન્દ્રનગરનામાં ચૂડાના લાલ અને વઢવાણના લીલા મરચા દેશ-વિદેશમાં ખવાય છે. વઢવાણી લીલામરચાની ભારે બોલબાલા રહી છે. વઢવાણ પંથકમાં વઢવાણી મરચાના વાવેતરમાં આ વર્ષે હવામાનની પ્રતિકૂળને લીધે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. હવામાન પ્રતિકૂળ રહેતા મરચાના પાકને અસર થઇ છે. સતત વાતાવરણ પલટાતા છોડ પર મરચાનું ઉત્પાદન ઘટી ગયું છે. અહીં 25થી 200 રૂપિયા સુધી ઘણી વખત મરચાનો ભાવ પહોંચી જાય છે. ઘણી વખત આગોતરા ભાવો આપીને ખરીદી કરવામાં આવે છે.
સુરેન્દ્રનગર બાદ હવે આણંદ-ખેડા-નડિયાદમાં વઢવાણી મરચું સારા પ્રમાણમાં થવા લાગ્યું છે. ખેડાના હાથજના ગામના વઢવાણી મરચા સ્વાદ માટે સારા છે. 60થી 70 દિવસે મરચાનો પાક ઉતરે છે. જુલાઈ સુધી મરચાનું ઉત્પાદન મેળવી શકાય છે. ખેડામાં ખેડૂતોને ખર્ચના અડધો નફો મળે છે. એક વીઘામાં 30 મજૂર નભે છે.
મરચાની રાજધાની તરીકે જાણીતાં વઢવાણ તાલુકામાં સારું એવું વાવેતર થાય છે. ચુડા તાલુકામાં વધારે વાવેતર, ઉત્પાદન, ઉત્પાદકતા અને સોડમ સારી છે. મોહસીન નામના સુરેન્દ્રનગરના યુવાન કહે છે – ‘ અમારું વઢવાણી મરચું તીખું નહીં પણ મોળું હોય છે. બીજે જ્યાં આ પ્રકારનું મરચું મળે છે તે દેખાવમાં તો અસ્સલ આવું જ હોય છે, પણ તે તીખું હોય છે.’
વઢવાણી મરચું રોજ ખાઇ શકાય છે, તેથી તે બાર માસી છે. મોળાશના કારણે તે શરીર માટે નુકશાનકર્તા નથી. વઢવાણી મરચાંના અથાણાં સારા બને છે. તેથી વિદેશમાં સારી માંગ રહે છે. લોહીને પાતળું કરવામાં મરચું સહાય કરે છે. દળદાર તીખાશ વગરનાં વઢવાણી મરચાં ગુજરાતમાં વધું ખવાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં.
સિમલા મિરચાની અવેજીમાં તે વાપરી શકાય છે, તેનું કદ, તેની બાહ્ય આવરણની મજબૂતી તેને અનોખું બનાવી મૂકે છે. આસામમાં થતું મરચું વધુ તીખું હોય છે. અનેક વિસ્તારોમાં તીખું મરચું વધુ લોકપ્રિય હોય છે. સિમલા, આંધ્ર, રાજપીપળાનું એક ઈંચનું મરચું. સફેદ રંગનું મરચું, છોડ ઉપર જ સફેદ રંગનાં મરચાં બેસે છે. આ મરચું અતિ તીખું હોય છે.
સતત બદલાતા હવામાનને લીધે વઢવાણી લીલા મરચાના ઓછા ઉત્પાદનની દહેશત હંમેશ રહે છે.