ડોક્ટરના શારીરિક સંબંધોની 40 વીડિયો મળી આવી

દરમિયાન, સારવારના બહાને મહિલાઓનુ શારીરીક શોષણ કરનાર મહેન્દ્ર મોદી તેનો પુત્ર અને કમ્પાઉન્ડરનો પોલીસે મોબાઇલ કબ્જે કરી સાયબર ક્રાઇમની મદદથી તપાસ હાથ ધરી છે. ત્યારે દવાખાનામા લાગેલા સીસીટીવી કેમેરા અને મોબાઇલની તપાસમાં બિન સત્તાવાર રીતે પોલીસને 30થી વધુ બિભત્સ ક્લિપિંગો મળી આવી છે. હાલના તબક્કે ભોગ બનેલીબે અલગ અલગ સમાજની 4 મહિલાઓ સામે આવી છે. પોલીસે ભોગ બનેલી મહિલાઓને ફરિયાદ માટે આગળ આવવા અપીલ કરી છે.
સમીના ડોક્ટર મહેન્દ્ર મોદી છેલ્લા 30 વર્ષથી સમી બજારમાં ચાર રસ્તા પાસે દવાખાનું ચલાવતાં ડોક્ટરે હેવાનિયતની હદ વટાવી હતી. દવાખાને સારવાર માટે આવતી મહિલાઓના ચેકઅપના બહાને તેમની સાથે શારીરિક સંબંધો બાંધીને મોબાઇલમાં વીડિયો ઉતારતો હોવાનો સામે આવ્યું છે. ડોક્ટરના ઉતારેલા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં લોકોએ હોસ્પિટલ જઈ માર માર્યો હતો.
તબીબ કે સેક્સ મેનિયાક
ડૉ. મહેન્દ્ર મોદી બીએએમએસની ડિગ્રી ધરાવતો હોવા છતાં એલોપેથી સારવાર કરતો હતો અને કેસ કાઢવાના રૂ.20 લેતો આ તબીબ 70 ટકા ગાયનેક કેસ જ જોતો હતો. જાણવા મળ્યા મુજબ સમીમાં 40 વર્ષથી દવાખાનુ ધરાવતા મહેન્દ્ર મોદીએ આઇટીઆઇમાં મિકેનિકલનું ભણેલા રખડતા પુત્રને તબીબી ટ્રીકો શિખવી તબીબ બનાવી દીધો હતો અને તે જ મોટેભાગે દવાખાનું ચલાવતો હતો. જ્યારે મહેન્દ્ર મોદી શનિ અને રવિવારે જ આવતો હતો. મહેન્દ્રનું બીજુ દવાખાનું મહેસાણામાં ડીમાર્ટની બાજુમાં છે તેનો દીકરો ડિગ્રી વગર દર્દીઓને દવા આપતો હતો.
ક્લિનિકના બોર્ડ પર ફિજિશિયન એન્ડ સર્જન લખેલું છે. તાલુકા આરોગ્ય અધિકારીની કચેરી પણ સમીમાં છે, છતાં આટલા વર્ષોમાં કોઈ જ તપાસ ન કરી કે કોઈ કાર્યવાહી કરાઇ ન હતી. જેને લઇ આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠયા છે. દવાખાનું સીલ કરી ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો, અનેક મહિલા ભોગ બન્યા છે.
દર શનિવાર અને રવિવારે સમી ખાતેના મહેન્દ્ર દવાખાને આવતો હતો. બાકીના દિવસોમાં તેનો દીકરો કિશન વગર ડીગ્રીએ દવાખાનું ચલાવતો હતો. સમી ખાતે મુખ્ય બજારમાં મહેન્દ્રભાઈ મોહનભાઈ મોદી છેલ્લા 40 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો.

મહેન્દ્ર મોદી પોતે BAMS ડોક્ટર છે. તેણે 1976માં લોદરા ખાતે હનુમાન આયુર્વેદિક કોલેજમાં BAMS કરેલું છેે. આજે તે 66 વર્ષનો છે. તે મહેસાણા ખાતે રહે છે અને મહેસાણા હાઈવે પર આઇકોન મોલમાં તેનું બીજું દવાખાનું છે. સોમવારથી શુક્રવાર તે ત્યાં સંભાળે છે. શનિ-રવિ સમી આવે છે. જ્યારે સોમથી શુક્ર તેનો દીકરો કિશન (40) સમી ખાતે દવાખાનું સંભાળે છે. તેણે પણ મહિલાઓ સાથે દુષ્કર્મ કરેલું છે. જેથી બંને સામે ગુનો દાખલ કરાયો છે. કિશન ડોક્ટર નથી પણ તેણે લુણવા ખાતેથી ટુ વ્હીલર રિપેરિંગનો આઈટીઆઈનો કોર્સ કરેલો છે. તે તેના પિતાની ગેરહાજરીમાં ડોક્ટર તરીકે દવા આપે છે. તેમની પાસેથી મોબાઇલ કબજે કર્યા છે.

મહેન્દ્રનું મહેસાણાનું દવાખાનું

મહેન્દ્ર મોદી મહેસાણામાં પાંચોટ બાયપાસ પર આવેલ ડીમાર્ટની સામે આવેલ શીવગંગા-2માં છેલ્લા અઢી વર્ષથી પોતાના મકાનમાં રહે છે. નજીકમાં આવેલ આઇકોન આર.કે.નામના કોમ્પલેક્ષના પ્રથમ માળે બે દુકાનો ભેગી કરીને દવાખાનંુ ચલાવે છે. સમીની ઘટનાની ચર્ચાએ સોસાયટીમાં જોર પકડ્યું હતું.

સારવાર કરાવવા આવતી મહિલાઓ સાથે શારીરિક સંબંધોનો ભાંડો ફૂટતાં લોકોએ મહેસાણાના મહેન્દ્ર મોદીની બરાબરની પીટાઈ કરી હતી.  મહિલાઓ સાથેના શારીરિક સંબંધો સમયે ડોક્ટરનો દીકરો પણ સહભાગી થતો હતો. બાપ-દીકરો મહિલાઓના વીડિયો ઉતારતા હતા.
સ્થાનિકોએ કામલીલા કરનાર ડોક્ટરને પાઠ ભણાવવા માટે નિર્વસ્ત્ર કરી મુંડન કરી દીધુ હતું અને પોલીસને હવાલે કરી દીધા છે. પિતા અને પુત્ર ક્લિકમાં આવતી મહિલાને ચેકઅપના બહાને ફસાવી અને કામલીલા કરે છે. જે ક્લિનિકમાં પિતા ડોક્ટર હતા, ત્યાં જ પુત્ર કમ્પાઉન્ડરનું કામ કરતો હતો, અને સમી શહેરની મહિલાઓ સાથે ક્લીકમાં જ કામલીલા કરતા હતા.
આ શરમજનક ઘટનાથી લોકો રોષે ભરાયા અને ડોક્ટર પિતા પુત્રને માર મારી નિર્વસ્ત્ર કરી મુંડન કરી દીધુ છે. છેલ્લા 25 વર્ષથી પ્રેક્ટિસ કરતા પિતા અને પુત્ર સામે સમી પોલીસ સ્ટેશને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
મહિલા આયોગે ઘટનાની નોંધી લીધી છે. પાટણ જિલ્લા પોલીસ વડા પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. તો બીજી તરફ, સમી પોલીસ મથકે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા પોલીસ મથકે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.
મહેસાણાના મહેન્દ્ર મોદીની બરાબરની પીટાઈ કરી હતી. દર શનિવાર અને રવિવારે સમી ખાતેના મહેન્દ્ર દવાખાને આવતો હતો. બાકીના દિવસોમાં તેનો દીકરો કિશન વગર ડીગ્રીએ દવાખાનું ચલાવતો હતો. મહિલાઓ સાથેના શારીરિક સંબંધો સમયે ડોક્ટરનો દીકરો પણ સહભાગી થતો હતો. બાપ-દીકરો મહિલાઓના વીડિયો ઉતારતા હતા.

 

છેલ્લા ત્રણેક દિવસથી સમીમાં ફરતા થયેલા અશ્લીલ વીડિયોથી રોષે ભરાયેલા ગામવાસીઓ ડાૅક્ટર મહેન્દ્ર મોદી શનિવારે દવાખાને આવે તેની રાહ જોતા હોય તેમ આજે સવારે ડોક્ટર જેવા દવાખાને પહોંચ્યા કે ગામના યુવાનો સહિતનું ટોળું દવાખાને ધસી ગયું હતું. જેમાં પહેલાં ડોક્ટરનો પુત્ર કિશન મોદી હાથમાં આવી જતાં રોષે ભરાયેલા ટોળાએ તેના માથે મુંડન કરી નાખ્યું હતું અને કપડાં પણ ફાડી નાખ્યા હતા, બાદમાં ડોક્ટર મહેન્દ્ર મોદીને પકડી ધક્કે ચડાવ્યો હતો.

મહિલાઓ સાથે દુર્વ્યવહાર થતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો તે બાબતે મહિલાની ફરિયાદ લેવામાં આવી છે. બે મહિલા સાથે દુર્વ્યવહાર થયો છે. સારવાર માટે આવતી મહિલાઓને દવા આપવાના બહાને તેમજ અગાઉ વીડિયો ઉતાર્યો છે તે વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી તેમની સાથે દુષ્કર્મ કરવામાં આવતું હતું. વીડિયો કોણે ઉતાર્યો છે તે હજુ તપાસનો વિષય છે.