સિંહોના મોત માટે લોકો જવાબદાર હોય એવું વન વિભાગનું વર્તન

ધારીના શેમરડી ચેકપોસ્‍ટ વન વિસ્‍તારમાં 27 સિંહોના મૃત્‍યુ થયા છે. સિંહોના મૃત્યુ માટે વન વિભાગ જ જવાબદાર હોવા છતાં કોઈ તપાસ નહીં કરીને કોઈને જવાબદારી નક્કી કરવામાં આવી નથી. સિંહોની વસ્‍તી વચ્‍ચે છેલ્‍લા 50 વર્ષથી અહીંના લોકો રહે છે. તેથી સિંહ સાથે લાગણી, સહિષ્‍ણુતા ધરાવે છે. પણ વન વિભાગ જે રીતે કામ કરી રહ્યું છે તેના પરથી એવું લાગે છે કે સિંહના મોત માટે લોકો જવાબદાર છે વન વિભાગ નહીં.

પણ વન વિભાગના અધિકારીઓની સૂચનાથી મરેલાં પશુઓ સિંહોને આપવામાં આવતાં હતા. જેથી આવી ઘટનાઓ બની છે. મારણ કરેલા કે મરી ગયેલા પશુઓને વન વિભાગના જ વાહનો દ્વારા ભરીને વન સિંહોને  ખોરાક તરીકે આપવામાં આવતો રહ્યો છે. મરેલા પશુ સિંહોને આપવાના કારણે મોત થયા હોવાનું અનુભવી લોકો સ્પષ્ટ રીતે કહી રહ્યાં છે. વન પ્રધાન સામે ભ્રષ્ટાચારના આરોપો હોવાથી તેઓ વન અધિકારીઓની મદદ મેળવવા માટે કોઈ પગલાં લેવામાં આવતાં ન હોવાનું લોકો માની રહ્યાં છે.

વાસી ખોરાકથી સિંહોના મૃત્‍યું થયેલા છે કે નહીં તેની તપાસ હજુ સુધી કરવામાં આવી નથી કે તે અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. લોકો સિંહોનું જતન કરે છે અને વન વિભાગ નિષ્‍કાળ રાખે છે. તેથી સિંહોના મૃત્‍યું થાય છે. તમામ સિંહોના મૃત્યુ માટે તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે. સામાન્ય પ્રજાની માલીકીની જમીન, ખેતર કે જાહેર રસ્‍તા, જાહેર સ્‍થળોએ પસાર થતાં સિંહો માટે વન વિભાગ લોકોને દંડે છે. પણ તેઓની ભૂલ થઈ છે તેનો કોઈ દંડ સરકાર કરતી ન હોવાથી વન પ્રધાન પોતે જવાબદાર બની રહ્યાં છે.

બિનખેતીની અરજીઓ તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્‍લાવિકાસ અધિકારીની કક્ષાએથી ફકત વન વિભાગના એન.ઓ.સી. નહી મળવાના કારણે છેલ્‍લાં ત્રણ વર્ષથી પડતર છે. સરકાર દ્વારા પડતર રાખવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

આંબરડી સફારી પાર્કમાં ઓછી ગ્રાંટ આપવામાં આવે છે. જે આપવામાં આવે છે તે વાપરવામાં આવતી નથી. તેથી સફારી પાર્કમાં  બેસવા, રહેવા માટેની, ચા-નાસ્‍તાની સુવિધા, છાપા માટે શેડ, નાસ્‍તા માટે કેન્‍ટીન, પીવાના પાણીની સુવિદ્યા, શૌચાલય જેવી સામાન્‍ય સુવિદ્યાઓ પણ ઉપલબ્‍ધ નથી. વન વિભાગને સફારી પાર્ક વિકસાવવામાં સહેજ પણ રસ નથી.

આંબરડી સફારી પાર્કનું લોકેશન કુદરતી સૌદર્યથી છવાયેલું છે. નજીક ખોડીયાર ડેમ છે. ટેકરીઓ છે છતાં પાર્કની સંભાળ કોઈ લેતુ ન હોવાથી પાર્ક બંધ કરવો પડે એવી સ્થિતીનું નિર્માણ થઈ રહ્યું છે.

બિન અધિકૃત (લાયસન્‍સ વગરના તમામ આહારગૃહો, હોટલ, રેસ્‍ટોરન્‍ટ બંધ કરવા માટેની બેઠક યોજી મામલતદાર દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવે છે. જેમાં ધારી ગામની રેસ્‍ટોરન્‍ટ, આહારગૃહો, ગેસ્‍ટ હાઉસનો સમાવેશ કરવામાં આવેલો છે. વન વિભાગ એવું માની રહ્યો છે કે 28 સિંહના મોત માટે આ ઉદ્યોગ જવાબદાર છે. પોતે નહીં.