સ્પોર્ટ્સની દીવાનગી મામલે ભારતીયો દુનીયામાં અવ્વલ !!!

ન્યુ દિલ્હી,તા.૨૮
સ્પોટ્‌ર્સની દીવાનગી મામલે ભારતીયો દુનિયામાં પ્રથમ સ્થાને છે. એક રિસર્ચ રિપોર્ટે આ અંગે જાણકારી આપી હતી. તે રિપોર્ટ અનુસાર જો  ભારતીય ક્રિકેટ ટીમ અથવા કોઈ એથલીટ મહત્વ ની ઇવેન્ટમાં ભાગ લઇ રહ્યા હોઈ તેઓ હનીમૂન પણ છોડી શકે છે. સ્ટડીમાં સામે આવ્યું છે કે પોતાના દેશની મેચ અથવા એથ્લેટીક્સ ઇવેન્ટ જોવા માટે ભારતીયો નોકરી પણ દાવ પર લગાવવા તૈયાર છે.

ડિજિટલ ટ્રાવેલ પ્લેટફોર્મ પ્રવાસને લઈને ભારતીઓનું શું માનવું છે તે અંગે સ્ટડી કર્યો છે. તેમાં એક ચોંકાવનાર વાત સામે આવી છે. ક્રિકેટ માટે લોકોનું ગાંડપણ એ હદ સુધી છે કે દેશમાં ૪૨ ટકા ભારતીયો હનીમૂન છોડવા પણ તૈયાર છે. બાકી દેશોમાં આની ફોલોઇંગ માત્ર ૧૯ ટકા છે. ૪૧ ટકા ભારતીયોનું કહેવું છે કે નોકરી ભલે જતી રહે પરંતુ તેઓ ટીમની ફાઇનલ જાવાનું ચૂકશે નહીં.

રિસર્ચમાં સામે આવ્યું છે કે આવતા વર્ષે એટલે કે ૨૦૨૦માં ભારતીય ટીમ કોઈ મોટી ટૂર્નામેન્ટમાં ભાગ લે તો ૪૪ ટકા લોકો તેને જાવાની તક ગુમાવશે નહીં. વર્લ્ડ લેવલે આ આંકડો ૩૪ ટકા છે. તેમાં ક્રિકેટ ફેન્સની સંખ્યા સૌથી વધુ છે. તેના પછી ફૂટબોલ ફેન્સનો નંબર આવે છે. ૮૮ ટકા ફેન્સ આગામી ચાર વર્ષની ઈવેન્ટ્‌સ જાવા ઇચ્છુક છે. જયારે ફૂટબોલમાં આ આંકડો ૭૯ ટકા છે. આવતા વર્ષે એશિયામાં અમુક મહત્વ ની ઈવેન્ટ્‌સ થવાની છે. સ્ટડીમાં ખર્ચ કરવાની ક્ષમતાને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. ૩૭ ટકા ભારતીયોએ માન્યું છે કે તેઓ પરિવાર સાથે વેકેશન પર જવાની જગ્યાએ સ્પોટ્‌ર્સ ઇવેન્ટ પર જવાને પ્રાથમિકતા આપશે.