ચોટીલા નજીક બામણબોર ખાતે રાજકોટ માટે નવું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક બની રહ્યું છે તેની નજીક સરકારી જમીન ખાનગી વ્યક્તિ હકુ ખોડા ખાચરના નામે કરવામાં આવ્યા બાદ તે 520 હેક્ટર જમીન 13 લોકોએ 9 ઓગસ્ટ 2018ના રોજ 10 હેક્ટરથી લઈને 85 હેક્ટર સુધી જમીન ખરીદી છે જેની કિંમત 6 લાખ આસપાસ ગણવામાં આવી છે.
દિનેશ બચુ ખુંટ, વિનોદ રત્ના મોણપરા, ધવલ ભવાન મોણપરા, દિપેશ રામજી, અરવિંદ ડુંગર રૈયાણી, હિરેન ચંદુ કાપડીયા, ખીમજી મનજી મોણપરા, જયંતી ચના ઉમરેટીયા, હરી માધા સાવલીયા, કલ્પેશ ડુંગર રૈયાણી, સમીર છગન ધવા, છગન માધા સાવલીયા તથા જયેશ છગન ઘવાનો સમાવેશ થાય છે. આ જમીનનો ખટલો અંગે વડી અદાલતમાં ચાલતો હતો. જેમાં વડી અદાલતે કહ્યું હતું કે નિયમો પ્રમાણે જમીન આપવી. 285 એકર જમીન તેમની ચાર પૂત્રીને 17-5-2018ના રોજ આપી હતી. પણ મહેસૂલ વિભાગનો અભિપ્રાય મેળવવામાં આવ્યો ન હતો. ફરી તલાટી રજા પર જતાં બીજી 185 એકર જમીન 5 – 7 – 2018ના રોજ આપી હતી. આમ જમીન એક જ ઠરાવની આપતાં કલેક્ટર કચેરી પાસે પ્રકરણ પડેલું છે. 200 કરોડની જમીનની તપાસ શરૂ થઈ છે. નોટિસ આપવા માટે કલેક્ટરે આદેશ આપ્યો છે. તલાટીએ આ શોદોનું પુનઃ મુલ્યાંકન કરી રહ્યાં છે. વિજીલંસને તપાસ સોંપવામાં આવે એવી શક્યતા છે.