હાર્દિક પટેલ બને છે દેશની ધડકન, નેતાની વ્યાખ્યા બદલી 

પાસના કન્વિર હાર્દિક પટેલ રાજકીય અને સામાજિક કદ વધી ગયું છે. તે ફરી એક વખત લોકપ્રિયતાની ટોચ પર આવીને ઊભો છે. આ વખતનું આંદોલન તેમનું અનોખું આંદોલન બન્યું છે. અગાઉની સરકારે જે રીતે પાટીદાર નાગરિકો પર અત્યાચાર કરીને અપ્રિય બની હતી તે રીતે જ વિજય રૂપાણીની સરકારે પાટીદાર નાગરિકો પર હાર્દિક પાસે ન જવા દેવા અને ઊપવાસ ન કરવા દેવા માટે અત્યાચાર કરીને ફરી એક વખત મુર્ખામી કરીને લોકોમાં અપ્રિય થઈ છે. આમ કરીને ગુજરાત ભાજપ અને સરકારે ફરી એક વખત હાર્દિકને નેશનલ હીરો બનાવી દીધો છે. તેના પ્રત્યે સમગ્ર ભારતમાં સહાનુભૂતિ ઊભી થઈ છે. જે ભાજપને ફરી એક વખત ભારે પડી શકે તેમ છે. ઉપવાસ કરીને તેણે વજન ઘટાડ્યું છે પણ તેનું રાજકીય અને સામાજિક વજન અગાઉ કરતાં ઘણું વધ્યું છે.
હાર્દિકને મળવા માટે એક લાખ લોકો પરત ગયા
અમદાવાદના વૈષ્ણોદેવી મંદિર સર્કલ પાસેના હાર્દિકને ભાડાના ઘર પર મળવા માટે ગુજરાત અને દેશમાંથી મળવા માટે 9 દિવસમાં એક લાખ લોકો આવ્યા હતા. જેમાંથી માત્ર 2 હજાર લોકો જ મળી શક્યા હતા. સરકાર જો મળવાની છૂટ આપે તો ઓછામાં ઓછા 5 લાખ લોકો તેની પાસે આજે પહોંચે તેમ છે. પણ પોલીસની હાર્દિક વિરોધી માનસિકતા હાર્દિકને ફળી છે. લોકોમાં ફરી એક વખત હાર્દિક સફળ રહ્યો છે.
30 ધારાસભ્યો આવ્યા
હાર્દિક પટેલને મળવા માટે ગુજરાતના 30 ધારાસભ્યો આવ્યા હતા. અપક્ષ ધારાસભ્યો આવી ગયા છે. જે કોંગ્રેસના હતા. આમ કોઈ એક સમાજિક નેતાને આટલા મોટા પ્રમાણમાં ધારાસભ્યો ગયા હોય એવી ગુજરાતની તાજેતરમાં એક માત્ર ઘટના છે. છેલ્લે કનુભાઈ કળસરીયાએ નિરમા સામે આંદોલન કર્યું હતું ત્યારે પણ તમને મળવા માટે આટલા ધારાસભ્યો કે રાજકીય નેતા ગયા ન હતા. કનુભાઈ કળસળીયા પણ હાર્દિકને મળવા ગયા હતા અને પોલીસના કરતુતોને વખોડ્યા હતા. અનેક પૂર્વ ધારાસભ્યો તેમને મળવા માટે ગયા હતા. એક માત્ર ભાજપના ચૂંટાયેલાં લોકો જ આવ્યા નથી. શંકરસિંહ વાઘેલા અને બીજા બિન કોંગ્રેસી કેટલાંક નેતાઓ હજું સુધી આવ્યા નથી. તેઓ આવવા માંગે છે પણ તેમને તેમનો અહં રોકી રહ્યો છે. ભાજપે ફરી એક વખત ભૂલ કરીને હાર્દિકનું કદ વધારી આપ્યું છે. જેનું આંદોલન મંદ પડી ગયું હતું તે હવે ફરી એક વખત રાષ્ટ્રીય બની ગયું છે.
કેજરીવાલ અને અખિલેશ હાર્દિકની સાથે
દિલ્હીના સફળ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે હાર્દિકનું ટ્વિટ રિટ્વિટ કરીને કહ્યું છે કે, ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ. હાર્દિક પટેલ ખેડૂતોનું દેવું માફ કરવા માટે લડાઈ લગી રહ્યા છે. બધા ખેડૂતો અને પૂરો સમાજ તેની સાથે છે. તેની તપસ્યા નકામી નહીં જાય. પ્રભુ તેમને શક્તિ આપે. હાર્દિક પટેલનું એવું ટ્વિટ કર્યું હતું કે, ખેડૂતોની દેવા માફીની માંગણીને અને અનામતની માંગણીને પ્રદેશની બધાથી મોટી સંસ્થા અને કુળદેવી ઉમિયા ધામ મંદિર સંસ્થાએ પણ સમર્થન આપ્યું છે. હજુ તો આ અંગળાઈ છે, લડાઈ આગળ બાકી છે. ધીરે ધીરે પ્રદેશની દરેક વ્યક્તિમાં સંપૂર્ણ લોક ક્રાંતિની જ્વાળા લાગશે અને ખરાબ તાકાતને ધ્વસ્ત કરશે.
ગુજરાતના આમ આદમી પક્ષના નેતાઓએ હાર્દિકની મુલાકાત લીધી છે અને રૂબરૂ ટેકો જાહેર કરીને તેમના સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રાર્થના પણ કરી હતી.
અખિલેશ યાદવે ટ્વિટ કરીને કહ્યું હતું કે, હાર્દિક પટેલ જે રીતે પોતાના સમાજ માટે ઉપવાસ કરીને સંઘર્ષ કરી રહ્યા છે તે સરાહનીય છે. પણ મારો તેમને આગ્રહ છે કે તે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે. કારણ કે જનતાને જાગૃત્ત કરવાનું તેમનું આંદોલન ચાલુ રાખવા માટે તેના નેતૃત્વની આવશ્યકતા છે. તેમ કહીને તેમણે હાર્દિક પટેલનું ટ્વીટ કર્યું છે.
કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ હાર્દિકને ટેકો આપ્યો
કેન્દ્રીય યુપીએ સરકારના સામાજિક ન્યાય અને અદિકારિતા રાજ્ય પ્રધાન રામદાસ આઠવલેએ પાટીદારોને અનામત મળવી જોઈએ એવું ફરીથી 3 સપ્ટેમ્બરે અમદાવાદ આવીને જાહેર કર્યું છે. તેમણે એવું કહ્યું હતું કે મારો પક્ષ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા પહેલાથી જ કહેતો આવ્યો છે કે પાટીદારોને અનામત આપવી જોઈએ. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હાર્દિક પટેલ વચ્ચે મધ્યસ્થિ કરવા તૈયાર છું. પાટીદારોને એક માત્ર નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની એનડીએ સરકાર જ આપી શકે તેમ છે.
મામતા દીદીએ રાખડી મોકલાવી, રૂબરુ આવશે
હાર્દિકને પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી તરફથી તૃણમુલ કોંગ્રેસ પક્ષના નેતા દિનેશ ત્રિવેદીએ રૂબરૂ આવીને સંદેશો પાઠવ્યો હતો. મમતા બેનરજી કે હાર્દિક તેને દીદી કહે છે તેણે રાખડી મોકલાવી હતી તે બાંધી હતી. ટીએમસીના સાંસદ સહિત અન્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ રેલવે મંત્રી દિનેશ ત્રિવેદી હાર્દિક પાસે આવીને જણાવ્યું હતું કે, ભાજપ સરકાર હાર્દિક જેવા એક યુવાનથી ડરી ગઇ છે, એટલે લોકોને રોકી રહી છે. હાર્દિકના સમર્થકોને જો ભાજપ સરકાર મોટી સંખ્યામાં નિવાસ સ્થાને આવતા ન અટકાવે તો હજ્જારો લોકો ઉમટી પડયા હોત. મને પણ ગ્રીનવુડની બહાર અટકાવવામાં આવ્યો હતો અને મારી સાથેના કેટલાક લોકોને પણ પ્રવેશ અપાયો નથી. તેમણે હાર્દિકને મમતા બેનરજીની જેમ પોતાના ધ્યેય માટે જીદી ગણાવતાં તેણે જે ઉપવાસ શરૂ કર્યા છે, તેમાં સફળતા મેળવશે તેમ પણ કહ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ સરકાર લોકશાહી વિરોધી કામ કરી રહી છે. મમતા બેનરજી તેમની અનુકૂળતા હશે ત્યારે આવી શકે છે તેવી શક્યતા પણ તેમણે દર્શાવી હતી.
એન.સી.પી. પણ હાર્દિક સાથે
એન. સી.પી.ના નેતા પ્રફુલ પટેલે હાર્દિક પાસે આવીને તેને સફળતાની ચાવા આપી હતી.
કોંગ્રેસના નેતાઓ ગયા
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પણ હાર્દિકની સત્યાગ્રહ છાવણી પર આવીને ગયા છે. અર્જુન મોઢવાડીયા અને શકિતસિંહ ગોહિલ પણ હાર્દિકને મળવા માટે જઈ આવ્યા છે. કોંગ્રેસના જિલ્લા અને તાલુકા કક્ષાના નેતાઓ પણ મળવા ગયા હતા. જોકે હજુ સુધી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આવ્યા નથી. બીજા રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ હાર્દિકથી દૂર રહ્યાં છે. અહેમદ પટેલ તેમને નજીક આવવા દેવા સલાહ આપતાં નથી.
ઊંઝા અને ખોડલધામ હાર્દિકની સાથે
કડવા પાટીદારની ઊંઝાની સંસ્થા ઉમિયા મંદિર ટ્રસ્ટ અને રાજકોટની લેઉવા પાટીદાર સંસ્થાની ખોડલધામ સંસ્થાએ હાર્દિકને અને ખેડૂતોની લડતને ટેકો આપ્યો છે. સીદરસ ઉમિયા સંસ્થાએ ટેકો આપ્યો નથી પણ તેના નેતાએ મધ્યસ્થી કરવાની અને મંત્રણા કરવાની તૈયારી બતાવી છે. ગુજરાતમાં બીજી અનેક ધાર્મિક સંસ્તાઓએ ટેકો આપ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયે પણ હાર્દિકને ટેકો આપ્યો છે. પણ પ્રમુખ સ્વામિની સંસ્થા હજુ દૂર ભાગી રહી છે જ્યાં પાટીદાર સમાજે ભરપુર મદદ કરી છે. પણ એસ પી સ્વામીએ હાર્દિકને પાણી પીવાનો આગ્રહ કરતાં તે ભાવુક થઈ ગયા હતા અને સ્વામિના હસ્તે પાણી ગ્રહણ કર્યું હતું. એસપીજીના ચીફ એલ ડી પટેલે હાર્દિકને સમર્થન આપ્યું છે. હાર્દિકથી છૂટા પડેલા પણ ભાજપમાં ન જોડાયેલાં તમામ નેતાઓ હાર્દિકની પાસે ઊભા રહ્યાં છે.
કોણ હાર્દિકની સાથે છે
બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન જીતનરાવ માંજી પણ આવીને હાર્દિકને સંજીવની આપી ગયા છે. પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ, મધ્યપ્રદેશના ખેડૂત આગેવાનો આવ્યા હતા. પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાએ હાર્દિકને ટેકો આપ્યો છે. ગુજરાતના 77 તાલુકા અને 4054 ગામના લોકોએ ઉપાવસ કર્યો છે અથવા ટેકો આપ્યો છે. મધ્યપ્રદેશથી 300 ગાડીઓ ભરીને તેના સમર્થકો તેને મળવા અમદાવાદ આવ્યા છે. મધ્યપ્રદેશથી કેટલાક લોકો હાર્દિકને મળવા આવી પહોંચ્યા હતા. હાર્દિકને મળવા ઉત્તરપ્રદેશ અને બિહારમાંથી કુર્મી સમાજના નેતાઓ, આરજેડીના કેટલાક કાર્યકરો-ખેડૂતો પણ આવ્યા હતા. તેમણે ઉપવાસ આંદોલનને સમર્થન આપ્યું હતું. હાર્દિકના ઉપવાસ આંદોલનને લઈને RJDના તૃણમૂલ કોંગ્રેસના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, હાર્દિકે અનામત, ખેડૂતો, યુવાનો વગેરે જે મુદ્દાઓને ઉઠાવવામાં આવ્યા છે. અમે તે મુદ્દાઓને લઈને હાર્દિકનું સમર્થન કરી રહ્યા છીએ. ગુજરાતમાં હિટલરશાહી વધી રહી છે અને હાર્દિકને મળવા આવનાર લોકોની અટકાયત કરવામાં આવે છે. વર્તમાન સરકાર હાર્દિકને દબાવવાનું કામ કરી રહી છે પણ હાર્દિક નેશનલ હીરો બની રહ્યો છે. દેશની જનતાનો અવાજ બનીને ઉભરી રહ્યો છે અને આવનારા દિવસોમાં કોંગ્રેસ, સિપીએમ, આરજેડી, સિપિઆઈ, આરએલડી, આમ આદમી પાર્ટી વિગેરેમાંથી રાષ્ટ્રીય નેતાઓ પણ હાર્દિકની મુલાકાત લઈ શકે છે. હાર્દિકની આ લડાઈમાં તમામ લોકો હાર્દિક સાથે છે તેવું જણાવ્યું હતું.
હવે હાર્દિક કઈ રીતે દેશના રાજકાણને પ્રભાવિત કરશે
હાર્દિક પટેલના કાર્યકરો અને ટેકેદારો પર ફરી એક વખત ભાજપની ગુજરાત સરકારે મોટી ભૂલ કરી છે. તેની આ ભૂલના કારણે તે ફરી એક વખત હીરો બની ગયો છે. લોકચાહના મેળવી છે. તેથી આવનારા સમયમાં તે આઠવલેને પક્ષ લખીને મધ્યસ્થિ બનવા માટે અપીલ કરતો જાહેર પત્ર લખી શકે છે. વળી, હાર્દિક પટેલ માટે તેના ઘરમાં જ ICU તૈયાર કરવામાં આવે તેવી શક્યતા છે. કાચના બનેલા ICU માંથી તે ફરી એક વખત ટીવી મિડિયામાં જીવંત બનશે. એવું કરવાથી તે સમગ્ર દેશનું ધ્યાન ખેંચી શકે છે. વળી હાર્દિક પટેલને એવા નેતાઓ અને પક્ષોએ ટેકો આપ્યો છે કે જે કોંગ્રેસ સાથે જવા તૈયાર નથી. તેથી તે દેશના રાજકાણમાં કદાચ આ નવા મોરચામાં મહત્વનો રોલ પ્લે કરી શકે છે. જે કદાચ ભાજપની બી ટીમ બની શકે છે. આમ દેશના રાજકાણમાં ફરી એક વખત હાર્દિક પટેલે પોતાનો પ્રભાવ ઊભો કરી દીધો છે.
એવું પણ બની શકે કે ભાજપ સરકાર 2 લાખનું દેવું ધરાવતાં હોય એવા ગુજરાતના 36 લાખ ખેડૂતોનું રૂ.5000 કરોડ સુધીનું માફ કરવા દબાણ ઊભું કરી શકે છે. ભાજપ સરકાર તેનો જશ હાર્દિકને નહીં આપે તે માટે અલગ રીતે જાહેરાત પણ કરી શકે છે. તો પણ પાટીદારોને અનામત આપવાનો મુદ્દો તો ભાજપની વિજય રૂપાણી સરકાર દિલ્હીના આશારે લટકાવી રાખી શકે છે.
આમ હાર્દિક પટેલ હવે ફરી એક વખત અગાઉ કરતાં પણ વધું મજબૂત થઈને બહાર આવ્યો છે. તે દેશનો સામાજિક નેતા બની ગયો છે. તેનું કદ વધી ગયું છે. તે હવે ભાજપની અંકૂશ રેખા બહાર નિકળી ગયો છે.