ખોડલધામના પ્રમુખપદેથી પરેશ ગજેરાનું રાજીનામું

ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખપદેથી પરેશ ગજેરાએ રાજીનામું આપ્યું છે. નરેશ પટેલે ફરી પ્રમુખપદની જવાબદારી સંભાળી છે. ખોડલધામ ટ્રસ્ટમાં વિખવાદ બંધ થતો નથી. ગજેરાએ એકાએક રાજીનામું આપતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.

ખોડલધામ ટ્રસ્ટનો વિવાદ હવે જાહેર રસ્તા પર આવી ગયો છે. પરેશ ગજેરા અને નરેશ પટેલની થોડા મહિના પહેલાં બંધ બારણે બેઠક શરૂ થઇ ગઇ છે. આ બેઠક બાદ ખોડલધામના ટ્રસ્ટીઓએ એક પત્રકાર પરિષદ પણ યોજી હતી. અગાઉ ખોડલધામના ચેરમેન નરેશ પટેલની ફેવરમાં પોસ્ટર લાગ્યાં હતાં. નરેશ પટેલની અસ્મિતાને જાળવવા માટે ગદારને દૂર કરવાની વાત પોસ્ટરમાં લખવામાં આવી હતી. પોસ્ટરો કોણે લગાવ્યા તેની હજી કોઇ જાણ થઇ નથી.

આજે બેઠક થાય તે પહેલા જ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર આજે પરેશ ગજેરા રાજીનામું આપી શકે છે.

સમાજના લોકો પરેશ ગજેરાથી નારાજ થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

સૂત્રો જણાવી રહ્યા છે કે, પરેશ ગજેરા રાજીનામું આપવા નથી માંગતા, પરેશ ગજેરા દ્રારા ટ્રસ્ટીઓ પર દબાણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ બાજુ નરેશ પટેલ ઝુક્યા ન હોવાની વાત સામે આવી છે. બીજી બાજુ એવા પણ સંકેત મળી રહ્યા છે કે, પરેશ ગજેરા પોતાની વાત પર અડગ રહી રાજીનામું નહીં આપે. જોકે, પરેશ ગજેરા રાજીનામું આપે છે કે નહીં તે વાતનું રહસ્ય આવતીકાલે ખોડલધામની બેઠક બાદ જ સામે આવશે.

ઉલ્લેખનીય છે કે, ખોડલધામના ચેરમેન તેમજ પાટીદાર નેતા નરેશ પટેલે ખોડલધામ ટ્રસ્ટમાંથી રાજીનામું પરત ખેંચી લીધું હતું. જોકે, તેમણે પોતાના રાજીનામાની અધિકારિક જાહેરાત કરી ન હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સમાજના આગેવાનો તેમજ ખોડલધામના નેતાઓની સમજાવટ બાદ તેમણે રાજીનામું પરત ખેંચી લીધું હતું. રાજીનામું પરત ખેંચાયા બાદ સમાજના આગેવાનોએ ખુશી વ્યક્ત કરી હતી.

થોડા મહિના પહેલાં નરેશ પટેલના રાજીનામાની વાત બાદ તેના સમર્થનમાં અમરેલી તાલુકા ખોડલધામ પ્રમુખ ભરત ચકરાણીએ રાજીનામું આપી દીધું હતું . ખોડલધામ યુવા ગ્રુપના શીવલાલ હપાણી અને ભુપત સાવલિયાએ રાજીનામું ધરી દીધું છે.

ખોડલધામ સાઉથ ઝોન કન્વિનર સુધીર પટેલ પણ રાજીનામું આપશે. ગુજરાત ખોડલધામ યુવા સમિતિના ચેરમેન લાભેશ પારખીયાએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. ગોંડલ ખોડલધામના કન્વીનર રાજુભાઈ સોજીત્રાએ પણ રાજીનામું આપી દીધું હતું . આમ તે સમયે અનેક લોકોએ રાજીનામા આપ્યા હતા.