અગસ્ટા વેસ્ટ લેન્ડમાં મોદી સરકાર કપટી ભૂમિકા

અગસ્ટા વેસ્ટ લેન્ડમાં મોદી સરકાર કપટી ભૂમિકા છુપાવવા માટે કામગીરી કરી રહી છે. ત્યારે
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જુઠ્ઠાણું ફેલાવવાનું બંધ કરે. રાફેલ સોદામાં કરોડો રૂપિયાના કૌભાંડ, પોતાના
મળતિયા ઉદ્યોગપતિને મદદ કરવાના મોદી સરકારના ચાલ-ચલન-ચારિત્ર્ય અને ચહેરો ખુલ્લો પડી
જતા ગભરાયેલ, બેબાકળી બનેલી ભાજપ-મોદી સરકાર દેશની જનતાને જવાબ આપે તેવી માંગ
કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, અગસ્ટા વેસ્ટ
લેન્ડ ૧૨/૦૨/૨૦૧૩ યુપીએ સરકારે તપાસના આદેશ આપ્યા, સી.બી.આઈ.ને તપાસ સોંપી,
૨૭/૦૨/૨૦૧૩ તત્કાલીન રક્ષામંત્રી શ્રી એ.કે.એન્ટનીજીએ જે.પી.સી. તપાસ અંગે લોકસભામાં પ્રસ્તાવ
આપ્યો હતો પણ ભાજપે લોકસભામાં ના પાડી, વિરોધ કર્યો હતો. કોંગ્રેસ સરકાર-યુ.પી.એ. સરકાર
૨૩/૦૫/૨૦૧૪ અગસ્ટા વેસ્ટ લેન્ડ ૨૨૮ મિલિયન યુરો બેંક ગેરંટી જપ્ત કરી. કોંગ્રેસ પક્ષની સરકારે
નિર્ણાયક કાર્યવાહી કરી હતી. મોદી સરકારે ૨૨/૦૮/૨૦૧૪ના રોજ અગસ્ટા વેસ્ટ લેન્ડની બ્લેક
લીસ્ટીંગ ખત્મ કરી. મોદી સરકારે ૩ માર્ચ ૨૦૧૫ અગસ્ટા વેસ્ટ લેન્ડ/ફિનમેકેનીકાને મેક ઈન
ઈન્ડિયાનો ભાગ બનાવ્યો. ત્યારે “દામદાર-ચોકીદાર થી દેશ જવાબ માંગે છે”
(૧) મોદીજી, અગસ્ટા વેસ્ટ લેન્ડ/ફિનમેકેનીકાની બ્લેક લીસ્ટીંગ કેમ હટાવી ?
(૨) મોદીજી, બ્લેક લીસ્ટેડ કંપની “અગસ્ટા વેસ્ટ લેન્ડ/ફિનમેકેનીકા”ને “મેક ઈન ઈન્ડિયા”ના
ભાગીદાર કેમ બનાવ્યું ?
(૩) મોદીજી, બ્લેક લીસ્ટેડ કંપની અગસ્ટા વેસ્ટ લેન્ડને ફોરેન ઈન્ટોસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડથી રોકાણ
માટે મંજુરી આપી AA/9 સૈનિક હેલીકોપ્ટર બનાવવાની મંજુરી કેમ આપી ?
(૪) મોદીજી, બ્લેક લીસ્ટેડ અગસ્ટા વેસ્ટ લેન્ડને ૧૦૦ નૌસેના હેલીકોપ્ટર માટે બોલી લગાવવાની
મંજુરી કેમ આપી ?
(૫) મોદીજી, અગસ્ટા વેસ્ટ લેન્ડ/ફિનમેકેનીકાની સામે તમામ કેસો હારી ગઈ તથા કેસ સામે
અપીલ કેમ ના કરી ?
(૬) મોદીજી, ક્રિશ્ચયન મિશેલના ઉપયોગ “ષડ્યંત્ર કરી પટકથા લખવા માટે તથા ખુદ મોદી
સરકારના ગોટાળા છુપાવવા કેમ કરી રહી છે ?

( ડૉ. મનિષ એમ. દોશી )
મુખ્ય પ્રવક્તા