1 મે 1960માં મુંબઈ રાજ્યથી ગુજરાત અલગ થયું ત્યારે અનોખી અને અલૌકિક કહી શકાય તેવી ઘટના પણ બની હતી. સુરતથી 120 કિ.મીનાં અંતરે આવેલા નવાપુરનું રેલ મથક અડધું ગુજરાતમાં આવે છે અને અડધું મહારાષ્ટ્રમાં છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ્યાંથી અલગ થાય છે ત્યાં પીળા રંગની વિભાજીત લાઈન દોરીની નિશાની કરવામાં આવી છે. રેલની ટીકીટ કાઢવા માટે મુસાફરો ગુજરાતની હદમાં ઉભા રહે છે, જ્યારે ટ્રેનમાં ચઢવા માટે મુસાફરો મહારાષ્ટ્રમાંથી ચઢે છે. ગુજરાત અને મહારાષ્ટ્રની આ રેલ સરહદ પર યુવાનો સેલ્ફી લેવા માટે ખાસ આવે છે.
નવાપુર રેલ મથક પર રેલની જાહેરાત માટેનું અનાઉસમેન્ટ ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજી એમ 4 ભાષામાં કરવામાં આવે છે. નવાપુરમાં ગુજરાતીઓની મોટી વસ્તી છે. ગામમાં ગુજરાતી સહિત મરાઠી અને અન્ય ભાષામાં પણ બોર્ડ જોવા મળે છે. નવાપુરના મુખ્ય બજારમાં ઉર્દુમાં પણ પાટીયા દેખાય છે.
તકનીકી રીતે એનાથી યાત્રીઓની યાત્રા પર કોઇ અસર પડતી નથી. પરંતુ મજાની વાત તો એ છે કે વર્ષો પહેલા બનાવવામાં આવેલા આ રેલના યાત્રીઓને જાણકારી જ નથી કે નવાપુર સ્ટેશન બે પ્રદૃેશોની વચ્ચોવચ છે.
પશ્ચિમ રેલવે દ્વારા 20 નવેમ્બર 2018માં એક પ્રશ્ર્નોત્તરી જાહેર કરીને ઓનલાઇન યાત્રીઓને પૂછવામાં આવ્યું હતું કે એવું કયું સ્ટેશન છે જે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની વચ્ચોવચ છે. મુંબઇ મંડળમાં લાંબુ અંતર સફર કરનાર યાત્રીઓ માટે ક્વિઝ રાખી હતી. ઉમરગાંવના લોકોના 40 ટકા મત હતો કે, બંને રાજ્યોની સીમામાં રેલ મથક છે. જ્યારે આ સ્ટેશન ગુજરાતમાં પડે છે. મોટાભાગના યાત્રીઓને હજુ સુધી ખબર નથી કે મુંબઇ મંડળમાં આવું પણ સ્ટેશન છે.
આખી ટ્રેન ગુજરાતમાં ઊભેલી હોય છે. સૂરત-ભૂસાવલ લાઇન પર નવાપુર એવું સ્ટેશન છે. જ્યાં સ્ટેશનની વચ્ચોવચ બે રાજ્યોની સરહદ છે. અડધું સ્ટેશન મહારાષ્ટ્રના નંદૃુરબાર જિલ્લામાં આવે છે અને અડધું ગુજરાતના તાપી જિલ્લામાં આવે છે.
નવાપુરા સ્ટેશન બનાવવામાં આવ્યું હતું ત્યારે મુંબઈ રાજ્યનો હિસ્સો હતો. હવે બે રાજ્ય આવે છે. બે રાજ્યના ભાગલામાં નવાપુર સ્ટેશન બંને રાજ્યોની વચ્ચોવચ્ચ છે.
જે રીતે બે ભાઈઓ વચ્ચે કોઈ મિલકતના ભાગ પડે અને એક મિલકતના બે ભાગ પડે એવું જ અહીં થયું છે.