અડવાણીને કાપી અમિત શાહ, બધાને કેમ ટિકિટ આપી

ગુજરાતની 26 બેઠકો માટે ભાજપે 16 ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં ઉમેદવારો પસંદ કરવાની ભાજપે કરેલી કવાયત ક્યાંય દેખાતી નથી. અમિત શાહનું નામ ક્યાંય ન હતું અને એકાએક જાહેર કરી દેવામાં આવ્યું છે. બે ઉમેદવારોને ફરીથી ટિકિટ આપવામાં આવી નથી. જ્યારે મોટા ભાગનાને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની ટિકિટ કાપીને તેમને સ્થાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ટિકિટ આપવામાં આવી છે.

સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરાનું પત્તું કાપી દેવાયું છે. આ પહેલાં ગાંધીનગરથી લાલકૃષ્ણ અડવાણીને પણ આઉટ કરી દેવાયા હતા. સુરેન્દ્રનગરમાં ભાજપે ડો. મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપી છે.
ગુજરાત ભાજપના 15 ઉમેદવારો

ગાંધીનગર – અમિત શાહ – નવા ઉમેદવાર

રાજકોટ – મોહન કુંડારિયા
જામનગર – પૂનમ માડમ
નવસારી – સી.આર.પાટિલ
વલસાડ – કે.સી.પટેલ
અમરેલી – નારણ કાછડિયા
વડોદરા –  રંજન ભટ્ટ
ખેડા – દેવુસિંહ ચૌહાણ
સાબરકાંઠા – દીપસિંહ રાઠોડ
ભાવનગર – ભારતી શિયાળ
કચ્છ – વિનોદ ચાવડાને
અમદાવાદ પશ્ચિમ – કિરીટ સોલંકી
ભરૂચ – મનસુખ વસાવાને
બારડોલી – પ્રભુ વસાવા
દાહોદ – જસંવત ભાભોરને
સુરેન્દ્રનગર – ડૉ.મહેન્દ્ર મૂજપરાને

બે-ત્રણ ટર્મથી લોકસભાનું પ્રતિનિધિત્વ કરી રહેલા 8 સાંસદોને ટિકિટ આપવી કે નહીં તે જાહેર કરાયું નથી. ઉત્તર ગુજરાતની 4 બેઠકો માટે ભાજપમાં કોકડું ગૂંચવાયેલુ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદ પૂર્વ માટે કોંગ્રેસના ઉમેદવારો જાહેર થયા બાદ ભાજપ તેમની યાદી જાહેર કરશે. સૌરાષ્ટ્રની પોરબંદર, જૂનાગઢ, મધ્ય ગુજરાતની આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતની સુરત મળીને 10 બેઠકોના ઉમેદવારોની પણ જાહેરાત થઈ શકે તેમ છે.