ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં એબીવીપી અને એનએસયુઆઇ બન્ને વિદ્યાર્થી સંગઠનોએ સામસામે એટ્રોસિટીની ફરિયાદ કરી છે. આ સ્થિતિમાં આગામી દિવસોમાં આ ફરિયાદના સંબંધમાં પોલીસ કાર્યવાહી શરૂ કરે તે પહેલા ગુજરાત રાજય અનુસૂચિત જાતિ અને જનજાતિ કોલેજ અને યુનિવર્સિટી અધ્યાપક મંડળ દ્વારા મુખ્યમંત્રીને એવી રજૂઆત કરવામાં આવી છે કે આ બન્ને એટ્રોસિટીની ફરિયાદ તાકીદે રદ કરવી જોઇએ. મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆતમા એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તાજેતરમાં યુનિવર્સિટીમાં જે ધમાલ થઇ તેના અનુસંધાનમાં બન્ને પક્ષોએ સામસામે એટ્રોસિટીની ફરિયાદો નોંધાવી છે. જેમાં અધ્યાપકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. વાસ્તવિક્તા તમામ જાણે છે આ સ્થિતિમાં શિક્ષણના હિતમા તાકીદે બન્ને પક્ષની એટ્રોસિટી રદ કરવી જોઇએ. યુનિવર્સિટી અને ખાસ કરીને શિક્ષણના ધામમાં એટ્રોસિટીનો દૂરોપયોગ ન થાય તેની સાવચેતી અને કાળજી રાખવી જરૂરી છે.
સરકારે ૧૦ ટકા EWSના અમલ માટે ૨૫ ટકા સીટ વધારવાની ફોર્મ્યુલા આપી હતી. જેનો અમલ ટેકનિકલ યુનિ.ઓએ કર્યો હતો. યુનિ.એ એક ડિવિઝનની ૧૫૦ સીટ પર ૨૫ ટકા અમલ કરતા સીટ વધીને ૧૮૭ થઈ. પહેલાં અને બીજા રાઉન્ડમાં બધી કોલેજોએ ૧૮૭ વિદ્યાર્થી લઈ પણ લીધા. પરંતુ ત્રીજા રાઉન્ડમાં હવે વિદ્યાર્થી સમાવી શકાય તેમ નથી તેવો અહેસાસ થતાં EWS કાપવાની વાત થતાં જ મામલો બિચક્યો હતો. યુનિ.એ પહેલાથી ભૂલ કરી, પછી ગેરસમજો વધી અને છેલ્લે મામલો મારામારી પર પહોંચી ગયો હતો.