સામાન્ય માણસ જ્યારે ડીઝલ ની કિંમતો વધી રહી હોવાથી પરેશાન છે ત્યારે ભાજપના નેતાના દોસ્ત અદાણી ને ડીઝલ ઉપર ટેક્સમાં ખોટી રાહત આપવામાં આવી રહી છે. RTI માં ડેવલોપમેન્ટ કમિશનર મુદ્રા sez દ્વારા જવાબ આપવામાં આવ્યું છે કે અદાણી સેઝમાં એકપણ ઔદ્યોગિક યુનિટ ડીઝલ ઉપર ચાલતો નથી. જ્યાં કોઈ અદાણીની ફેક્ટરી જ નથી ચાલતી ત્યાં અદાણીને sezમાં ડીઝલ યુનિટના નામે 2 અબજ 32 કરોડ. 93 લાખ જેટલી રકમ ટેક્સમાં માફી આપવામાં આવી છે. આ ડીઝલ અદાણી પોતાના વાહનમાં વાપરે છે અને કરોડોનો કૌભાંડ કરે છે. આમ રૂ.233 કરોડનો ગેરલાભ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ નારણ ગઢવીએ પુરાવા સાથે કર્યો છે. કેન્દ્ર સરકારમાં કોની સુચનાથી આટલું વ્યાપક કૌભાંડ થયું તે તેની તપાસ માંગી છે. આ રહ્યા અદાણીના કૌભાંડના પુરાવા.
(દિલીપ પટેલ)