અદાણી પાસેથી 6700 હેક્ટર જમીન પરત લઈ લેવા જણાવાયું
ઈસરો દ્વારા ઉપગ્રહ થી લેવામાં આવતી સ્ટેલાઈટ તસવીરો જે NRSC બાલાનગર હૈદરાબાદ અને અમેરિકાની અવકાશી સંસ્થા નાસાના દ્વારા લેવાતી ઉપગ્રહ તસવીરોનો ઉપયોગ કરીને ભાજપ સરકાર અને અદાણીના જંગલ જમીન કૌભાંડ શોધી કાઢીને અદાણીને આપેલી સરકારી જમીન પરત લેવા ગુજરાતની વડી અદાલતની સમિતિએ અહેવાલ આપ્યો છે. ડિજિટલ ગ્લોબની ઉપગ્રહની તસવીરોની મદદથી સાબિત કરવામાં આવ્યું છે. તેથી અદાણી પાસેથી 6700 હેક્ટર જમીન પરત લઈ લેવા નિષ્ણાંત સમિતિએ જણાવાયું છે.
અદાણી સામે લાંબા સમયથી ચાલતી લડત હવે નિર્ણાયક બની છે. તે પહેલાં 200 કરોડનો દંડ થયો હતો તે કેન્દ્રની ભાજપ સરકારે માફ કરી દીધો છે.
જાહેર હિતની અરજી
જાન્યુઆરી 2011માં ખેતી વિકાસ સેવા ટ્રસ્ટ અદાણીને આપવામાં આવેલી પર્યાવરણની મંજૂરીઓમાં મોટા પાયે ગડબડ થઈ છે અને મુંદરા પોર્ટ અને SEZમાં મોટા પાયા ઉપર પર્યાવરણના નિયમોનો ભંગ કર્યો છે. એવી જાહેર હિતની ફરિયાદ થઈ હતી.
મનાઈ હુકમ કર્યો
હાઇકોર્ટેના ચીપજસ્ટિસ એસ. જે. મુખોપાધ્યા કહ્યું કે આ અરજી અદાણી સામે અત્યાર સુંધીની સૌથી મોટી છે. મૅગ્રોવ કાપવામ કે તેને નુકશાન પહોંચાડવાની 6.7.2011ના રોજ મનાઈ ફાર્માવી દીધી હતી.
ભાજપ સરકારનો સાથ અને કૌભાંડ થયું
ગુજરાતની વડી અદાલતનો હુકમ હોવા છાતાં પણ પોતાને ભાજપ સરકારનો સાથ છે તેમ માની અને પોતે કાયદાથી ઉપર છે એવી માનસિકતા ધરાવતી અદાણી કંપનીએ મનાઇહુકમ માન્યો નહીં અને સરકારે પણ અદાણીને કૉર્ટના હુકમનું પાલન કરવા ફરજ પાડી નહીં.
તેથી ખેતી વિકાસ સેવા ટ્રસ્ટ કોર્ટના હુકમનો અદાણી અને સરકાર ભંગ કર્યો છે એવા પુરાવા કોર્ટમાં રજૂ કરીને કોર્ટના અવમાનાનો કેશ દાખલ કરવામાં આવ્યો હતો.
ગૌતમ અદાણીને પહેલી વખત પક્ષકાર બનાવાયા
કંપનીના માલિક ગૌતમ અદાણીને પહેલીવાર એક પક્ષકાર તરીકે સામેલ કરવામાં આવ્યા હતાં. ફરીવાર પહેલી જ સુનવણીમાં કોર્ટ એવું નોંધ્યું કે પ્રથમ દ્રષ્ટિએ જ કોર્ટના હુકમનો ભંગ થયો છે તેથી સમિતિ બનાવવા કોર્ટે હુકમ કર્યો હતો.
કામગીરી ન કરવા આદેશ
સરકાર અને અદાણીના દબાણ વચ્ચે સમિતિ પોતાની રિપોર્ટ કોર્ટને સોંપ્યો હતો. જેમાં સમિતિ સ્વીકાર્યું કે હાઇકોર્ટેના ઓર્ડરનો ભંગ થયો છે.
સમિતિના રિપોર્ટ ઉપરથી હાઇકોર્ટ 1000 હેકટર જેટલા વિસ્તારમાં અદાણીને કોઇપણ કામગીરી કરવાની મનાઈ ફરમાવી દીધી હતી. DSPને પોલીસથી સુરક્ષિત રાખવા જણાવ્યું હતું.
જિલ્લા સેશન જજની તપાસ
ફરી એકવાર વર્ષ 2015 માં હાઇકોર્ટ દ્વારા પહેલીવાર જિલ્લા સેશન કોર્ટના સીટીંગ મુખ્ય જજના દ્વારા અદાણીની તપાસ કરાવવામાં આવી હતી. જિલ્લા જજે અદાણી કંપનીએ નિયમોનો ભંગ કર્યો છે તેવો સીલબંધ રિપોર્ટ અને ફોટાઓ અને વીડિયો પુરાવા સાથે આપ્યા હતા.
ફરી નિષ્ણાંત સમિતિ બની
જિલ્લા જજના રીપોર્ટમાં બધી હકીકતી જાણયા પછી ફરી એકવાર વધુ એક નિષ્ણાત સમિતિ બનાવી ને આખાય અદાણી પોર્ટ અને SEZની તપાસ કરવા અને રિપોર્ટ આપવા હાઇકોર્ટ દ્વારા તારીખ 5.11.2015ના હુકમ કરવામાં આવ્યો હતો.
આ નિષ્ણાત સમિતિ બે સભ્યોની બનેલી હતી જેમાં એક સદસ્ય અરજીકર્તા વતી ગોવાથી અને અદાણી કંપનીનો એક પ્રતિનિધિ પશ્ચિમ બગાળથી લેવામાં આવ્યા હતા.
100 હેક્ટર ચેરના જંગલોનો વિનાશ
કોર્ટના દ્વારા ગઠિત આ સમિતિએ પોતાના રિપોર્ટમાં કોર્ટને એવું જણાવ્યું કે અદાણી કંપનની 100 હેકટર કરતા વધારે વિસ્તારમાં આવેલા મૅગ્રોવના જંગલનો નાશ કર્યો છે.
ગેરકાયદે જમીન આપવામાં આવી
સમિતિએ કોર્ટને જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા 9.10.1969 ના રોજ ફોરેસ્ટ એક્ટ 1927 મુજબ મુંદરાના દરિયાકિનારા ઉપર 5333.73 હેકટર વિસ્તરને “મૅગ્રોવ અનામત જંગલ” તરીકે જાહેર કરવામાં આવેલો છે.
1985 માં ધ્રબ ગામે 250 હેકટર વિસ્તારને ચેર કે મેગૃવ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. જે 1991ના CRZ જાહેરનામા પહેલાના હતા.
હવે 1991ના CRZ જાહેનમાં અને 1969ના જાહેરનામાને સાથે વાંચવામાં આવે તો આ જંગલની જમીનો અદાણીને આપવી એ બિલકુલ ગેકાયદેસર અને બધા જ નિયમોની વિરુદ્ધનું બનતું હતું.
ફરી જંગલ ઊભું કરો
સમિતિ વિસ્તૃત અભ્યાસ અને સ્થળ નિરીક્ષણ કર્યા પછી એવા નિર્ણય ઉપર આવી કે અદાણીને વર્ષ 2009માં મુંદરા ની અનામત જગલ વિસ્તારની જે 1840+164(2008) હેકટર જમીનો નિયમો અને કાયદા વિરુદ્ધ આપવામાં આવી હતી.
તેથી બધી મળીને 6693 હેકટર જેટલી જમીનો અદાણીને આપવામાં આવે નહીં.
જે આપી છે તેને તેના મૂળ સ્થિતિમાં પરિવર્તિત કરવામાં આવે. 1969 માં જે સ્થિતિમાં હતી એવી જ સ્થિતિમાં ફરીથી લાવવામાં આવે.
સમિતિ કોર્ટને ભલામણ કરી છે કે અદાણી જ્યાં ચેરના જંગલને નુકશાન કર્યું છે તે જ જગ્યા ઉપર તેનું ફરિથી રિપ્લાન્ટનશન કરવામાં આવે. અદાણી જે આ વિસ્તારમાં નુકશાન પહોચાડ્યું છે તેને 2005ની પરિસ્થિતિમાં જ હતો તેવી વાસ્તવિક પરિસ્થિતિ માં અદાણી કરી નાખે.
અદાણી હાઉસ પણ ગેરકાયદેસર
નિષ્ણાત સમિતિએ પણ શોધી કાઢ્યું છે કે અદાણીની પોતાની કમર્શિયલ ઓફીસ “અદાણી હાઉસ” પણ ગેરકાયદેસર રીતે નવીનાળ ક્રિક ઉપર બાંધવામાં આવ્યું છે અને આ આખોય વિસ્તાર CRZ 1991/2011મુજબ “નો ડેવલપમેન્ટ ઝોન” છે. તેથી તેમાં કોઈપણ જાતનું બાંધકામ મંજૂરીને પાત્ર નથી. સ્થાની વહીવટી તંત્રએ આ ગેરકાયદેસર બાંધકામ સામે આંખ આડે કાન કર્યા છે.
આ સમિતિએ 500 એકર જેટલા વિસ્તારમાં મેન્ગરોવ પ્લાન્ટનશન કરવાની પણ ભલામા કારી છે.
આખીય લડતમાં અદાણી દ્વારા થયેલાં પર્યાવરણના નુકશાનને સાબિત કરવાનું અતિ મુશ્કેલ હતું. ત્યારે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સેટેલાઇટ દ્વારા સાબિત કરાયું
ભ્રષ્ટાચાર કેવળ રૂપિયા આપીને કે ભેટ સોગાદ આપીને થાય છે એવું નથી. નિયમો અને કાયદાઓનું પાલન ન કરાવવું અને તેમાં છૂટછાટ આપવી એ ભ્રષ્ટાચાર છે. જે ગુજરાત ભાજપના નેતાઓ અને ગૌતમ અદાણી એ કર્યો હોવાનું પ્રસ્થાપિત થયું છે.
અદાણી બેરોકટોક CMOમાં જઈ શકે, લોકો નહીં
અદાણી કંપની અને તેના માલીક ને વર્તમાન સરકારના મુખીયાની ખૂબ નજીકના વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે અને CMO કાર્યાલય તેમજ CMO હાઉસમાં તેમને સુરક્ષા તપાસમાંથી પણ છૂટ મળેલી છે. એટલા નજીક વ્યક્તિની કંપની હોય તે શું પર્યાવરણ કાયદામાં તેને છૂટછાટ આપવાની? પ્રધાનમંત્રીને પર્યાવરણ માટે કામગીરી કરવા બદલ “ચેમ્પિયન ઓફ અર્થ” આંતરરાષ્ટ્રીય સન્માન આપવામાં આવે છે અને ગુજરાત સરકાર પર્યાવરણનો વિનાશ કરી રહી છે.
અદાણી કંપની મુંદરામાં પોતાના પોર્ટ અને SEZ નો વિકાસ કરવા માટે પર્યાવરણ અને કાયદાઓ તોડજોડ કર્યા છે.
અદાણી સાથે સમજૂતી કરી લેવાય છે
વિશ્વની મહાકાય કંપની સામે મુંદરાના સ્થાનિક લોકો લાંબા સમયથી પર્યાવરણ અને ગૌચર જમીન માટે લડત કરતા આવ્યા છે. ઘણા લોકો પર્યાવરણનો અદાણી કંપની ભંગ કરે છે તેમ કહીને કેસ કરે અને છેલ્લે અદાણી સાથે સમજૂતી કરી હોય એવું વર્તન કરે છે. તમામ લોકોને રૂપિયાના જોરે ખરીદી શકાતા નથી. અદાણી જેને પોતાના રૂપિયાના જોરથી ઝુકાવી નથી સકી તેવા વ્યક્તિ હોય છે. સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોના સંગઠન ખેતી વિકાસ સેવા ટ્રસ્ટ અને તેના પ્રમુખ નારાણભાઇ ગઢવીએ ઉપરોક્ત તમામ વિગતો આપતાં જણાવ્યું હતું.
(દિલીપ પટેલ)