અનાજ કઠોળ કરતાં દૂધની આવક વધું

દુધાળા પશુઓની નસલ સુધારણા માટે ગૌશાળામાં આશ્રય લેતી ગાયના વર્ગીકરણ ઉપર અને શ્રેષ્ઠ ઓલાદના નંદી દ્વારા સુધારણા ઉપર પણ ભાર મૂક્યો હતો, એટલું જ નહીં એક ગૌશાળામાં બે-અઢી વર્ષના સમયગાળા બાદ નંદિ ની ફેરબદલી કરવા પણ અનુરોધ કર્યો હતો.

તાજેતરમાં થયેલ પશુધન ગણતરીમાં ગુજરાતનું પશુધન ૨૩૭ લાખનું છે અને પશુધન ગણતરી આંકડા મુજબ દેશી માદા ઓલાદોની સંખ્યામાં ૧૦ ટકા વધારો નોંધાયો છે.

GCMMF અમુલ, આણંદના ચીફ ઓપરેટિંગ ઓફિસર કિશોરસિંહ ઝાલાએ કહ્યું હતું કે, દેશની જીડીપીમાં ડેરી અને પશુપાલન ક્ષેત્રનું હાલમાં ચાર ટકા યોગદાન છે. સમગ્ર વિશ્વમાં છેલ્લા બે દાયકાથી સૌથી વધુ ઉત્પાદન કરતાં દેશની યાદીમાં ભારત ટોપ પર રહેલો દેશ છે.  ભારત દેશમાં પ્રતિદિન ૪૮ કરોડ લીટર દૂધ ઉત્પાદન થાય છે. વિશ્વમાં કુલ ઉત્પાદનની સરખામણીમાં ભારતનું યોગદાન ૨૦ ટકા જેટલું છે, વર્ષ-૧૯૭૦માં પાંચ ટકા જ હતું. દૂધ ઉત્પાદન ક્ષેત્રમાંથી ભારત દેશના સાત લાખ કરોડની આવક છે. અનાજ અને કઠોળ-દાળના ઉત્પાદનની આવક કરતાં વધુ છે. વર્ષ-૨૦૩૩-૩૪ સુધીમાં ભારતમાં ૯૧ કરોડ લીટર દૂધ ઉત્પાદન પ્રતિદિન થતું હશે.