ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી EWS કેટેગરીની બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં ન આવતાં એબીવીપી દ્વારા છેલ્લા એક સપ્તાહથી આંદોલન કરવામાં આવી રહ્યુ છે. આજે એબીવીપી આ EWS કેટેગરીની બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો જોઇએ તેવી માંગણી સાથે યુનિવર્સિટીમાં બેઠા હતા.આ દરમિયાન કુલપતિએ પ્રવેશ સમિતિની બેઠક બોલવતાં સિન્ડીકેટ સભ્યો બેઠકમાં પહોંચ્યા હતા. જેમા કોંગ્રસના સિન્ડીકેટ સભ્ય પોતે સ્વનિર્ભર કોલેજના માલિક હોવાના કારણે એબીવીપીએ વિરોધ કરતાં કોંગ્રેસના સભ્યએ ફોન કરીને એનએસયુઆઇના કાર્યકર્તાઓને બોલાવી લેતાં એબીવીપી અને એનએસયુઆઇના કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી. છેવટે બન્ને સંગઠનોએ સામસામી પોલીસ ફરિયાદ કરવાની તાજવીજ હાથ ધરી હતી.
ગ્રાન્ટેડ બી.કોમ. અને બીબીએ કોલેજોમાં ખાલી પડેલી EWS કેટેગરીની બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના બદલે કુલપતિએ આ બેઠકો પર પ્રવેશ બંધ કરાવી દીધો હતો જેના કારણે અનેક વિદ્યાર્થીઓ EWS કેટેગરીની બેઠકો પર પ્રવેશથી વંચિત રહ્યા હતા. આ મુદ્દે એબીવીપીએ છેલ્લા ૧૦ દિવસથી આંદોલન શરૂ કર્યુ છે. એબીવીપીએ એવા આક્ષેપો કર્યા હતા કે કુલપતિએ સ્વનિર્ભર કોલેજોની બેઠકો ફૂલ થઇ જાય તે માટે આ પ્રકારનો નિર્ણય કર્યો છે. એબીવીપીના કાર્યકર્તાઓ આજે કેમ્પસમાં આ મુદ્દે ન્યાય મેળવવા માટે બેઠા હતા. આ દરમિયાન કુલપતિએ પ્રવેશ સમિતિની બેઠક બોલાવી હતી. જેમાં હોદ્દાની રૂએ કોંગ્રેસના સિન્ડીકેટ સભ્ય અને સ્વનિર્ભર કોલેજના માલિક દિગ્વિજયસિંહ અને તેના અન્ય સભ્યો પણ બેઠકમાં પહોંચ્યા હતા. આ સમયે એબીવીપીએ આ સભ્યોને ધક્કે ચડાવીને બહાર નીકળવા ન દેતા વિવાદ શરૂ થયો હતો. એબીવીપીના કાર્યકર્તાઓ પોતાને બહાર જવા દેતાં નથી તેવો ફોન સિન્ડીકેટ સભ્યએ એનએસયુઆઇ અને કોગ્રેસના સભ્યોને કરતાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ધસી આવ્યા હતા. જેના કારણે એબીવીપી અને એનએસયુઆઇના કાર્યકર્તાઓ વચ્ચે ખુલ્લા હાથની મારામારી શરૂ થઇ ગઇ હતી. મોડી સાંજે બન્ને વિદ્યાર્થીઓ સંગઠનોએ આમને-સામને પોલીસ ફરિયાદ કરવાનુ નક્કી કરીને પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. આ સમગ્ર ઘટનામાં કુલપતિની ભૂમિકા શંકાસ્પદ હોવાનુ એબીવીપીના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો.

ગુજરાતી
English