અનામત આંદોલનથી 127 જ્ઞાતિઓને ફાયદો થયો

ગુજરાતમાં હાર્દિક પટેલે શરુ કરેલા અનામત આંદોલનના કારણે યુવાનોને વ્યાપક પ્રમાણમાં ફાયદા થયા છે. છેલ્લાં બે વર્ષમાં લોકોને થયેલા ફાયદા અહીં આપવામાં આવ્યા છે. 127 જ્ઞાતિના યુવાનોને ફાયદો થયો છે. 20 ફાયદા નજરે દેખાય છે તે આ રહ્યા. તેમ સમાજ સેવક પરેશભાઈ દવેએ જણાવ્યું હતું

1 – MBBS ના વિદ્યાર્થીઓની ફી 50% થઇ છે.

2 – એન્જીનીયરના વિદ્યાર્થીઓને 50% ફી પરત મળે છે.

3 – રૂ. 15,000 હોસ્ટેલની ફી સવર્ણ સમાજને મળતી થઈ છે.

4 – પુસ્તકોના જે રૂ. 10,000 મેડીકલ અને એન્જીનીયરના વિદ્યાર્થીઓ મળતા થયા છે.

5 – સવર્ણ સમાજના ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓને જે શીષ્યવ્રૂતી મળતી થઈ છે

6 – સ્પીપાના કેન્દ્રો જીલ્લા કક્ષાએ શરૂ થયા.

7 – ગ્રેજ્યુએટ વિદ્યાર્થીને શીષ્યવૃતી મળતી થઈ છે.

8 – યુવા સ્વાવલંબન યોજનામાં તમામ સવર્ણ જ્ઞાતીને મળે છે.

9 – સવર્ણ આયોગની રચનાની જાહેરાત ન થાત.

10 – હાર્દિકના આંદોલનના કારણે અનેક યુવા નેતા ગુજરાતને મળ્યા છે.

11 – ગુજરાત અને દેશના રાજકારણમાં ધરખમ ફેરફારો આવી ગયા.

12 – અનામત પ્રથા સામે હવે પ્રશ્ન ઉભા થયા છે.

13 – મહિલાઓએ નેતૃત્વ ઉભું કર્યું છે.

14 – જો હાર્દિકે આંદોલન ન કર્યુ હોત તો સવર્ણ સમાજના યુવાનોની નોકરીની વય મર્યાદા ૩૩ વર્ષની ન થઇ હોત.

15- સવર્ણ આયોગમાં શૈક્ષણીક લોન,ધંધા માટે સસ્તા દરે લોન આપવાની જોગવાઇ છે.

16- 42 જ્ઞાતિએ અનામત પંચ સમક્ષ અનામતમાં જવા માંગણી કરી છે

17- અનેક નવા નેતાઓ જાહેર જીવનમાં આગળ આવ્યા છે.

18 – સમાજના વર્ગો સામસામે આવવાના બદલે એક થયા છે

19 – ભાજપ સરકાર વિકાસનો દાવો 22 વર્ષથી કરી રહી હતી તે ખોટો સાબિત થયો છે

20 – ભાજપ સામે બીજા પક્ષો મજબૂત બન્યા છે