અનાર પટેલના જમીન કૌભાંડની તપાસ કેમ ન થઈ ?

12 ઓગસ્ટ 2016માં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની પુત્રીનું ગીરની જમીનું કૌભાંડ અને ભ્રષ્ટાચારના કેસની વિગતો વિજય રૂપાણી સરકારે માંગી હતી. તેના આધારે આગળ શું કરવું તેનો નિર્ણય લેવાશે. અનાર પટેલને ગીર અભ્યારણ્યને અડીને 400 એકર જમીન ફાળવવામાં આવી હોવી હતી.

400 એકર જમીન પૈકી 250 એકર જમીન રૂ. 15 દર સ્કવેર મીટરે ફાળવવામાં આવી હતી. રાજય સરકાર દ્વારા વાઇલ્ડ વુડ રીસોર્ટ બનાવવા માટે આ જમીન આપી હતી. અનાર પટેલના ભાગીદાર તરીકે દક્ષેશ શાહ હતા. રાજય સરકાર દ્વારા પાણીના ભાવે દક્ષેશ શાહને અપાઇ હતી.

25 ફેબ્રુઆરી 2016માં અમરેલીના ધારી પાસેની રૂ.180ની જંત્રી કિંમતવાળી જમીન કલેકટરે મુખ્યમંત્રીના પુત્રી અનાર પટેલના વ્યવસાયીક ભાગીદારને માત્ર રૂ.15ના ભાવે આપી હતી.

તેના સાથે જાહેર હીતની રિટમાં 9મી માર્ચ 2016 સુધીની મુદત આપી હતી. જમીનની નજીકની બીજી જમીન ગૌશાળા માટે આપવાની હતી, ત્યારે કલેકટરે તે જમીનની કિંમત રૂ.471 નક્કી કરી હતી, જ્યારે રિસોર્ટ માટે તે જમીન માત્ર રૂ.15ની કિંમતે આપવા નક્કી કર્યું હતું. રિસોર્ટમાં દારૂ, બિયર અને ડિસ્કોથેકની પણ પરવાનગી આપવામાં આવી હતી. એટલું નહીં પરંતુ ફોરેસ્ટથી માત્ર 1.5 કિ.મીના અંતરે હોવા છતાં તેને તમામ મંજૂરીઓ અપાયાનો પીઆઈએલમાં આક્ષેપ કરાયો હતો.

આરટીઆઇ એક્ટિવિસ્ટ સંગઠનના પ્રમુખ રઝાક બલોચે એડ્વોકેટ નિમેશ કાપડિયા મારફત હાઇકોર્ટ સમક્ષ કરેલી પીઆઈએલમાં એવી રજૂઆત કરી છે કે, બોમ્બે ટેનન્સી એન્ડ એગ્રીકલચર લેન્ડ એક્ટ પ્રમાણે ખેડૂત સિવાય કોઇ પણ કંપનીને એન.એ. કર્યા સિવાય જમીન ફાળવી શકાય. જો જમીન ફાળવી હોય તો પણ બે વર્ષમાં તેમણે ત્યાં બાંધકામ કરી દેવું ફરજિયાત છે. જોકે કંપનીને 2008માં જમીન ફાળવ્યા બાદ 2010 સુધી બાંધકામની કોઇ કામગીરી કરી હતી.

પીઆઈએલમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે કંપનીના ડાયરેક્ટર તરીકે દક્ષેશ શાહ અને ગૌરવ શાહ છે. તેમની સાથે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ અનાર પ્રોજેક્ટ લિ. જેવી કેટલીક કંપનીમાં ભાગીદાર છે. જેથી કેસમાં તત્કાલિક અસરથી નિવૃત્ત જજ દ્વારા તપાસ કરાવવામાં આવે, જિલ્લા કલેકટર, ફોરેસ્ટ ઓફિસર સહિતની અધિકારીઓએ જમીન ફાળવણી માટે કરેલી અરજીને ગેરકાયદે જાહેર કરી રદ્ કરાય. કેસમાં રાજ્ય સરકારે સમય આપવા માગ કરતા કોર્ટે વધુ સુનાવણી આગામી 9મી માર્ચ પર મુલતવી રાખી છે.

ગુજરાત ટૂરિઝમ વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટરે પત્ર લખી કંપનીને 5 વર્ષ માટે જમીન ડેવલપ કરવા આપી અને તેનો દર મહિને અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો હતો. જોકે તે બાદ કોઇ પ્રગતિ અંગે તપાસ કરાઇ નથી.

ધારીમાં જંત્રી કરતા ઓછી કિંમતે જમીન આપવા મુદ્દે હાઇકોર્ટમાં PIL

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગાદી છોડ્યાં પછી,નરેન્દ્ર મોદીના સૌથી નજદીકી મનાતા આનંદીબહેનને સાશનની ધુરા સોંપવામાં આવી. દરમિયાન,ઉભા થયેલા પાટીદાર આંદોલન અને ઓબીસી એકતા મંચના સરકાર વિરોધી પ્રદર્શનોના પરિણામે, આનંદીબહેનના જ પાર્ટીની ‘અંદર’ના વિરોધીને ‘દોડવું હતું ને ઢાળ મળી ગયો’. ચોતરફ આનંદીબહેન સરકારના ‘નબળા’વહીવટને ઉપસાવવામાં આવ્યો. અધૂરામાં પૂરું હોય તેમ,ગીર પંથકમાં જમીન મામલે , આનંદીબહેનની સમાજસેવી પુત્રી અનારના જમીન કૌભાંડ ના મામલે પણ ‘બહેન’ પર પસ્તાળ પડી. આ જ મુદ્દે કહેવાય છેકે, આનંદી બહેને ખુલાસો આપવા, પ્રધાનમંત્રી મોદી સુધી દોડવું પડ્યું હતું.  જો કે, વિરોધીનો આરોપ એ પણ હતો કે, અનારના  કહેવાતા જમીન કૌભાંડ દરમિયાન નરેન્દ્ર મોદી જ ગુજરાતના મુખ્યમંત્રી હતા.વિરોધીઓ એ ( પૂર્વ) મુખ્યમંત્રી આનંદી બહેનને એ હદે વ્યથિત કરી મુક્યા કે, આનંદીબહેને, પોતાનું (ના ) રાજીનામુ ‘ફેસબૂક’ જેવી સોશિયલ સાઈટ પર ‘તરતું’ મૂકી દિલ્લીની ‘સલ્તનત’ને પણ હચમચાવી મૂકી હતી.

અનારના પાર્ટનરનું જમીન કૌભાંડ

6 ફેબ્રુઆરી 2016માં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે વિશ્વપ્રસિદ્ધ ગીર અભ્યારણ્યમાં પુત્રી અનાર પટેલને સસ્તા દરે જમીન આપવાની વેતરણ કરી હોવાનો આક્ષેપ કરી કૉંગ્રેસે તેમનાં રાજીનામાંની માગણી કરી છે. આનંદીબહેન મહેસૂલ મંત્રી હતાં ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના પાટલા ગામે અનાર પટેલની સહભાગીદારીની વાઇલ્ડ વૂડ રિસોર્ટ્સ એન્ડ રિયાલિટી પ્રા. લિ.એ તબક્કાવાર 245.65 એકર જમીન મેળવ્યા પછી બાકીની સર્વે નંબર 25માંથી 176.77 એકર મળીને સવા સો કરોડની કિંમતની કુલ 245.62 એકર જમીન મેળવવાનું મની લોન્ડરિંગ કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ શુક્રવારે અમદાવાદમાં પત્રકાર પરિષદમાં કર્યો હતો. દરમિયાનમાં કૉંગ્રેસના નેતા આનંદ શર્માએ પણ નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદ યોજીના આનંદીબહેનનાં રાજીનામાંની માગણી કરી છે.

કૌભાંડની વિગત જાહેર કરતાં મોઢવાડિયાએ કહ્યું હતું કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી તેવો દાવો કરનારા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને આનંદીબહેનના મહેસૂલ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન બગસરામાં વાઇલ્ડ વુડ રિસોર્ટ એન્ડ રિયાલિટી રિસોર્ટ પ્રા. લિ. કંપની રજિસ્ટર્ડ થઈ હતી. સમગ્ર કૌભાંડની તપાસ માટે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ એસઆઇટીની રચના કરવાની માગણી પણ કૉંગ્રેસે કરી છે.

કંપની સંજય વજુભાઈ ધાનક નામના વેપારીના નામે રજિસ્ટર્ડ થઈ ત્યારે ધારી બ્લૉકના પાટલા ગામની સર્વે નંબર 13ની 245.62 એકર જમીન ફાળવાઈ હતી. જમીનનો ભાવ તે સમયે એકર દીઠ માત્ર 60 હજાર ગણવામાં આવ્યો ત્યારે વિસ્તારમાં જમીનનો એકરદીઢ ભાવ રૂ. 50 લાખ હતો. જમીન ખરીદ્યા પછી બીજી 176.77 એકર જમીન પણ ખરીદાતાં કુલ 422.39 એકર જમીન થાય છે.

મોઢવાડિયાએ આક્ષેપ કર્યો હતો કે ઇકો સેન્સિટિવ ઝોનમાં સિંહ અભ્યારણ્યના નિયમ પ્રમાણે બિન વન, બિન ખેતી અને વાણિજ્યિક પ્રવૃત્તિઓ માટે વન સીમમાંથી 10 કિમીની ત્રિજ્યામાં નિયંત્રિત છે. આમ છતાં તત્કાલીન મહેસૂલ મંત્રી આનંદીબહેનના ઇશારે કલેક્ટરે અભ્યારણ્યથી 2 કિ.મી. દૂર આવેલા વાઇલ્ડ રિસોર્ટસ અને રિયાલિટી પ્રા. લિ.ને મંજૂરી આપી હતી. જમીન ખરીદનારા ઉદ્યોગપતિ સંજય વજુભાઈ ધાનક ભાજપના હોવાનો અને દુબઈમાં રહતા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

કૉંગ્રેસ નિષ્ઠાવાન મુખ્યમંત્રી સામે કિચડ ઉછાળે છે : ભાજપ

સમગ્ર કિસ્સામાં મુખ્યમંત્રીની પુત્રી અનાર પટેલ અને પરિવારને ખોટી રીતે જોડીને કૉંગ્રેસે પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે સફળ સુશાસન આપનારાં આનંદીબહેનની નિષ્ઠા અને બેદાગ પ્રતિભા પર કિચડ ઉછાળવાની પેરવી કરી છે તેવી પ્રતિક્રિયા ભાજપના પ્રદેશ પ્રવકત્તા આઇ. કે. જાડેજાએ આપી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે વાઇલ્ડ વૂડ રીસોર્ટસ અને રિયાલીટી પ્રા.લિ. નિયમાનુસાર પ્રક્રિયા હાથ ધરીને જમીન મેળવી છે.

મારી સામેના આક્ષેપો કોંગ્રેસ પ્રેરિત છે: અનાર પટેલ

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની પુત્રી અનાર પટેલ ગીર અભયારણ્ય નજીક આશરે 400 એકર જેટલી ખેતીની જમીનની સંયુક્ત માલિકી ધરાવતી હોવાના કોંગ્રેસના આક્ષેપોના સંદર્ભમાં અનાર પટેલે એવો દાવો કર્યો હતો કે, આખી બાબત કોંગ્રેસ પ્રેરિત છે અને તેણે કશું ગેરકાયદેસર કર્યું નથી.

આખા વિવાદના સંદર્ભમાં સ્પષ્ટ કોઈ જવાબ આપવાના બદલે તેમણે કહ્યું કે, ‘મેં અને મારા પતિએ બાવીસ કરતાં પણ વધુ વર્ષ સમાજ સેવામાં વિતાવ્યા છે. મારા પતિએ સ્વચ્છતા પાછળ જીવન સમર્પિત કર્યું છે. નિરમા યુનિવર્સિટીમાંથી 2008માં એમબીએ કર્યા બાદ વ્યવસાયમાં ઝંપલાવ્યું અને હું દ્રઢપણે માનું છું કે, સામાજિક નૈતિકતા સાથે કાયદેસરનો બિઝનેસ કરવો સૌનો અધિકાર છે. જ્યારે અન્ય વ્યક્તિની નૈતિકતા વિષે લોકો ધારણાઓ બાંધી લે છે ત્યારે દુ:ખ થાય છે. સત્યનો હંમેશા વિજય થાય છે.

કઈ રીતે જમીન તબદિલ કરી :

કોંગ્રેસના આક્ષેપ પ્રમાણે ભાજપના ઉદ્યોગપતિએ રિસોટર્સની જમીન ખરીદ્યા પછી અનિલ ઇન્ફ્રાપ્લસ લિ.ને અઢી લાખ શેર (49.5 ટકા) અને પાર્શ્વ ટેકસકેમ (ઇ.) પ્રા. લિ.ને 49.5 ટકા લેખે અઢી લાખ શેર તબદીલ કર્યા હતા અનાર પ્રોજેક્ટસે રિસોર્ટસની ભાગીદારી ધરાવતી અનિલ ઇન્ફ્રાપ્લસ લિ.ને માલસામગ્રી મળ્યા પેટે રૂ. 9 કરોડની ચૂકવ્યા છે. પાર્શ્વ ટેક્સકેમના નિયામક અને શેરધારક દક્ષેશ શાહ અનારના પારિવારિક મિત્ર અને ભાગીદાર છે. મોઢવાડિયાએ સ્પષ્ટતા કરી હતી કે અનાર પટેલ અને દક્ષેશ શાહ વિવિધ કંપનીઓમાં નિયામક અને શેરધારક છે.

કોંગ્રેસના અન્ય સભ્ય ડો. અનિલ જોષીયારાએ CMના પુત્રી અનાર પટેલને ગીર સેન્ચ્યુરીની અપાયેલી જમીનના કૌભાંડને જોડવાનો પ્રયાસ કરતા ગૃહનું વાતાવરણ ડહોળાયું હતું.

વારંવારની અધ્યક્ષની સૂચના છતાં ડો. જોષીયારાએ વનમંત્રી મંગુભાઈ પટેલને ગીરની જમીન કૌભાંડમાં ઘેરવાનો પ્રયાસ કરતાં સ્પીકરે તેમને દિવસ દરમિયાન ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની ચીમકી આપી હતી.

વાઇલ્ડ વુડ રિસોર્ટનો પ્રશ્ન વિધાનસભામાં જ્યારે ઊછળે છે ત્યારે શાસક પક્ષના ધારાસભ્યો પ્રતિઆક્ષેપોનો મારો ચલાવે છે. સોમવારે બનાસકાંઠાની સેન્ચ્યુરીના પ્રશ્ન સાથે ગીર જમીન કૌભાંડ છળતા ગૃહની કાર્યવાહી થંભી ચૂકી હતી. છેવટે સ્પીકર ગણપત વસાવાએ મામલો થાળે પાડ્યો હતો.

અનાર પટેલે ખુલાસો આપતા સાફ કર્યું છે કે આ તમામ આરોપો પોકળ છે અને કોંગ્રેસ પ્રેરિત છે. તેણે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર કહ્યું છે કે “WWRRPLમાં હું (અનાર પટેલ) ડાયરેક્ટર પણ નથી અને શેરહોલ્ડર પણ નથી. દક્ષેશભાઇ મારા બિઝનેસ પાર્ટનર છે પણ તેનો અર્થ તે નથી કે અમે બધા જ બિઝનેસમાં સાથે હોઇએ” વધુમાં તેમણે કહ્યું કે મેં હંમેશા સામાજિક નૈતિકતા અને કાયદેસર બિઝનેસ કરવામાં જ માન્યું છે. સત્યનો વિજય જરૂરથી થશે.

17 જાન્યુઆરી 2028માં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના દિકરી અનાર પટેલના સહયોગીને ધારી પાસેના ગ્રેટર ગીરના જંગલમાં વાઈલ્ડવુડ રિસોર્ટ પ્રોજેક્ટ માટે જમીન ફાળવવા મુદ્દે હાઈકોર્ટમાં અરજી થયેલી છે. હાઈકોર્ટે આજે આદેશ કર્યો છે કે, આ કેસમાં કેન્દ્ર સરકારને પક્ષકાર બનાવવામાં આવે. હાઈકોર્ટે અરજદારને આદેશ કર્યો છે કે, કેન્દ્ર સરકારને આ અરજીની નકલ આપવામાં આવે. આ કેસની વધુ સુનાવણી ફેબ્રુઆરી મહિનામાં હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, ધારી પાસે ગ્રેટર ગીર જંગલનો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં વાઈલ્ડ વુડ પ્રોજેક્ટ માટે હરાજી કર્યા વગર જ પાણીના ભાવે જમીન આપવામાં આવી છે. આ વિસ્તારમાં વન્ય જીવો અને સિંહોની અવરજવર રહે છે. આ રિસોર્ટના લીધે, વન્ય જીવોને પણ ભારે અસર થશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ આક્ષેપ કરી રાજીનામાની માંગ કરતા કહ્યું હતું કે, PM મોદી અને આનંદીબહેન દ્વારા સરકારની આડમાં પોતાના મળતીયાઓને ફાયદાઓ કરાવી ભ્રષ્ટાચાર કરાવવામાં આવે છે. મોઢવાડીયાએ કહ્યું હતું કે, અનારબેન પટેલના ભાગીદારોને વાઈલ્ડવુડ રિસોર્ટ પ્રા. લિ.ના નામે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના પાતળા ગામે ગીર સિંહ અભ્યારણ્યના ૦થી ૧.૫ કિ.મી. ત્રિજયામાં ઈકો સેન્સીટીવ ઝોનના વ્યાપારી-ઔઘોગિક રીતે પ્રતિબંધિત ઝોનમાં આવેલી ૨૪૬ એકર સરકારી ખરાબાની જમીન માત્ર રૂ. ૧૫ ના ટોકન દરથી “ઉપર”ની સૂચનાથી ઝડપે મંજૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય ૧૭૧ એકર ખેતીની જમીનને બિનખેતીમાં ગેરકાનુની રીતે રૂપાંતરિત કરીને ૪૨૨ એકર જમીન ઉપર રિસોર્ટ બનાવવાના નામે આંબાનો કેસર કેરી અને અન્ય ઝાડનો અનાર પટેલે બગીચો બનાવીને ગેરકાનુની ફાર્મ હાઉસ બનાવવાનું કૌભાંડ કર્યું હતું.

તેમણે જેતે સમયે વધુમાં જણાવ્યું હતું કે, રિસોર્ટ જેવી વાણિજ્યિક પ્રવૃત્તિ માટે જમીનનો પ્રવર્તમાન ભાવ રૂ. ૧૮૦/- પ્રતિ ચો.મી. ચાલે છે. જમીનનો બજારભાવ તો એક એકરના રૂ. ૫૦ લાખથી રૂ. ૧ કરોડ સુધી ચાલે છે. એટલે કે રૂ. ૧,૨૫૦/- પ્રતિ ચો.મી. છતાં ઉપરના દબાણને કારણે તા. ૫-૧૨-૨૦૦૮ના રોજ મળેલી જિલ્લા કક્ષાની જમીન મૂલ્યાંકન સમિતિએ જમીનના ભાવ રૂ. ૧૫/- પ્રતિ ચો.મી.ની ભલામણ કરી હતી.

અનાર પટેલને જમીન ફાળવણીના મુદ્દે આઝાદે મોદીનું નામ ઉઠાવતા ભાજપે ઉઠાવ્યો વાંધો

નવી દિલ્હી, તા. 2: રાજયસભામાં આજે, ગુજરાતના મુખ્ય મંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ તથા તેમના ભાગીદારને 10માં સુરક્ષિત ક્ષેત્રમાં, પંદર રૂપિયે ચો.મીટર જેવા નજીવા દરે જમીનની ફાળવણી કરાયાનો મુદ્દો કોંગ્રેસના પ્રમોદ તિવારીએ ઉઠાવતાં અને એરસેલ-મેકિસસ કૌભાંડમાં આચરાયેલા ભ્રષ્ટાચાર સબબ પૂર્વ નાણાંમંત્રી પી.ચિદંબરમના પુત્ર કાર્તિ સામે તપાસ કરવા અન્નાદ્રમુકના સભ્યોએ, સભાપતીની બેઠક સમક્ષ ધસી જઈ જોરશોરથી માગણી કર્યા સાથે ગૃહમાં આજે ભારે ધમાલ સર્જાઈ હતી. તિવારીની રજુઆત સામે સંસદીય કાર્યના રાજય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ વાંધો ઉઠાવતાં ભારે શોરબકોર વચ્ચે ગૃહના ઉપાધ્યક્ષ પીજે કુરીઅને તિવારીને તેમનો મુદ્દો શૂન્યકાળ હેઠળ મુદ્દો ઉઠાવવા જણાવ્યુ હતું. ભાજપના ભૂપેન્દ્ર યાદવે ધ્યાનાકર્ષક નોટિસ આપી હતી. ગૃહમાં સૂત્રોચ્ચારનો શોર વધી પડતા ઉપાધ્યક્ષે ગૃહ બપોર સુધી મુલતવી રાખ્યુ હતું. બીજી તરફ લોકસભામાં એરસેલ-મેકિસસ સોદાના કૌભાંડ પરની ચર્ચા દરમિયાન નાણાં મંત્રી અરુણ જેટલીએ એવી માર્મિક ટકોર કરી હતી કે ‘અમારી સરકાર કોઈ પવિત્ર ગાય (તેમનો મોઘમ ઈશારો કાર્તિ ચિદંબરમ પ્રતિ હતો) ધરાવતી નથી જેને બક્ષવામાં આવે.’ લોકસભામાં આજે આખો દિવસ એરસેલ-મેકિસસ સોદાના કાભાંડ બાબતે કોંગ્રેસ-ડાબેરી પક્ષોના વિરોધ છતાં સ્પીકરે ચર્ચાની મંજૂરી આપતાં અન્નાદ્રમુક અને બીજેડી બેઉએ એનડીએ સરકાર અને કોંગ્રેસ વચ્ચે મિલીભગત હોવાનો આક્ષેપ કરતા જણાવ્યુ કે અમે સરકાર પાસેથી એ જાણવા માગીએ છીએ કે એવી કઈ તાકાત છે.ં જે બેઉ આ પિતા-પુત્રને બચાવી રહી છે. જો કે જેટલીએ જણાવ્યુ હતું કે તપાસની ગતિ ધીમી હોવાનો આક્ષેપ ખોટો છે. કોંગ્રેસી અને ડાબેરી સભ્યો વોકઆઉટ કરી ગયા હતા લોકસભામાં સતત બીજા દિવસે અન્નાદ્રમુક સભ્યોએ એરસેલ-મેકિસસ કૌભાંડ મામલે કાર્તિ ચિદંબરમ સામે પગલાં લેવાની માગણી સાથે એનડીએ સરકાર પગલાં લે તેવા સૂત્રોચ્ચાર સાથે ધાંધલ મચાવી હતી.

બપોર બાદ રાજયસભાની બેઠક મળતાં ગૃહમાંના વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદે પણ નરેન્દ્ર મોદી ગુજરાતમાં સીએમ હતા ત્યારે જમીનની ઉકત ફાળવણી થયાનું જણાવી અનાર પટેલવાળો મુદ્દો ઉઠાવી તેની તપાસ કરાવવા માગણી કરી હતી, વડા પ્રધાનનો નામોલ્લેખ થવા સંદર્ભે શાસક પક્ષે વાંધો ઉઠાવ્યો હતો.ઉપાધ્યક્ષ કુરીઅને ટકોર કરી હતી કે કોંગ્રેંસી સભ્યો ધાંધલ શા માટે કરે છે તે સમજાતું નથી, તેઓ આ બાબત ઉઠાવવા નોટિસ આપે.

લોકસભામા કોંગ્રેસી સભ્યોએ એચઆરડી મંત્રી સ્મૃતિ ઈરાની સામેની વિશેષાધિકાર ભંગ નોટિસને લઈ ભારે ઉહાપોહ મચાવ્યો હતો. જો કે શોરબકોર વચ્ચે સ્પીકર સુમિત્રા મહાજને પ્રશ્નકાળ ચલાવ્યો હતો.

લોકસભામાં સંસદીય બાબતોના મંત્રી એમ. વેન્કૈયા નાયડુએ શોરબકોર વચ્ચે જણાવ્યુ હતું કે કોઈ પણ બાબતે કોઈ પણ રીતે ચર્ચા કરવામાં અને જરૂરી પગલાં લેવામાં સરકારને કોઈ સમસ્યા નથી. કાર્તિ મુદ્દે ચર્ચા કરવા છુટ આપવાના સ્પીકર મહાજનના નિર્ણય સામે વાંધો ઉઠાવી કોંગ્રેસી સભ્યો ગૃહ મધ્યે ધસી આવ્યા હતા.

વિધાનસભા

21 માર્ચ 2016માં કોંગ્રેસના ધારાસભ્યએ ગીર અભયારણ્યમાં વાઇલ્ડવૂડ રિસોર્ટસને જમીન આપાવાના મુદ્દાને ટાંકીને સરકારને સવાલ કર્યો હતો. કોટવાલે પૂછ્યુ હતુ કે વાઇલ્ડ વૂડ રિસોર્ટસને ગીર અભયારણ્ય વિસ્તારમાં જે રીતે ટોકન દરે જમીન અપાઇ છે તે રીતે અન્ય કોઇ અભયારણ્યમાં પણ જમીન અપાઇ છે કે કેમ? કોટવાલે દાવો કર્યો હતો કે વનમંત્રીએ તેમના સવાલનો જવાબ નહોતો આપ્‍યો.

કોટવાલે પૂછ્યુ હતુ કે બનાસકાંઠામા આવેલી વાઇલ્ડ લાઇફ સેન્ચૂરીમાં પણ વાઇલ્ડ વૂડ રિસોર્ટસને જમીન આપવાનુ આયોજન છે કે નહીં ? જો કે કોટવાલના દાવા પ્રમાણે વનમંત્રી તેમના આ સવાલનો જવાબ નહોતા આપી શક્યા. વધુમાં તેમણે બનાસકાઠા જિલ્લામાં આવેલા અભયારણ્ય અંગે પણ પુરક સવાલ કર્યો હતો. તેમણે વાઇલ્ડ લાઇફ સેન્ચુરીના કારણે કેટલા આદિવાસી પરિવારોને તગેડી મૂકાયા હતા તેવો વેધક સવાલ કર્યો હતો. સાથે જ તેમને કેટલી જમીન અપાઇ અને પુનઃવસવાટ ક્યાં કરાયુ તે અંગે પણ સવાલ કર્યો હતો.

વાઇલ્ડવૂડ રિસોર્ટ અને રિયાલટી પ્રા.લિને ગીર અભ્યારણની બાજુમાં અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં સરકારી જમીન પાણીના ભાવે ફાળવી, બિનખેતીની મંજૂરી-રિસોર્ટની મંજૂરી કૌભાંડ વગેરે કૌભાંડોમાં મુખ્યમંત્રી આનંદીબહેનની પુત્રી અનાર પટેલની સંડોવણી ખુલ્લી પડી હતી. જેમાં મુખ્ય પ્રધાનની આનંદીબેન પટેલની ખુરશી ગઈ છતાં આજ સુધી તે અંગે રૂપાણી સરકારે કોઈ પગલાં ભર્યા નથી.

પક્ષના પ્રવક્તા આનંદ શર્માએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે ગીર અભ્યારણ્ય નજીક એક ખાનગી રિસોર્ટ બનાવવા તત્કાલીન સરકારે સાવ પાણીના ભાવે જમીનની ફાળવણી કરી હતી.આ મામલે વડાપ્રધાને સફાઇ આપવી જોઇએ કે તેમને આ ડીલની જાણ હતી કે નહીં.

એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે ગીર સિંહ અભ્યારણ્ય નજીક વાઇલ્ડવુડ્સ રિસોર્ટ એન્ડ રિયાલીટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીને 250 એકર જમીન 15 રૂપિયે સ્કેવર મીટરના ભાવે ગુજરાત સરકારે ફાળવી આપી હતી.આ કંપની સાથે હાલના મુખ્યમંત્રી અને તત્કાલીન રેવન્યુ મિનિસ્ટર આનંદીબહેન પટેલની પુત્રી અનાર પટેલ લીંક ધરાવે છે.

આનંદ શર્માએ સવાલો ઉભા કરતાં જણાવ્યું હતું કે તત્કાલીન મોદી સરકારે કેવી રીતે આ જમીનની ફાળવણી કરી તેનો ખુલાસો કરવો જોઇએ.આ જમીનની ફાળવણી કેબીનેટની મંજુરીથી કરવામાં આવી હતી કે નહીં તેનો ખુલાસો પણ થવો જોઇએ.

અંગ્રેજી અખબાર પ્રમાણે વાઇલ્ડવૂડ રિસોર્ટ અને રિયાલટી પ્રા.લિને 2008માં દુબઇના વેપારી અને અમેરલીમાં ભાજપ સાથે સંકળાયેલા સંજય ધણાક દ્રારા બનાવવામાં આવી હતી.આ કંપનીએ ધારી બ્લોકમં રિસોર્ટ,પ્રવાસનના વિકાસ માટે સરકારી જમીન મેળવવા અરજી કરી હતી.સરકારે કંપનીને 2010માં 245.62 એકર જમીન ફાળવી આપી અને તેને બિન ખેતી હેતુ તબદિલ પણ કરવામાં આવી હતી.

એ પછી આ જમીન દક્ષેશ શાહ અને બીજાઓને તબદિલ કરવામાં આવી હતી.2011માં વાઇલ્ડવૂડ રિસોર્ટ અને રિયાલટી પ્રા.લિના શેર દક્ષેશ શાહ અને અમોલ શેઠ નામની વ્યક્તિઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.આ બંને બિઝનેસમેન રેલીશ ફાર્મા નામની બીજી કંપનીમાં પણ ભાગીદાર છે.

સુત્રો જણાવે છે કે રેલીશ ફાર્મામાં આનંદી બહેનના પુત્રી અનાર પટેલ પણ ભાગીદાર છે.એ સિવાય અમોલ શેઠની બીજી એક કંપની આહના સોલર પ્રાઇવેટ લિમિટેડમાં પણ અનાર પટેલ ડાયરેક્ટર રહી ચુક્યા છે.

અનાર પટેલની અનાર પ્રોજેક્ટ કંપનીને દક્ષેશ શાહની હિસ્સેદારીવાળી ઇનોવેટીવ ઇન્ફ્રાપ્લસ કંપનીએ 2.95 કરોડ રૂપિયા આપ્યા છે.દક્ષેશ શાહની કંપનીએ અનાર પટેલને 20 લાખ રૂપિયા એડવાન્સ પણ આપ્યાં છે.