અપૂરતાં વરસાદનાં કારણે બનાસકાંઠામાં મગફળીનાં પાકમાં ઘટાડો

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે નહિવત વરસાદના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલુ વર્ષે વરસાદ ઓછો હોવાના કારણે મગફળીના પાકને ભારે નુકસાન થવા પામ્યું છે અને ગત વર્ષ કરતા આ વર્ષે મગફળી ઓછી થઈ હોવાના કારણે ડીસા માર્કેટયાર્ડમાં પણ ગત વર્ષ કરતાં આ વર્ષે મગફળીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખૂબ જ ઓછો વરસાદ થયો છે. જેના કારણે ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર પણ કરવામાં આવ્યા છે. ગત વર્ષે વધુ વરસાદ હોવાના કારણે પૂર આવ્યું હતું. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતોના પાક ધોવાઈ ગયા હતા. જેથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. ત્યારે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સાવ ઓછો વરસાદ હોવાના કારણે તમામ પાકોને ભારે નુકસાન હોવાનાં કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ વરસાદ ઓછો થયો હોવાથી મગફળીનું ઉત્પાદન સાવ ઓછું થયું છે. મગફળીના પાકમાં વધુમાં વધુ પાણીની જરૂર હોય છે, પરંતુ ચાલુ વર્ષે વરસાદ પણ ઓછો થયો હોવાથી મગફળીના પાકને યોગ્ય પ્રમાણે પાણી મળ્યું નહીં. જેના કારણે આ વર્ષે ખેડૂતોને મગફળીમાં 50 ટકા જેટલું નુકસાન જોવા મળી રહ્યું છે. ગત વર્ષે સારો વરસાદ અને સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર કરવામાં આવતા ખેડૂતોને સારો એવો નફો મળ્યો હતો. પરંતુ આ વર્ષે ભાવ તો સારા છે પરતું મગફળીનું ઉત્પાદન ઓછું થવાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ નહિવત હોવાના કારણે મગફળીનું ઉત્પાદન સાવ ઓછું થયું છે. જેના કારણે ડીસા માર્કેટયાર્ડમાં પણ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે મગફળીની આવકમાં 20 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે ગત વર્ષે સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરતા ખેડૂતો 800 થી 850 જેટલો ભાવ મળતો હતો. જેથી મોટા પ્રમાણમાં ખેડૂતોની મગફળી માર્કેટયાર્ડમાં આવી હતી. જેથી માર્કેટયાર્ડમાં મગફળીની આવક પણ સારી થઈ હતી. પરંતુ ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ઓછો થયો હોવાના કારણે ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની આવકમાં 20 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે મગફળીનો ભાવ 900 થી 950 જેટલો છે. જે ગત વર્ષ કરતા 100 રૂપિયા જેટલો મગફળીનો ભાવ વધારે છે. આ વર્ષે ઓક્ટોબર મહિના સુધી ડીસા માર્કેટયાર્ડમાં બે લાખ બેતાલીસ હજાર ત્રણ સો જેટલી બોરીની આવક ડીસા માર્કેટયાર્ડમાં થઈ છે. પરંતુ વરસાદ ઓછો હોવાના કારણે મગફળીનું ઉત્પાદન સાવ ઓછું થયું છે. જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.