ગુજરાતમાં પોલીસે નશીલા પદાર્થોને પકડવાનું ચાલુ કરતાં તેના ભાવ ડ્રગ ડિલરોએ વધારી દીધા છે. પહેલાં રૂ.40 હજારનું કિલો મળતું અફિણ હવે રૂ.50 હજારના કિલોના થઈ ગયા છે. બનાસકાંઠામાં પકડાયેલા અફીણનો ભાવ 100 ગામનો રૂ.5000 જાણવા મળ્યો છે. આમ અફિણ હવે રૂ.50,000 નો કિલો મળતું થયું છે.
થરાદ તાલુકાના ભરડાસર ગામે કેશરાભાઈ દલાભાઈ પટેલના ખેતરમાં બનાવેલા રહેણાંક ઘરમાં નશીલા – નાર્કોટિક્સ અંગે દરોડો પાડ્યો હતો. જેમાં કેશરાભાઈના રહેણાંક ઘરમાંથી પોષ ડોડાનો જથ્થો ૫૮.૮૧૦ કિગ્રા કિ.રૂ.૧,૭૬,૪૩૦નો મળી આવેલ અને તેની પાસેથી ૬૪ ગ્રામ અફીણ કિ.રૂ.૩૨૦૦ તથા મોબાઈલ ફોન ૧ કિ.રૂ.૫૦૦ મળી કુલ રૂ.૧,૮૦,૧૩૦નો ગેરકાયદેસરનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુધ્ધ થરાદ પો.સ્ટે ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાસકાંઠા પોલીસ અધિક્ષક તરૂણકુમાર દુગ્ગલે જિલ્લામાં થતી નશિલા પદાર્થોની – નાર્કોટિક્સ પદાર્થોની હેરા-ફેરી તથા વેચાણ ઉપર જાસૂસી કરીને સુચના આપતા થરાદના સર્કલ પો.ઈન્સ. જે.એન.ખાંટ, એસ.ઓ.જી ટીમના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે.પાટડીયા તથા એસ.ઓ.જી ટીમના એ.એસ.આઈ કાન્તીભાઈ, હેડ.કોન્સ્ટેબલ ભુરાજી, હેડ.કોન્સ.વનરાજ, હેડ.કોન્સ.દિલીપ,આ.પો.કોન્સ.સંજય, આ.પો.કોન્સ. દલપત, આ.પો.કોન્સ. ભોજુભાઈ તથા આ.પો.કોન્સ.દિલીપ તથા ડ્રા.પો.કોન્સ.પ્રવિણ વિગેરે સાથે મળીને આ કામ પાર પાડ્યું હતું.
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શિવાનંદ ઝા તથા સરહદી વિભાગ ભુજ, કચ્છના પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદીએ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી કાયદેસર કાર્યવાહી કરવા ખાસ સુચના આપેલ છે.