અમદાવાદના 77 તબિબોને બદલી કાઢ્યા

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી એકાએક 77 તબિબોની બદલી સરકારે પોતાની ખામી ઢાંકવા માટે અને ગેરરિતિ કરવા માટે અમદાવાદ બહારની મેડિકલ કોલેજમાં કરી છે. સમગ્ર ગુજરાતમાં 161 તબિબોની બદલી કરી દેવામાં આવી છે. જેમાં સૌથી વધું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી જામનગર, સુરત, ભાવનગર, હિંમતનગર, જૂનાગઢ જેવા સ્થળોએ બદલી એટલા માટે કરી છે કે જ્યાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનું આકરું ઈન્સ્પેક્શન આવવાનું છે. જ્યાં તબિતો કે પ્રોફેસર ન હતા ત્યાં ઈન્સ્પેક્શન થાય ત્યાં સુધી બદલી કરીને સરકાર પોતે કાઉન્સલને ગેરમાર્ગે દોરી રહી છે. આવી હોસ્પિટલોમાં પુરતા તબિબો હોય તો જ માન્યતા મળે છે. તેથી તેમને તાબડતોબ બદલી કરવામાં આવી છે.

અમદાવાદ ઉપરાંત રાજકોટમાં પણ 47 તબિબ શિક્ષકોની બદલી કરી છે. MCI ત્યારે જ મેડિકલ કોલેજને માન્યતા આપે છે કે જે તે મેડિકલ કોલેજમાં પુરતો ટીચીંગ સ્ટાફ હોય. આમ કૂલ 161 પ્રાધ્યાપકો અને સહપ્રધ્યાપકોને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પોતાના કાળા કરતુતો ઢાકવા બદલી કરી છે. જે એમસી આઈની ટીમ જતી રહ્યાં બાદ તેમને ફરીથી મૂળ સ્થળે લાવવામાં આવશે.

70 કરોડનો ફાયદો આપી તબિબોને મૌન કરી દીધા

તબિબો આ અંગે કોઈ ઉહાપોહ ન કરે તે માટે સરકારે 14 સપ્ટેમ્બર 2018ના રોજ રેસિડેન્ટ ડોક્ટરો તથા ઈન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓના સ્ટાઈપેન્ડમાં રાતોરાત ત્રણ વર્ષ બાદ વધારી દેવામાં આવ્યા છે. મેડિકલ, ડેન્ટલ ,આયુર્વેદિક અને ફીઝિયોથેરાપીની સરકારી કોલેજો-હોસ્પિટલોના રેસિડેન્ટ ડોક્ટરો તથા ઈન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓના સ્ટાઈપેન્ડમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં 5494 રેસિડેન્ટ, પીજી, ડિગ્રી ડોક્ટરો તથા સુપર સ્પેશ્યાલિટી ડોક્ટરો અને મેડિકલ-ડેન્ટલ ઈન્ટર્ન વિદ્યાર્થીઓ છે જેઓને સ્ટાઈપેન્ડ મળે છે. સ્ટાઈપેન્ડ વધારાથી ડોક્ટકરોને વર્ષે રૂ.70 કરોડનો આમ ફાયદો કરાવીને 9 દિવસ બાદ સરકારે મેડિકલ કોલેજોની મંજૂરી લેવા માટે ખોટું કરી રહી છે. આમ દરેક તબિબને સરેરાશ વર્ષે રૂ.1.26 લાખનો ફાયદો કરી દેવાતાં કોઈ સ્થળે તબિબોએ વિરોધ પણ કર્યો નથી.

સરકાર પોતે ખોટું કરી રહી છે, કાયદાઓનો ભંગ

પાલનપુરમાં ભાજપના નેતા શંકર ચૌધરીના વડપણ હેઠળની મેડિકલ કોલેજ માટે મંજૂરી આપવામાં ગુજરાતની વિજય રૂપાણીની ભાજપ સરકારે અનેક ગેરરીતિ કરી હતી. સરકારે શંકર ચૌધરીને કોલેજ ખાનગી હોવા છતાં તે સરકારી છે એવો ભ્રમ ઉભો કર્યો હતો. મેડિકલ કોજેલ બનાવવી હોય તો ત્રણ વર્ષની બેલેન્સ સીટો હોવી જ જોઈએ, તે પણ નથી. સરકારનું લાભાર્થી ટ્રસ્ટ ફક્ત આઠ માસ જૂનું હતું. તે MCI માટે લાયકાત ધરાવતું ન હોવાથી આ યોજના માટે અરજી કરવાની પણ પાત્રતા ધરાવતું નથી. તેમ છતાં તેમને મિડિકલ કોલેજ આપી દેવામાં આવી હતી. ટ્રસ્ટને મેડિકલ ક્ષેત્ર કે અન્ય પ્રવૃતિઓનો કોઈ જ અનુભવ ન હતો. વાર્ષિક આવક ફક્ત રૂપિયા 30,000 છે. . સરકારને કે MCIને આપવાની બેંક ગેરંટી જેટલું ભંડોળ કે આવક નથી. છતાં શંકર ચૌધરીના દબાણના કારણે ભાજપની રૂપાણી સરકારે તેને મંજૂરી આપી છે અને કેન્દ્ર સરકારે પણ એ જ રીતે કાર્યવાહીને મંજૂરી આપી છે. આ રીતે મંજૂરીઓ આપી દેવામાં કાયદાઓનો સરેઆમ ભંગ કરેલો છે. આવી જ રીતે વડોદરાની ગોત્રી કોલેજ માટે કાળા ધોળા કરવામાં આવ્યા હતા.

કડક કાર્યવાહી કરતું હોવાથી MCIને વિખેરી નાંખવા કારશો

મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા(એમસીઆઇ)ને વિખેરી તેના બદલે નેશનલ મેડિકલ કાઉન્સીલ બીલને પસાર કરવા કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલી તજવીજના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસીએશને તેની સાથે સંકળાયેલા દેશભરના છ લાખથી વધુ ડોકટરો આજે એક દિવસની પ્રતીકાત્મક હડતાળ પર ઉતર્યા હતા અને જબરદસ્ત રીતે બ્લેક ડે મનાવ્યો હતો. ડોકટરોની હડતાળને પગલે ગુજરાત સહિત દેશભરની આરોગ્ય સેવા પર ગંભીર અસરો પડી હતી. જેને પગલે કેન્દ્ર સરકારે વિવાદીત એનએમસી બીલને સંસદમાં રજૂ નહી કરી તેને સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ પુન:વિચારણા અર્થે મોકલ્યું હતું. જયાં ઇન્ડિયન મેડિકલ એસોસીએશનના પદાધિકારીઓ તેમના વાંધા-સૂચનો રજૂ કરશે અને ત્યારબાદ આગળની રણનીતિ જાહેર કરશે. આમ, કેન્દ્ર સરકારના હકારાત્મક પ્રતિસાદને પગલે બપોર બાદ ડોકટરોની હડતાળ લગભગ સમેટાઇ હતી.

7 નવી મેડિકલ કોલેજને ગયા વર્ષે મંજૂરી આપી હતી.

ગયા વર્ષે ગુજરાત સરકારે 7 મેડિકલ કોલેજ સ્થાપવા માટે જરૂરી પ્રમાણપત્રો આપી દીધા હતા. જેમાં પાલનપુરની શંકર ચૌધરીના ટ્રસ્ટની હોસ્પિટલમાં કાયદાનો ભંગ કરીને માન્યતા આપી દેવામાં આવી હતી. 7માંથી બે સાવ નવી ફાયનાંસ કોલેજો હતી. જેમાં સાબરકાંઠાની શ્રી કે કે શાહ, આરોગ્ય મંડળ તથા નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ વિસનગરનો સમાવેશ થતો હતો. કેડિલા દાહોદ, વિકાસ મંડળ સુરત, વડોદરા, શાંતાબેન હરિભાઈ ગજેરા હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી હતી. જેમને પાસે ટીચીંગ સ્ટાફ ન હોવા છતાં તેઓ પણ સરકારની જેમ ખોટા તબિબો બતાવી દેતાં આવ્યા છે. વળી જે કોલેજનું બિલ્ડીંગ જ  ન હતું તેમને મેડિકલ કોલેજની મંજૂરી ગુજરાત સરકાર અને મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયાએ આપી દીધી છે.

આમ આ 7 કોલેજોના કારણે 2450 બેઠકો વધી હતી. જે સેલ્ફ ફાયનાંસ માટેની હતી. જે રૂ.10 લાખથી 5 કરોડ સુધીનું ડોનેશન લેતી થઈ છે. 2016માં જૂનાગઢ મેડિકલ કોલેજમાં ખામીઓ ઢાંકવા માટે પણ નિયમો, નિતી અને કાયદાઓનો ભંગ કર્યો હતો.

82 બ્લેક લિસ્ટ થવાની હતી એક પણ ન થઈ

8 જુન 2018માં મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા 72 મેડિકલ કોલેજોને બ્લેક લિસ્ટ કરવાની જાહેરાત કરી હતી. તેમાંની એક પણ હજુ સુધી થઈ નથી. જો થાય તો ભાજપના નેતા શંકર ચૌધરીના ટ્રસ્ટની મેડિકલ પહેલી બ્લેક લિસ્ટ થઈ જાય તેવા ગોટાળા તેમણે કરેલાં છે. 72 કોલેજોને બ્લેક લિસ્ટ કરે તો 10 હજાર જેટલી બેઠકોનો ઘટાડો થઈ જાય તેમ છે. દેશમાં કૂલ 64,000 એમ.બી.બીએસ માટે બેઠક છે.

મેડિકલ કોલેજોમાં પાયાની સુવિધા જ નથી છતાં મંજૂરી આપી

70 ખાનગી અને 12 સરકારી મેડિકલ કોલેજોમાં પાયાની માળખાગત સુવિધા પણ નથી. તેમ છતાં મેડિકલ કોલેજ ચલાવીને તબિબો બનાવવામાં આવી રહ્યાં છે. 82 મેડિકલ કોલેજ પાસે પુરતો સ્ટાફ ન હોવાના કારણે તબિબોને સારું અને સાચું શિક્ષણ આપી શકાતું નથી. જેમાં ગુજરાતની પાંચ સરકારી મેડિકલ કોલેજનો સમાવેશ થાય છે. આ તમામ કોલેજોમાં ગંભીર પ્રકારની ક્ષતિઓ બહાર આવી હતી તેથી તેમને બ્લેક લિસ્ટ કરવાની ભલામણ MCI દ્વારા કરવામાં આવી હતી જેનો અમલ કેન્દ્રની ભાજપ સરકારે આજ સુધી કર્યો નથી. તેમાં વળી દેશમાં ગયા વર્ષે સરકારી એવી 31 નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપી હતી. જેમાં ગુજરાતની 4 હતી. 37 ખાનગી મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવી હતી. જેની રૂ.10 લાખથી 5 કરોડ સુધીની ફી અને ડોનેશન લેવામાં આવે છે. હજુ 2021-22 સુધીમાં બીજી નવી 24 મેડિકલ કોલેજની મંજૂરી આપવામાં આવી છે.