રાજ્યમાં જાહેર થયેલા ધોરણ 12 સાયન્સના પરિણામમાં યશ અધિકારી નામનો વિદ્યાર્થી ટોપર બન્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સફાઇકર્મી તરીકે કામ કરતા અશોકભાઇના પુત્ર યશે ધોરણ 12 સાયન્સમાં 99.60% પર્સેન્ટાઇલ મેળવ્યાં છે અને તેનું રિઝલ્ટ 93.60% આવ્યું છે. યશનો મોટો ભાઇ સિવિલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરે છે અને યશે પણ ટોપર બનીને પિતાનું ગર્વ વધારી દીધું છે. યશ આ પરિણામ મેળવવા દરરોજ 6થી 7 કલાક મહેનત કરતો હતો. પ્લાનિંગ કરીને તેને ધોરણ 12 સાયન્સની તૈયારી કરી હતી. હવે તે ઇલેકટ્રીકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરવા માંગે છે.
નોંધનિય છે કે GSEB દ્વારા ધોરણ 12 સાયન્સનું 71.90 ટકા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં 71.80 ટકા વિદ્યાર્થીઓ અને 72.01 ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઇ છે. સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું 84.17 ટકા આવ્યું છે. સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનું 29.81 ટકા આવ્યું છે. ગુજરાતી માધ્યમનું 71.09 ટકા અને અંગ્રેજી માધ્યમનું 75.13 ટકા રિઝલ્ટ આવ્યું છે.