અમદાવાદ,તા ૦૬
અમદાવાદ અને અન્ય સ્થળે પણ જંકફૂડ અને ફાસ્ટફૂડમાં જીવજંતુ નીકળવાની ઘટનાઓ વારંવાર બનતી જ રહે છે. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલી હોકો ઈટરી નામની રેસ્ટોરન્ટમાં ગ્રાહકને પિરસવામાં આવેલા ચણામાંથી મરેલો મંકોડો નીકળતાં ગ્રાહક દ્વારા આ અંગે મેનેજરને ફરિયાદ કરવામાં આવી હતી. જેની સામે હોટેલ મેનેજરે રેસ્ટોરન્ટના કૂકને નોકરીમાંથી હટાવી દેવાની વાત કરવામાં આવી હતી, જેની સામે ગ્રાહકે તેને નોકરીમાંથી ન કાઢી ચોકસાઈ રાખવા માટે કહ્યું હતું. હોટેલ ચેઈન હોકોના ચણાપૂરી તેની મુખ્ય ડિશ ગણવામાં આવે છે. જો કે ગ્રાહક દ્વારા કોર્પોરેશન અને હેલ્થ વિભાગને ટ્વીટ કરીને આની જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે અવારનવાર બનતી આવી ઘટનામાં ફૂડ વિભાગ દ્વારા જો યોગ્ય પગલાં લેવામાં આવે તો લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકી જાય.