જૂના અમદાવાદ શહેરમાં સાબરમતી નદીની પૂર્વ દિશામાં કોટ વિસ્તારમાં આશરે ૩૬૦ જેટલી પોળો આવેલી છે. અમદાવાદની સૌપ્રથમ પોળનું નામકરણ મૂહર્ત પોળ કરવામાં આવ્યું હતું, જે માણેક ચોકને અડીને બાંધવામાં આવેલી હતી.
પોળોનો ઇતિહાસ લખવાનું શરૂં
શહેરમાં આવેલી પોળોની બહાર પોળના નામ અને તેનો ટૂંકમાં ઈતિહાસ 8 જૂલાઈ 2019 પહેલા લખવાનો હતો જેની કામગીરી હેરીટેજ વિભાગ દ્વારા હવે શરૂ કરાઈ છે. 22 વર્ષ પહેલા આવો જ નિર્ણય લેવાયો હતો. જેમાં બોર્ડ મૂકાયા પણ ઇતિહાસ નહીં. પડતો મૂકેલો પ્રોજેક્ટ હવ ફરીથી શરૂ કરાયો છે. મ્યુનિસિપલ કમિશ્નર કેશવ વર્માએ અમદાવાદ શહેરને વૈશ્વિક કક્ષાનો હેરિટેજ શહેરનો દરજ્જો મળે એ માટે એક અભિયાન શરૂ કરાવ્યું હતું.
નામોની યાદી
ધોબીની પોળ,દેસાઈની પોળ,અમૃતલાલની પોળ,જેઠાભાઈની પોળ,નાની જેઠાભાઈની પોળ,આંબલીની પોળ,આકાશશેઠકૂવાની પોળ,ગોટીની શેરી,નાનો સુથારવાડો,મોટો સુથારવાડો,અર્જુનલાલની ખડકી,મણીયાશાની ખડકી,પીપળાશેરી,નાની હીંગળોક જાષીની પોળ,મોટી હીંગળોક જાષીની પોળ,સુરતીની પોળ,બંગલાની પોળ,બાપાશા†ીની પોળ,ભાવની પોળ,બાવાની પોળ,બદો પોળ,માંડવીની પોળ,ભંડારીની પોળ,ભવાનપુરાની પોળ,બોબડીયા વૈધ્યની પોળ,બુખારાની પોળ,ચાંલ્લાઓળ,છગન દફતરની પોળ,છીપામાવજીની પોળ,ડબગરવાડ,દોશીવાડાની પોળ,દેડકાની પોળ,દેવની શેરી,દેવજી સરૈયાની પોળ,દેયડીની પોળ,ઢાળની પોળ,ધનાસુતારની પોળ,હાજા પટેલની પોળ,સુરતીની પોળ,કવિશ્વરની પોળ,લીમડાપોળ,પુષ્પકર્ણાની પોળ,ધનપીપળાની પોળ,ઢીકવા પોળ,દુર્ગા પોળ,ફાફડાની પોળ,લાલાવસાની પોળ,ફાફડા શેરી,ઘાસીરામની પોળ,ફતાસાપોળ,ગંગાઘીયાનીપોળ,ગત્રાડની પોળ,ઘાંચીનીપોળ,ગોજારીયાનીપોળ,ગોલવાડ,હબીબની ગોલવાડ,હજીરાની પોળ,હલીમની ખડકી,હનુમાનની ખડકી,હનુમાનપોળ,હરણવાળી પોળ,હરીભકિતની પોળ,હરીકરસનદાસ શેઠની પોળ,હાથીખાના,હવેલીની પોળ,હીરા ગાંધીની પોળ,જાદવભગતની પોળ,જળકુકડીની પોળ,જાનીનીખડકી,જતીનીપોળ,જીવણપોળ,કચરીયાનીપોળ,કડવાનીપોળ, કડવાશેરી,કાકાબળીયાની પોળ,કલજુગની ખડકી,કાપડીવાડ,કાળુમિયાનો તકીયો,કાળુશીનીપોળ,કામેશ્વરનીપોળ,કોઠનીપોળ,કંસારાનીપોળ, ખત્રીપોળ,ખીજડાનીપોળ,ખીજડાશેરી,કોકડીયાનીપોળ,કોઠારીનીપોળ,કુવાવાળો ખાંચો,લાલામહેતાનીપોળ,લાલાવસાનીપોળ, લાંબાપાડાનીપોળ,લીંબુપોળ,લીમડાશેરી,મરચીપોળ,મહાજનવાડો,મકેરીવાડ,મામાનીપોળ,મામુનાયકનીપોળ,મંકોડીનીપોળ,મહેતાનીપોળ, મોઘવાડની પોળ,મોરલીધરનો વેરો,મોતીરંગીલાપોળ,મોતીભાઈની ખડકી,નાડાવાડાનીપોળ,નાગરભગતનીપોળ,નાગરબોડીનીપોળ, નાગરવાડો,નગીનાપોળ,નાગજીભુદરનીપોળ,નાગોરીવાડ,નાગુ માસ્તરનો ડેલો,નાઈવાડો