ખેડા જિલ્લામાંથી અમદાવાદના પૂર્વ વિસ્તાર સુધી પાણી પહોચાડતી શેઢી નહેરનું રૂ.175 કરોડના ખર્ચે સમારકામ પરું થયું તેની સાથે જ રીનોવેશન કરવામાં આવ્યું હતું. કેનાલ સમારકામ થયાના 6 મહિનામાં નહેર તૂટી રહી છે અને પોપડા ઉખડવાની શરૂઆત થઇ ગઇ છે. આથી કેનાલની કામગીરીની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ થઇ રહ્યા છે. ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ પણ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આણંદમાં હતા ત્યારે કેટલાંક ખેડૂતો તેમને મળવા માંગતા હતા પણ સલામતીના કારણોસર તેઓ મળી શક્યા ન હતા.
જૂની બની ગયેલી નહેર તૂટવાથી ખેતરોમાં પાણી ફરી વળતા ખેડુતોને કરોડો રૂપીયાનું નુકસાન જતુ હતું. તેથી રૂ.175 કરોડના જંગી ખર્ચે કેનાલ મરામત કરાઈ હતી. અદાવાદ જેવા મેટ્રો શહેરને પાણી પૂરૂ પાડતી કેનાલ હોવાથી છ જ મહિનામાં કામગીરી પૂરી કરી દેવાનું કોન્ટ્રાક્ટરને ખાસ સૂચના આપી હતી.
ઠાસરાથી વાડજ તરફ જતા રસ્તામાં શેઢી શાખાની આ કેનાલ આવે છે ત્યાં પુલની પાસે જ નહેરમાં તુટીગયેલી પાળી અને બાજુમાંથી ઉખડેલા પોપડા જોવા મળી રહ્યા છે. તીરાડમાંથી પાણી જમીનમાં ઉતરતું હોવાથી જમીન પોચી જઇ જશે. તેમ થતાં મોટું ગાબડું પડશે ત્યારે આમદાવાદને પાણી નહીં મળે પણ ખેડૂતોના ખેતરો ધોવાઈ જશે.
ડાભસરથી ઠાસરા સુધીની નહેરમાં સરકારના ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. પહેલા નહેર જૂની થઇ જવાથી ગાબડા પડતા હતા, હવે ખરાબ કામના કારણે ગાબડાં પડી રહ્યા છે. સિંચાઈ વિભાગે ભ્રષ્ટાચાર આચરીને 40 ટકા કમીશનથી આ કામ એક રાજકીય વ્યક્તિની ઓળખાણ ધરાવતાં કોન્ટ્રાક્ટરને કામ આપ્યું હોવાનું સિંચાઈ વિભાગના સંનિષ્ઠ સૂત્રોએ જણાવ્યું હતું. તેમના મતે આ કામમાં 60 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોઈ શકે છે.