અમદાવાદમાં ૧૪૨મી રથયાત્રાનું પ્રસ્થાન

અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રાને આ વર્ષે ભગવાનના રથની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી  અમદાવાદ મહાનગરમાં લાખો ભક્તો શ્રદ્ધાળુઓના જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે નગર યાત્રાએ જવા નિકળ્યા હતા.
ભગવાન જગન્નાથ આજે સામે ચાલીને ભક્તોને દર્શન આપવા દિવસ ભર નગરયાત્રા કરીને સાંજે નિજ મંદિરે પરત આવશે. સમગ્ર ગુજરાત માં અનેક શહેરો નગરો માં ભક્તિ ભાવ પૂર્વક રથ યાત્રા નીકળે છે અને આજના દિવસે લોકો જગન્નાથ મય બની આનંદ ઉલ્લાસથી આ યાત્રામાં જોડાય છે. રથયાત્રા આજે લોકોત્સવ બની છે.