અમદાવાદ ભાજપના નેતાની કારની કાળી ફિલ્મ પોલીસે હઠાવી

અમદાવાદ અને ગાંધીનગરની સડકો પર પોલીસ દ્વારા કારના કાચ પરથી કાળી ફિલ્મ ઉતારવામાં આવી રહી છે. જેમાં ઘણાં રાજકીય વ્યક્તિઓ અડફેટે આવી જાય છે. અમદાવાદના વટવા વોર્ડના ભાજપના  પ્રમુખ પણ નરોડા કૃષ્ણનગર પાસે અડફેટે આવી ગયા હતા. તેની ગાડી રાતે પોલીસે પકડી તેની વિન્ડોની બ્લેક ફિલ્મ ઉતારી કાઢી હતી. કારની આગળ બેકવ્યૂહ કાચ અને અને બોનેટ પર પ્રેસિડેન્ટ ઓફ બી.જે.પી વટવા વોર્ડ લખ્યું હતું. પ્રજા અને પોલીસ પર વટ પાડવા માટે BJP મોટા અક્ષરે લખ્યું હતું. ભાજપના નેતાએ કરેલાં ગેરકાયદે કૃત્ય સામે પોલીસ પગલાં ભરી રહી હતી ત્યારે નાગરિકો પણ એકઠા થઈ ગયા હતા અને પોતાના મોબાઈલ પર વિડિયો ઉતારવા લાગ્યા હતા.

ટ્રાફિક ડ્રાઇવ કરી રહી હતી. દરમિયાન ત્યાંથી એક આગળની તરફ દેખાય તેમ ભાજપા વોર્ડ પ્રમુખનું બોર્ડ અને બોનેટ પર બીજેપી લખેલી કાર પસાર થઇ હતી. કારની વિન્ડોના કાચ બ્લેક ફિલ્મ વાળા હોય પોલીસે કાર ચાલકને અટકાવી કોઇ પણ ‘શરમ’ રાખ્યાવગર બ્લેક ફિલ્મ ઉતારી લીધી હતી. જોકે નંબર પ્લેટ ન હોવા છતાં અને બ્લેક ફિલ્મ હોવા છતાં આ નેતાને સામે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિક પોલીસે એક જ દિવસમાં ૧૪૦૦ કારચાલકોની બ્લેકફિલ્મ હટાવીને રૂ.૧૦૦-૧૦૦નો દંડ વસુલ્યો હતો.