અમદાવાદ શહેરના હવા પ્રદૂષણના કારણો જાણી તેના નિયંત્રણ અને પિરાણાના કચરાના ઢગલાની સમસ્યા અન્વયે અભ્યાસ કરવા 11 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતીની રચના રાજ્યસરકારે કરી છે.
વન પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં રચાનારી આ ઉચ્ચસ્તરીય સમિતીમાં અન્ય સરકારી સભ્યો તરીકે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ, અમદાવાદ મહાપાલિકાના કમિશનર, વાહન વ્યવહાર કમિશનર રહેશે.
સમિતીના અન્ય સભ્યો તરીકે અર્બન ટ્રાન્સપોર્ટ તજ્જ્ઞ પ્રો. શિવાનંદ સ્વામી, એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજ અમદાવાદના પ્રો. જી.એચ.બન, વન અને પર્યાવરણ વિભાગના નિયામક, એલ.ડી. ઇજનેરી કોલેજના નિવૃત પ્રાધ્યાપક જે. એન. જોષી, ગુજરાત કલીનર પ્રોડકશન સેન્ટરના સભ્ય સચિવ ડૉ. ભરત જૈનની નિયુકિત કરવામાં આવી છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ આ ઉચ્ચસ્તરીય સમિતીના કન્વીનર રહેશે.