અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ- ૨૦૧૯ જાન્યુઆરીમાં યોજાશે

વાયબ્રન્ટ ગુજરાત -૨૦૧૯ના એક ભાગ અન્વયે ગુજરાત સરકાર દ્વારા પ્રથમ વખત વેપારી આલમ પણ
સામેલ થઇ શકે તે માટે ’’અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ- ૨૦૧૯’’ ના આયોજનની જાહેરાત કરવામાં આવેલ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશન અને ગુજરાત ટ્રેડર્સના સંયુકત પ્રયોસોથી આ ફેસ્ટિવલ ૧૧ જાન્યુઆરીથી ૨૭
જાન્યુઆરી -૨૦૧૯ દરમ્યાન થશે.
રાજ્યના ઇતિહાસમાં રીટેલ તથા હોલસેલ વેપારીઓના વેપારના વિકાસ માટે પ્રથમ વખત આ વિશાળ સ્તરનું
આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં અમદાવાદ શહેરમાં ૮૦ થી વધારે વેપારી અસોસીએસન, મહાજના ૨૦૦
જેટલા પ્રતિનિધિઓ તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખશ્રી જયેન્દ્રભાઇ તન્નાએ જણાવ્યું હતું કે, સરકારશ્રી તેમજ વેપારી
મહાજનોના ફેડરેશન સાથેનો આ ઐતિહાસિક સમન્વય છે. આ કાર્યક્રમથી દુકાનદારોનો વેપાર વધશે અને નવા ગ્રાહકો
સાથેનો નાતો બંધાશે, તેથી વધુ વેપારીઓ આ ફેસ્ટીવલમાં જોડાય તેવી અપીલ કરી હતી.
શ્રી કિરણભાઇ વોરાએ ફ્રેસ્ટીવલની માહિતી આપતા જણાવ્યું કે,૧૭ દિવસના ફેસ્ટીવલ દરમ્યાન વેપાર,
શિક્ષણ કલા, સાંસ્કૃતિક ક્ષેત્ર, આનંદ પ્રમોદ, રીક્રિએશન જેવા અનેક વિષયો પર કાર્યક્રમ યોજાશે. તથા અમદાવાદ
શહેરના પ્રત્યેક નાગરિકને આ કાર્યક્રમ ’’દુબઇ ફેસ્ટિવલ’’ જેવો લાગે તેવો ભવ્ય બનાવવાની ટ્રેડર્સ ફેડરેસનની નેમ છે,
તેમ જણાવ્યું હતું.
અર્બન ડેવલોપમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મુકેશ પુરીએ જણાવ્યું કે, સમાજનું ખુબ જ મહત્વનું અંગે એ
વેપારી વર્ગ છે. સરકારનું સંપુણ સર્મથન ફેડરેશનની સાથે છે.તેવી ખાતરી આપી હતી.
વાયબ્રન્ટ સમિતના આયોજક કહે છે. તે મુજબ ઇન્ડેકક્ષ -બી પાયાની ભૂમિકા ભજવશે આ સમગ્ર કાર્યક્રમના
પ્રચાર માટે અને લોગોના અનાવરણના લોન્ચીંગ ક્રાર્યક્રમમાં મેયરશ્રી બીજલ બેનના વરદ હસ્તે કરવામાં આવ્યું. ગુજરાત
સરકાર દ્વારા આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સફળ બનાવવા અર્બન ડેવલ્પમેન્ટના પ્રિન્સીપલ સેક્રેટરીશ્રી મુકેશ પુરી
(આઇ.એ.એસ), ના વડપણ હેઠળ એક ગર્વનીંગ કમિટીની રચના કરવામાં આવી છે.આ કાર્યક્રમમાં મ્યુનસિપલ કમિશ્નર
શ્રી વિજયભાઇ નહેરા તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.