એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 703 જગ્યાઓ ખાલી પડી છે. ખરેખર તો 4645નો સ્ટાફ જોવો જોઈએ પણ તેમાં 14 ટકા જગ્યા ખાલી છે. વર્ગ 1ની 33 જગ્યાઓમાંથી 11, વર્ગ 2ની 114 જગ્યાઓમાંથી 60, વર્ગ 3 (વહીવટી)ની 219 માંથી 72, વર્ગ 3(પેરામેડિકલ)ની 788 જગ્યાઓમાંથી 273 અને વર્ગ 3 (નર્સિંગ)ની 1790 જગ્યાઓમાંથી 287 જગ્યાઓ મળીને કુલ 703 જગ્યાઓ ખાલી પડી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોથી લઇ સરકારી હોસ્પિટલમાં તો ડોક્ટરો, પેરામેડિકલ અને નર્સિંગ સ્ટાફની 40 ટકાથી વધુ જગ્યા ખાલી છે. ગામડા જનહીં પણ શહેરોમાં ડોક્ટરો સરકાર આપતી નથી. નવી સરકારી મેડિકલ કોલેજને બદલે સેલ્ફ ફાઈનાન્સ કોલેજ ખુલી રહી છે. ખાનગી હોસ્પિટલને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. આ વી.એસ. હોસ્પિટલને તાળા મારી નવી એસવીપી હોસ્પિટલ શરૂ કરાઇ છે. આમ સરકાર સરકારી હોસ્પિટલમાં સ્ટાફની અછત ઉભી કરી તબીબી સેવાઓને નબળી પાડી રહી છે, જેથી મજબૂરીમાં નાગરિકોએ ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે.