અમરેલીનું ગોલ્ડન વિલેજ

સુરત પટેલ સેવા સમાજના ઉપપ્રમુખ અને ‌વિશ્વ ગુજરાતી સંસ્થા સાથે જોડાયેલા સવજીભાઇ વેકરિયા મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં આવેલા રફાળા ગામના વતની છે. તેમણે રફાળામાં ગેટ વે ઓફ ઈન્ડિયા, લાડલી ભવન, સરદાર ગેટ, ગાંધી ગેટનું નિર્માણ કર્યું છે.

20 વર્ષ પહેલાં સેવેલું સપનું સાકાર કરવા રફાળાને ગોલ્ડન વિલેજ બનાવ્યું છે. તે પણ સરકારની આર્થિક મદદ વિના વિકસાવ્યું છે. જ્યાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ તો ખૂણે-ખૂણે દેખાય જ છે સાથે તમામ આધુનિક સુવિધાઓ પણ વિકસવવામાં આવી છે.

ચારેબાજુ ચાર દરવાજા ફરતી કોટ મુખ્ય દરવાજાનું નામ અમર જવાન જ્યોતિ જે દિલ્હીના ગેટવે ઓફ ઇન્ડિયાની પ્રતિકૃતિ છે જે હિન્દુસ્તાનની સૈનાના પરમવીર ચક્ર વિજેતાઓને સમર્પિત છે. બીજો લાડલી ગેટ ગામમાં જન્મેલી તમામ દીકરીઓને સમર્પિત છે. ત્રીજો ગાંધીગેટ છે. ચોથો સરદાર ગેટ. બધા જ દરવાજાઓ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ દરવાન, હાથી અને સ્ત્રીઓના સ્ટેચ્યુ છે. છ મહિનામાં તૈયાર કરેલા રફાળાનું લોકાર્પણ 31 ઓક્ટોબર સરદાર જયંતિના દિવસે કથાકાર મોરારિબાપુના હસ્તે થયું હતું.

સવજીભાઈ વેકરિયાના પૂર્વજોની યાદમાં તેમણે ગોલ્ડન ગામ બનાવ્યું છે. ખર્ચ બેહિસાબ છે.

લાડલી ભવનનું 151 સર્વ જ્ઞાતિની દીકરીઓના હાથે ખાતમુહૂર્ત કરાયું. સાસરે જતી ગામની દરેક દીકરીના થાપા ત્યાં જોવા મળશે. તેની સાથે આર્ટ ગેલેરી તૈયાર કરાઈ છે. ગામમાં થયેલા કામોના તસવીરો, ગામની મુલાકાતે આવેલા વિશિષ્ટ વ્યક્તિની યાદગીરી, દીકરીના જન્મથી સાસરે જાય ત્યાં સુધીનાં ચિત્રો હશે.