અમરેલીમાં ખાનગી બસો કેમ વધું નોંધાય છે ?

આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ રાજયનાં વાહનવ્‍યવહાર કમિશ્‍નરને પત્ર પાઠવેલો છે.પત્રમાં જણાવેલ છે કે, અમરેલી જિલ્‍લામાં આવેલ આર.ટી.ઓ. કચેરીમં વર્ષ ર014થી લઈ આજદિન સુધીમાં ખાનગી ટ્રાવેલ્‍સની બસો પાર્સિગ-રીપાર્સિગ માટે આ ઓફીસમાં અગાઉ ફરજ બજાવી ગયેલ ઈન્‍સ. જી. એમ. પટેલ અને ઈન્‍સ. જે. પી. મોદીનાં કાર્યકાળ દરમ્‍યાન તપાસ કરવામાં આવે તો મોટુ કૌભાંડ આ બંને અધિકારીઓએ આચરેલ જણાય છે. અમરેલી જિલ્‍લામાં 1456 જેટલી ખાનગી બસો પાર્સિગ તેમજ રિપાર્સિંગ થયેલ છે. જેમાં મોટા ભાગની બીજા જિલ્‍લાઓની અહી પાર્સિંગ-રીપાર્સિંગ આ બંને અધિકારીઓના કાર્યકાળમાં નાણાંકિય વ્‍યવહારથી આર.ટી.ઓ.નાં નિયમ નેવે મૂકી પાર્સિંગ-રીપાર્સિંગ કરી દેવામાં આવેલ છે. એકપણ ગાડીમં સ્‍પીડ ગવર્નર (સ્‍પીડ મીટર) લાગેલ ન હોવા છતાં સર્ટી. ઈસ્‍યુ કરેલ છે. તમામ બસોને માપ-સાઈઝમાં સીટીંગમાં આર્થિક વ્‍યવહારથી સાઈઝને ઘ્‍યાને લેવામાં આવેલ નથી અને નિયમ વિરૂઘ્‍ધ પાર્સિંગ-રિપાર્સિંગ કરી આપેલ છે. સેન્‍ટ્રલ મોટર વ્‍હીકલ એકટને અનુસર્યા વગર હેડલાઈટનો વિગેરે બાબતે પણ ઘ્‍યાને લેવાયેલ નથી અને અધિકારી ઈન્‍સ. જી. એમ. પટેલ (હાલ નિવૃત ડેલીકેટેડ કોંગ્રેસ પાર્ટી પ્રદેશ) અને ઈન્‍સ. જે. પી. મોદીનાં બસ ડીટેઈન કરી મેમાની બાબત પણ તપાસવામાં આવે તે જરૂરી છે. આ બંને અધિકારી સામે કાયદેસર કાર્યવાહી કરવા તપાસનાં કામે અગર મને બોલાવવામાં આવશે તો રૂબરૂમાં વધુ પુરાવા આપની સમક્ષ રજૂ કરીશ તેમ અંતમાં જણાવેલું છે.

આ અંગે જી. એમ. પટેલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, રૂટિન ફીટનેશ માટે દર વર્ષે ચકાસણી થતી હોય તે રીતે જ થઈ છે. બધી મારા દોઢ વર્ષના 2016ના સમયમાં જે બસની નોંધણી થઈ છે તે તમામ બસ અમરેલીમાં નોંધાયેલી છે. બીજા જિલ્લાની અહીં ટ્રાન્સફર થઈ હોય તે પણ તેમાં આવી જાય છે. સ્પીડ ગવર્નરનો કાયદો 1 જૂલાઈ 2017થી આવેલો છે.