અમરેલી નગરપાલિકામાં બેઠક ચાલુ હતી તે દરમિયાન એકાએક ખૂરશીઓ ઉછળી હતી. સભ્યઓ પાલાકિના ભાજપના પ્રમુખ ઉપર કોંગ્રેસના સભ્યઓએ ખૂકરશીઓ ઉછાળી હતી.
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીનો આ વિસ્તાર હોવાથી અહીં મારામારી જેવી ઘટના બને ત્યારે તેને ગંભીર ગણવામાં આવી રહી છે.
કોંગ્રેસે અમરેલી નગરપાલિકા પ્રમુખ તરીકે બાલુબેન પરમાર અને ઉપપ્રમુખ પદે સંદીપ ધાનાણીનું નામ નક્કી કરાયું હતું. તેથી અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસમાં થયો બળવો થયો હતો. નગરપાલિકાના પ્રમુખ તરીકે જયંતિ રાણવા અવે ઉપપ્રમુખ તરીકે શકિલ સૈયદ ચૂંટાઈ આવ્યા હતા. કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારની હાર થતાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના ગાલ પર ભાજપે રાજકીય તમાચો મારીને કુથલી કરી હતી. અમરેલી નગરપાલિકામાં જનાદેશ મેળવવામાં ભાજપ નિષ્ફળ હોવા થી કોંગ્રેસની બહુમતીથી ચૂંટાયેલી પાલિકામાં બળવો કરાવ્યો હોવાનો આરોપ હતો. જેના કારણે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તનાવ રહેતો આવ્યો હતો.
વર્ષોથી સત્તામાં રહેલા ભાજપ કોઈ કામ કરતો ન હોવાથી પ્રજાએ કંટાળીને ઉમેદવાર જોયા વગર કોંગ્રેસને મત આપ્યા હતા. એ ઉમેદવારો હવે પ્રજામતનું અપમાન કરીને વ્યક્તિગત મહત્વકાંક્ષા સંતોષી રહ્યા છે. અમરેલી નગરપાલિકામાં સત્તા મેળવીને કોંગ્રેસના પ્રમુખ બેઠા બાદ હવે અઢી વર્ષે પ્રમુખની ટર્મ પૂરી થતા પ્રમુખ પદ માટે અને અન્ય હોદ્દાઓ માટે યોજાયેલી ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરીને બળવાખોર જુથે સત્તા મેળવી છે. જેમાં અમરેલી નગરપાલિકાના પ્રમુખ તરીકે જયંતિ રાણવા અને ઉપપ્રમુખ તરીકે શકીલ સૈયદની વરણી થઇ હતી.
2017માં પણ બળવો થયો હતો
પાલિકાના 35 કોંગી સદસ્યો માંથી 23 સદસ્યોએ પાલિકા પ્રમુખ સામે બળવો કરીને રાજીનામાની ચીમકી ઉચારીને ધારાસભ્ય પરેશ ધાનાણીના નિવાસસ્થાને એકઠા થયા હતા. અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી હતી. કૂલ 44 સભ્યોમાંથી 35 સભ્યો કોંગ્રેસના હતા. પાલિકાના પ્રમુખ પદે અલ્કાબેન ગોંડલીયાની વરણી કરી હતી. પણ તેમની સામે 23 સભ્યોએ અલ્કાનો વિરોધ કર્યો હતો. તેમની કામગારી સામે વિરોધ હતો. પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસ ની દરખાસ્ત લાવવા લેખિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખને લખીને આજે ધારાસભ્ય પરેશ ધાનાણીના નિવાસસ્થાને એકઠા થયા હતા. અને રાજીનામાં આપી દેવાની ચીમકી પણ મહિલા કોંગ્રેસના પ્રમુખ અને પાલિકા સદસ્ય જયશ્રીબેને ડાબસરા એ આપી હતી. ધારાસભ્ય પરેશ ધાનાણીએ ભાજપની સરકારના ઈશારે કોંગ્રેસ પાલિકાની વિટબણા ઉભી કરતી હોવાનું જણાવ્યું હતું. સદસ્યોનેની માંગણી વ્યાજબી હોવાનો એકરાર પણ ધારાસભ્ય ધાનાણીએ કર્યો હતો. વિધાનસભાની ચુંટણી સમયે જ અમરેલી પાલિકાના 23 સભ્યોએ બળવો કર્યો હતો અને તેને ધાનાણીએ સમર્થન આપ્યું હતું.
કોંગ્રેસના ઉપવાસમાં એકતા
અમરેલી નગરપાલિકાનાં કોંગ્રેસના સભ્યો 4 સપ્ટેમબરથી ડો. જીવરાજ મહેતા ચોક ખાતે નગરપાલિકાનાં ચીફ ઓફીસરની બદલી, ખરાબ માર્ગો, ભાજપનો ભ્રષ્ટાચાર સહિતનાં પ્રશ્નને લઈ પ્રતિક ઉપવાસ કર્યા હતા. 6 સપ્ટેમ્બર 2018માં અમરેલી પ્રાંત અધિકારી ઘ્વારા પાલિકાનાં સદસ્યો પાસેથી વિગતો મેળવી અને યોગ્ય કરવાની લેખીત ખાત્રી આપતાં કોંગ્રેસનાં સદસ્યોએ સાંજથી આંદોલન પૂર્ણ થયાનું જાહેર કરેલું હતું.
પૂર્વ પ્રમુખને મારી નાંખવા ધમકી
7 સપ્ટેમ્બર 2018માં અમરેલીના સાવરકુંડલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ ને રોડનાં કામ બાબતે એક શખ્સે ગાળો દઈ મુંઢમાર મારી જાનથી મારી નાખવાની બનેલ ઘટનાથી ભારે ચકચાર જાગેલ છે. પ્રાપ્તવિગત મુજબ સાવરકુંડલા નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ ડી. કે. જીયાણી (પટેલ) ઉ.વ. 57નું સાવર સામા પાદર પાસે બાયપાસ રોડનું કામ ચાલુ હોય જે રોડનાં કામ બાબતે કરશન મંગા સોડીયા નામનાં શખ્સે બોલાચાલી કરી બિભત્સ ગાળો દઈ મુંઢમાર મારી, મારી નાખવાની આપેલ ધમકીની ફરિયાદ સાવરકુંડલા તાલુકા પોલીસમાં નોંધાતા પાલિકાનાં પૂર્વ પ્રમુખ ઉપર થયેલ હિચકારા હુમલાથી ભારે ચકચાર જાગેલી છે.