અમરેલી જિલ્લામાં તાલુકા પંચાયતોની આઠ બેઠકો ખાલી પડી હતી જેની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ ખેલાવાનો છે. પરંતુ બાબરાનાની અનામત બેઠકમાં એક પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યું નથી. એનો મતલબ એ કે આ બેઠક ઉપર રાજકીય અનામતના નામે ચૂંટણી લડશે નહીં. અમરેલી જિલ્લામાં તાલુકા પંચાયત અનામત બેઠકનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. સામાન્ય બેઠક પર થોકબંધ ઉમેદવારો છે. પરંતુ મુખ્યમંત્રી પછી બીજા નંબરનું સ્થાન ધરાવતાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના જિલ્લામાં આ પ્રકારે કેમ કોઈએ અનામત બેઠક પર ઉમેદવારી ન કરી તે એક રહસ્ય બની ગયું છે. 7 ઓક્ટોબર 2018માં ચૂંટણી થવાની છે અને અત્યારે કુલ 27 ઉમેદવારીપત્રો ભર્યા હતા અને તેમાં 10 ફોર્મ તો રદ કરી દેવાયા છે એટલે હવે 17 ઉમેદવારો મેદાનમાં છે. પરંતુ બાબરાનાં ઉટવડની તાલુકા પંચાયતની બેઠકો પર આદિવાસી અનામતના છે. આદિવાસી લોકોની ગામમાં વસ્તી ન હોવાથી એક પણ ફોર્મ ભરાયું નથી. કેટલાક રાજકીય લોકોએ અહીં આદિવાસી ઉમેદવાર દાહોદથી આયાત કરવાનો નિર્ણય કર્યો હતો. પણ તેઓ તેમનું નામ મતદાર યાદીમાં સામેલ કરાવી શક્યા ન હતા.
આમ જ્યાં આદિવાસી વસતી નથી, એક પણ આદિવાસી મતદાર નથી ત્યાં અનામત આપવામાં આવી હતી. એ માટે રાજય ચૂંટણી પંચના અણઆવડત ધરાવતા ચૂંટણી કમિશનર જવાબદાર હોવા છતાં તેમની સામે પગલાં ભરવામાં નહીં આવે.