અમરેલી પાલિકામાં ધરણા માટે પહેલા ના પછી હા

28 ઓગસ્ટ 2018ના રોજ કોંગ્રેસ દ્વારા લોકોના પ્રશ્ન ઉકેલવા અને સરકારનું ધ્યાન દોરવા માટે ઉપવાસ શરૂ કર્યા હતા. અમરેલી શહેરના વિવિધ પ્રશ્‍નોના ઉકેલ માટે ડો. જીવરાજ મહેતા ચોકમાં 20 કોંગ્રેસના  નગરસેવકોએ આમરણાંત અને પ્રતીક ઉપવાસ શરુ કર્યા હતા. પોલીસ રાજમાં વગર મંજૂરીએ ઉપવાસ શરૂ કરતાં પોલીસે અટકાયત કરી હતી. પોલીસ કસ્ટડીમાં કોંગ્રેસના 5 નેતાઓ સંદિપ ધાનાણી, પતાંજલ કાબરીયા, પ્રકાશ લાખાણી, ચંદુભાઈ બારૈયા અને બી.કે. સોળીયા સહિતના જામીન પર છૂટવાનો ઈન્કાર કર્યો હતો. તેથી પોલીસે પોતાની જીદ છોડીને મોડી રાત્રે તમામ સામેનો ગુનો પરત લેવાની ફરજ પડી હતી. આમ પોલીસ રાજને કોંગ્રેસ નમાવી દીધું હતું.

ફરી એક વખત પોલીસ રાજ દ્વારા નમતું ઝૂકવું પડ્યું હતું. ફરી એ જ સ્થળે ઉપવાસ કરવા માટે પોલીસે મંજૂરી આપવી પડી છે. જ્યાં હાલ ઉપવાસ ચાલી રહ્યાં છે.

ગુજરાત રાજયમાં કઠપૂતળીની જેમ પોલીસ ભાજપના નેતાઓની ઈશારે કામ કરી રહી હોવાનું અમરેલીએ પ્રસ્થાપિત કરી દીધું છે.

આમરણાંત ઉપવાસ કરી રહેલા કોંગ્રેસના સંદિપ ધાનાણી, પતાંજલ કાબરીયા, ચંદુભાઈ બારૈયા, બી.કે.સોળીયા, પ્રકાશ લાખાણી, સદસ્‍ય સમીનાબેન સંઘારના પિતા દિલાભાઈ ઝુણેજા દ્વારા આમરણાંત ઉપવાસમાં જોડાયા હતા. ઉપવાસ કરતાઓને જોન અને સપોર્ટ કરવા લાઠી – બાબરાના ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુમ્‍મર, કેહુરભાઈ ભેડા, પ્રદિપભાઈ કોટડીયા અને ટીકુભાઈ વરૂ, લલીત ઠુંમ્‍મર અને શહેરીજનોનું સર્મથન મળી રહ્યું છે.