અમરેલી લોકસભા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવારની પસંદગીને લઈને પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, વિરજી ઠુંમર, જે.વી. કાકડીયા, સુરેશ કોટડીયાને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને અહેમદ પટેલે વન ટુ વન બેઠક કરીને સમગ્ર સમીક્ષા કરી હતી.
લોકસભાની ચૂંટણીમાં અસંતોષી નેતાઓના કારણે કોંગ્રેસને પોતાના ઉમેદવાર નક્કી કરવામાં મુશ્કેલી પડી રહી છે. કોંગ્રેસ એક નેતાને ટિકિટ આપવાની વાત કરે તો બીજો નેતા પક્ષથી નારાજ થઈ જાય અને બીજાને મનાવે તો ત્રીજો નારાજ થઈ જાય છે, ત્યારે સૌરાષ્ટ્રન અમરેલી બેઠક કોંગ્રેસ માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. અમરેલી બેઠકને લઇને 4 ઉમેદવારોમાં આંતરિક વિવાદ સર્જાયો છે. અમરેલી બેઠક પરથી કોંગ્રેસના ત્રણ વર્તમાન ધારાસભ્ય જે. વી. કાકડિયા, પ્રતાપ દુધાત અને વીરજી ઠુમ્મર ટિકિટની માગ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વીરજી ઠુમ્મર પોતાના માટે અથવા તો તેમની દીકરી જેની ઠુમ્મર માટે ટિકિટની માગ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના અન્ય નેતાઓ માગ કરી છે કે, જેની ઠુમ્મર તેમના પતિ સાથે અમદાવાદમાં રહેતા હોવાના કારણે અમરેલીની બેઠક પરથી ટિકિટ આપવામ આવે નહીં અને તેની જગ્યા પર સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે.
વીરજી ઠુમ્મરે એમ કહ્યું છે કે, તેમને ટિકિટ ન મળે તો વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ટિકિટ આપવામાં આવે. બીજી બાજુ જે. વી. કાકડિયા વીરજી ઠુમ્મરને ટિકિટ ન મળે તે માટે વિરોધ કરી રહ્યા છે, તો વિપક્ષના નેતા પરેશ ધાનાણી જે. વી. કાકડિયાને ટિકિટ મળે તેવી ઈચ્છા દર્શાવી રહ્યા છે.
જે. વી. કાકડિયા, પ્રતાપ દુધાત અને વીરજી ઠુમ્મર આ ત્રણેય ધારાસભ્યો પરેશ ધાનાણીના નામ પર સહમત છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોની આંતરિક લડાઈના કારણે ઉમેદવારના નામ જાહેર કરવામાં વિલંબ થઇ રહ્યો છે. ત્યારે હવે ત્રણેય ધારાસભ્યોના વિવાદનો અંત લાવવા માટે પરેશ ધનાણી ચૂંટણી લડે શક્તાઓ દેખાઈ રહી છે.