લોકસભાની ચૂંટણીના પાંચ મહિના બાકી છે ત્યારે અમરેલી લોકસભા બેઠક માટે ભાજપનાં ઉમેદવાર તરીકે બાવકુ ઉંઘાડનું નામ નક્કી કરવામાં વિવાદ થઈ રહ્યો છે. પક્ષ પ્રમુખ ઉંઘાડનું નામ આગળ ધરી રહ્યાં છે, પણ અમરેલીના સ્થાનિક લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે. બાવકુ ઉંઘાડે હમણાં જ દરિયાકાંઠાનાં ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ પણ કર્યો છે. જ્યાં કોંગ્રેસને સૌથી વધું સમર્થન છે. અમરેલી લોકસભા વિસ્તારમાં પાટીદાર બાદ બીજા નંબરે કોળી સમાજનું પ્રભુત્વ છે.
તેથી ઉંઘાડ કોળી સમાજનાં વિસ્તારમાં મતની લાળ પાડી રહ્યાં છે. પણ તેમને કાંયથી સમર્થન મળતું ન હોવાથી સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યાં છે. વળી ઉંઘાડને છેલ્લા 21 વર્ષથી ભાજપનાં નેતા દિલીપ સંઘાણી સાથે તીવ્ર વાંધાઓ ચાલી રહ્યાં છે. જે ઉપરથી દૂર થયા છે પણ અંદર તો કાપાવાની રાજનીતિ ચાલે છે. ભાજપના સાંસદ નારણ કાછડીયાનાં સાંસદ કાળને 10 વર્ષથી છે તેમની સામે લોકોનો ભારે વિરોધ છે. તેથી ભાજપ પોતાના ઉમેદવાર બદલવા માંગે છે. પણ યોગ્ય ઉમેદવાર મળતા નથી. ઉંઘાડ પણ વિધાનસભાની ચૂંટણી હારી ગયા છે.
તેઓ ભારતીય જનતા પક્ષમાં તેઓ બાબરાના ધારાસભ્ય હતા ત્યારે સસ્પેન્ડ થયા હતા કારણ કે ભાજપ સરકારને હરાવવા માટે તેમણે જાહેરમાં આહવાન કર્યું હતું. ભાજપ સામે વિરોધી પ્રવૃત્તિ કરવામાં તેમની સાથે સસ્પેન્ડ કરવામાં આવેલા પાંચ ધારાસભ્યોમાં ગોરધન ઝડફિયા, બાલૂ તંતી, બેચર ભાદાણી અને ધીરૂ ગજેરા પણ હતા. જેઓ તે સમયના મુખ્ય પ્રધાન સામે ગુજરાતમાં ભારે વિરોધ કરતાં હતા. ભાજપની સરકાને ઉખાડી ફેંકવાનું આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય પેટ્રોલિયમ રાજ્ય મંત્રી દિનશા પટેલ પણ હાજર હતાં.
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉંધાડ અમરેલીમાં પરેશ ધાનાણી સામે ભાજપના ઉમેદવાર હતા. ભાજપમાં વારંવાર પક્ષાંતર કરતાં હોવાથી પક્ષ દ્વારા તેમને હારવા માટે જ ધાનાણી સામે ઊભા રાખવામાં આવ્યા હતા. જેમાં તેમની રાજકીય કારકિર્દી ખતમ થઈ ગઈ છે. તેથી તેઓ પોતે જ પોતાનું નામ આગળ ધરીને ચર્ચામાં રહેવા માંગે છે, એવું ભાજપના કાર્યકરો કહી રહ્યાં છે. ધાનાણીએ ભૂતકાળમાં રૂપાલા અને સંઘાણી જેવા દિગ્ગજોને હરાવ્યા હતા. તેમાં ઉંધાડને પણ કારમો પરાજય આપ્યો હતો. પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ જીતી ત્યારે પણ ઉંધાડ કંઈ ઉકાળી શક્યા ન હતા. ખેડૂતો નારાજ છે ત્યારે તેમની સાથે તેઓ ક્યારેય ઊભા રહ્યાં નથી.
બાવકુ ઊંધાડ વિધાનસભાની બેઠક વારંવાર બદલતાં રહ્યાં છે. તેઓ વારંવાર પક્ષાંતર પણ કરતાં રહ્યા છે. બાબરા અને લાઠીની બેઠક પરથી બાવકુ ઉંઘાડ ચૂટાયા હતા. પછી અમરેલી શહેરમાં ત્રીજી વખત તેમણે બેઠક બદલી હતી. પક્ષ પણ ચાર વખત બદલેલા છે. કોંગ્રેસમાં તેઓ ગયા ત્યારે તેમની સાથે ભાજપના 14 ધારાસભ્યો પણ ગયા હતા.
27 જાન્યુઆરી 2014માં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં ફરી એક વખત ગલાંટ મારી હતી. કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને કોંગ્રેસને દગો દીધો હતો અને ભાજપમાં ફરી એક વખત જોડાયા હતા.
2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ નર્વસ નાઈન્ટીનો ભોગ બન્યો હતો અને 99 બેઠકો જ મેળવી હતી. સૌરાષ્ટ્રમાં પાટીદાર આંદોલન અને ખેડૂતના આક્રોશને ઓછો કરવામાં બાવકુ ઊંધાડ નિષ્ફળ રહ્યા હતા. સૌરાષ્ટ્રની 48 બેઠકો માંથી કોંગ્રેસને 28 અને ભાજપે 19 બેઠકો મળી હતી. 2012માં સૌરાષ્ટ્રમાં ભાજપને 30 અને કોંગ્રેસને 15 બેઠક મળી હતી. અમરેલી, મોરબી, જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં ભાજપનો લગભગ સફાયો થયો છે. સૌરાષ્ટ્રના લોકો રાજકીય રીતે જાગૃત છે અને પ્રજાની સાથે રહેનાર લોકોને જ સાથ આપે છે. પાટીદાર અનામત આંદોલનની સૌથી વધુ અસર અમરેલીમાં હતી છતાં બાવકુ ઊંધાડ પક્ષને બચાવી શક્યા ન હતા.
(દિલીપ પટેલ)