હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે માનતો નથી. ભલે એ પછી સંવૈધાનિક પદ પર બેઠા હોય. ખરાબ ભાષાનો તેઓ ઉપયોગ ન કરી શકે. શહીદ જવાનોના પરિવાર પણ બાલાકોટ હુમલા પર શંકા કરે તો તે પણ પાકિસ્તાની છે, એવું તે કહે તે કોઈ રીતે સારી બાબત નથી. તેથી હું તેમને મુખ્ય પ્રધાન માનતો નથી. અમે તમારી સામે લડ્યા એટલા માટે અમે અલગાવવાદી બની ગયા. તો તેમે તો અમિત શાહના રબ્બરસ્ટેમ્પ મુખ્ય પ્રધાન છો. તેથી હું તેમને મુખ્ય પ્રધાન ગણતો નથી.
અમારું આંદોલન થયું તેના 10 દિવસ પછી અલ્પેશ ઠાકોરનું આંદોલન શરૂ થયું હતું. અલ્પેશ ઠાકોર પર કેટલી FIR છે અને હાર્દિક પટેલ પર કેટલી FIR છે ? હાર્દિક પટેલ તમારી સામે ખુલ્લા દિલથી બોલે છે એટલે હાર્દિક પટેલ અલગાવવાદી. જે યુવાન સરકાર સામે લડે એ અલગાવવાદી અને તમારા ખોળામાં બેસે તો રાષ્ટ્રભક્ત. તમારી સામે બોલે તો દેશદ્રોહી. દેશ માટે બોલુ તો તમે બાગી કહો તો હું બાગી છું. હું અમિત શાહને સુપર મુખ્યમંત્રી માનું છું. આ આખી રમત ચેસની રમત છે. ચેસમાં પાછળ રાજા હોય અને આગળ શું હોય એ બધાને ખબર છે. રૂપાણીનો મહોરું છે, રબ્બર સ્ટેમપ છે. ચેસ તો અમિત શાહ રમી રહ્યાં છે. તેઓ ગાંધીનગરની બેઠક પર લડે છે તેને હરાવો.
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની અંદર 15થી વધારે સીટો કોંગ્રેસ પાર્ટી જીતી રહી છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની જામનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી અને જુનાગઢ આ તમામ સીટો અમે જીતી રહ્યા છીએ. અમારું વચન છે કે, અમારી સરકાર બનશે તો ધોરણ 12 સુધી શિક્ષણ મફત કરીશું. એ વચન અમે ચોક્કસ પણે નીભાવીશું.
હાર્દિકના આ નિવેદન બાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ભારતીય જનતા પાર્ટીએ કીધું છે. રામ મંદિર પણ આપણે બનાવવાના છીએ. આજે રામનવમી છે અને આજે સંકલ્પ છે કે, અયોધ્યામાં રામ મંદિર ભવ્ય બનશે. અમે સૌ રામના સંતાનો છીએ અને રામ મંદિર અમે બનાવીશું, અયોધ્યામાં રામ અને યુવાનોને કામ આપીશું.